________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૧
૨૦૯ |
ઉતારનારા છો ! મને ઉગારો ! હું હવે આ ગૃહબંધનથી વિરક્ત(વૈરાગી) થઈ ગઈ છું. મારા પતિ મને અનુકુળ નથી, અથવા તેણે મને છોડી દીધી છે. તેથી હવે હું સંયમ અથવા મુનિધર્મનું આચરણ કરીશ. આપ મને ધર્મોપદેશ આપો ! જેથી મને આ દુઃખનું પાત્ર ન બનવું પડે. આ રીતે વાતો કરી સાધુની નજીક આવવા પ્રયત્ન કરે છે. અ૬ સાવિયા...સન્મિ સન :- ક્યારેક સ્ત્રી શ્રાવિકાના રૂપમાં સાધુની પાસે આવે છે અને કહે છે- હું આપની શ્રાવિકા છું. સાધુઓની સાધર્મિક છું. મારાથી આપ કોઈ વાતનો સંકોચ ન કરો. જે વસ્તુની જરૂરિયાત હોય તે મને કહો ! એમ તે વારંવાર સાધુના સંપર્કમાં આવે છે, કલાકો સુધી તેમની પાસે બેસે છે. શ્રાવિકા રૂપધારી માયાવી સ્ત્રી કૂલવાલુકની જેમ સાધુને ધર્મભ્રષ્ટ કરી દે છે. સનોfમારંપાળ પડશે ઃ- કેટલીકવાર વ્યભિચારિણી સ્ત્રીઓ ભદ્ર તેમજ સંયમી સાધુ સામે અત્યંત ભક્તિનું નાટક કરે છે. કેટલીક કામુક સ્ત્રીઓ સુંદર, સુડોળ, સ્વસ્થ તેમજ સુરૂપ આત્મજ્ઞાની સાધુને પ્રાર્થના કરે છે– હે સંસારસાગરના ત્રાતા ! મુનિવર ! વસ્ત્ર, પાત્ર અન્નપાન આદિ જે કોઈ વસ્તુની આપને આવશ્યકતા હોય તે માટે આપને બીજે ક્યાંય પધારવાની જરૂર નથી આપ મારે ત્યાં પધારો! હું આપને બધુ જ આપીશ. જે સાધુ તેની વાજાળમાં ફસાઈને તેની પ્રાર્થના સ્વીકારીને વારંવાર તેના ઘરે જવા લાગે અને વસ્ત્રાદિ સ્વીકારે તો નિઃસંદેહ તે એક દિવસ તે સ્ત્રીની મોહજાળમાં ફસાઈ જાય છે. તેથી તે પણ ઉપસર્ગનો જ પ્રકાર છે. સ્ત્રીજન્ય ઉપસર્ગોથી સાવધાન રહેવાની પ્રેરણાઓ :- આ ઉદ્દેશામાં સ્ત્રીજન્ય ઉપસર્ગના પૂર્વોક્ત વિવિધ રૂપોથી સાવધાન રહેવાની અને આ ઉપસર્ગ પર વિજય મેળવવાની પ્રેરણાઓ શાસ્ત્રકારે આપી છે. તે પ્રેરણાઓ આ પ્રકારે છે. (૧) સાધુએ દીક્ષા સમયે કરેલી પ્રતિજ્ઞાને યાદ રાખવી જોઈએ. વારંવાર તે પ્રતિજ્ઞાનું સ્મરણ સ્ત્રીજન્ય ઉપસર્ગથી પોતાને બચાવે છે. (૨) સ્ત્રીઓ દ્વારા અંગપ્રદર્શન, હાવભાવ, નજીક આવીને કોઈપણ બહાને બેસવું આદિ ભક્તિભાવ પૂર્વક શય્યા, આસન આદિ પર બેસવા આદિના વિવિધ પ્રકારના પ્રલોભનો તથા કામોત્તેજક વાતોથી સાધુ સાવધાન રહે. વિવેકી સાધુ આ બધી વાતો બંધન રૂપ(પાશ બંધન) છે તેમ સમજે. (૩) પ્રાયઃ સાધુ દષ્ટિરાગના કારણે શીલભ્રષ્ટ થાય છે, તેથી સાધુ પોતાની દષ્ટિ સંયમ પર રાખે, સ્ત્રીના અંગો પર પોતાની નજર ન નાખે. તેની નજર સાથે નજર ન મેળવે. સ્ત્રી કટાક્ષ આદિ કરે તો ત્યાંથી દષ્ટિ ફેરવી લે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે "સાધુ ભીંત પર દોરેલું સ્ત્રીનું ચિત્ર પણ ન જુએ, શણગાર આદિથી વિભૂષિત સ્ત્રીને પણ ન જુએ. કદાચિત તેના પર દષ્ટિ પડી જાય તો જેમ સૂર્ય તરફ જોતાં જ દષ્ટિને હટાવી લેવામાં આવે છે. તેવી જ રીતે તેના તરફથી દષ્ટિને હટાવી લે.
તાત્પર્ય એ છે કે સાધક એકીટશે દષ્ટિ સ્થિર કરીને સ્ત્રીના રૂપ, લાવણ્ય તેમજ અંગોને ન જુએ. આજ વાત સ્ત્રીજન્ય ઉપસર્ગથી બચવા માટે શાસ્ત્રકાર કહે છે–ળો તાસુ વહુ સંજ્ઞા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org