________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૧
| ૨૧૧ |
ઝેર ખાવું સારું, પરંતુ વિષયસુખનું સેવન કરવું સારું નથી, કારણ કે વિષ ભક્ષણ એક જીવનનો નાશ કરે છે, જ્યારે વિષય સેવન અનંત જન્મમરણની પરંપરા વધારે છે. વિષ તો મનુષ્યને મારે છે પરંતુ વિષયનું તો સ્મરણ મનુષ્યના સંયમી જીવનની હત્યા કરી નાખે છે અને મનુષ્ય મનુષ્યભવ ખોઈ બેસે છે. તેથી શાસ્ત્રકારે કહ્યું છે– તા ૩ વન... ળ્યા ! (૧૦) એકલી સ્ત્રીની પાસે એકલો સાધુ બેસીને ધર્મોપદેશ આપે તો જરૂર ક્યારે ક મોહ અથવા કામ (વેદ)ની ગ્રંથીમાં બંધાઈ જવાની સંભાવના છે. તેથી સાધુને પોતાની સાધુતા સુરક્ષિત રાખવા માટે ૧૧મી ગાથાના ઉત્તરાદ્ધ દ્વારા શાસ્ત્રકાર સાવધાન કરે છે– નાળિ..." તે નિ ળિથે | (૧૧) ઉત્કૃષ્ટ તપસ્વીએ એમ વિચારવું ન જોઈએ કે હું તો તપસ્વી છે. તપશ્ચર્યાથી મારું શરીર કુશ થઈ ગયું છે, મારી ઈન્દ્રિયો શિથિલ અથવા શાંત થઈ ગઈ છે, મારે હવે સ્ત્રીઓથી શું ભય ?તપસ્વી સાધુ આવા ભ્રમમાં ન રહે. સ્ત્રીતો બળતી આગ છે, તેની પાસે સાધક રૂપી ઘી રહેશે તો પીગળ્યા વિના રહેશે નહિ. તપસ્વી એ સારી રીતે જાણી લે કે વર્ષો સુધી કરેલું તપ સ્ત્રીસંસર્ગથી એક ક્ષણમાં નષ્ટ થઈ શકે છે. તેથી આત્મહિતેચ્છુ તપસ્વી સ્ત્રીઓ સાથે ભ્રમણ કે ગમન ન કરે, સાથે ન રહે, હાસ્ય-વિનોદ કે ક્રીડા ન કરે, ન ઊઠે–બેસે, ન વિહાર કરે. આ જ પ્રેરણા શાસ્ત્રકારે ૧૨મી ગાથાના ઉત્તરાર્ધ્વમાં આપી છે કેसुतवस्सिए वि से भिक्खू णो विहरे सह णमित्थीसु । (૧૨) સાધુ કેટલીકવાર એમ સમજે કે આ તો નાની છોકરી છે, આ કુંવારી કન્યા છે અથવા આ મારી સંસારપક્ષે પુત્રી, પુત્રવધૂ, ધાવમાતા કે નોકરાણી છે. આ મારાથી પણ ઉંમરમાં બહુ મોટી છે અથવા સાધ્વી છે. તેની સાથે એકાંતમાં બેસવામાં, વાતચીત કરવામાં અથવા સંપર્ક કરવામાં મારા ચારિત્રનો ભંગ કેવી રીતે થશે? જોકે પોતાની પુત્રી, ધાવમાતા અથવા માતા સમાન કાકી, મોટીબહેન આદિ સાથે એકાન્તમાં રહેવા છતાં એ સાધુનું ચિત્ત જલ્દીથી વિકૃત થઈ શકતું નથી, છતાં પણ નીતિકારોએ કહ્યું છે કે
मात्रा स्वस्रदुहित्रा वा न विविक्तासनो भवेत् ।
बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति ॥ માતા, બહેન અથવા પુત્રીની સાથે પણ એકાંતમાં બેસવું ન જોઈએ કારણ કે ઈન્દ્રિયો ઘણી બળવાન છે, તે વિદ્વાન પુરુષને(મોહ તરફ) પણ ખેંચી લે છે.
સાધને પુત્રી, માતા અથવા બહેનની સાથે એકાંતમાં બેઠેલા જોઈ સામાન્ય લોકોને શંકા ઉત્પન્ન થઈ શકે છે. આ જ પ્રેરણા શાસ્ત્રકારે ૧૩મી ગાથામાં પ્રગટ કરી છે– વિ જૂથઉં...સંથવું તે જ જુના મણIR I (૧૩) સ્ત્રીસંસર્ગ કરવાથી સાધુનો સમાધિયોગ, ચિત્તની સમાધિ અથવા શ્રુત-વિનય–આચાર–તપરૂપ સમાધિનો યોગ, મન-વચન-કાયાનો શુભ વ્યાપાર નષ્ટ થઈ જાય છે. સ્ત્રીઓના નિવાસ-સ્થાનોમાં વારંવાર જવું તેઓની સાથે પુરુષોની હાજરી વિના બેસવું વાર્તાલાપ કરવો, તેને રાગભાવથી જોવી, સ્ત્રીસંસ્તવ (અત્યંત ગાઢ પરિચય) સાધુને સમાધિયોગથી ભ્રષ્ટ કરનારા છે. તેથી શાસ્ત્રકાર ૧૬મી ગાથામાં પ્રેરણા આપે છે કે– ધ્વનિ સંથાં તાઉં..તન્હા તેમ જ સતિ...જિતેનાગો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org