________________
અધ્યયન-૪
_.
૧૯૫ ]
મોહ, રાગદ્વેષાદિનો ત્યાગ કરવો.
સાધુને સ્ત્રીસંગ રૂપ ઉપસર્ગ આવે ત્યારે તે ઉપસર્ગથી સાધુએ કેવી રીતે સુરક્ષિત રહેવું તેનું પરિજ્ઞાન કરાવવું એ આ અધ્યયનનો ઉદ્દેશ છે.
સ્ત્રીપરિજ્ઞા અધ્યયનના બે ઉદ્દેશક છે. પહેલા ઉદ્દેશકમાં સ્ત્રીજન્ય ઉપસર્ગના સંદર્ભમાં કહ્યું છે કે સ્ત્રીઓની સાથે સંસર્ગ રાખવો, તેના કામોત્તેજક અંગોપાંગોને વિકાર ભાવથી જોવા આદિ ક્રિયા મંદ પરાક્રમી સાધુને ચારિત્રભ્રષ્ટ કરે છે. જરામાત્ર અસાવધાન બને તો સાધુતાનો વિનાશ થાય, તે સાધુ દીક્ષા પણ છોડી દે, પહેલા ઉદ્દેશકમાં ૩૧ ગાથાઓ છે.
બીજા ઉદ્દેશકમાં ચારિત્રભ્રષ્ટ સાધુને સ્વપક્ષ અને પરપક્ષ તરફથી કેવા કેવા અપમાન, તિરસ્કાર આદિ દુઃખોના પ્રસંગો આવે છે તે દર્શાવેલ છે. શીલભંગના કારણે અશુભ કર્મબંધનો બંધ કરે છે અને લાંબા કાળ સુધી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. વિચિત્ર છલનાપૂર્ણ મનોવૃત્તિવાળી સ્ત્રીઓ દ્વારા અત્યંત બુદ્ધિમાન, પ્રચંડ, શુરવીર તેમજ મહાતપસ્વી એવા સાધકને પણ કામ તરફ કેવી રીતે પ્રેરે છે તે દ્રષ્ટાંત પૂર્વક સમજાવવામાં આવ્યું છે. બીજા ઉદ્દેશામાં રર ગાથાઓ છે.
આ અધ્યયનમાં સ્ત્રીઓને અવિશ્વસનીય, કપટની ખાણ આદિ દુર્ગુણોથી યુક્ત બતાવવામાં આવી છે. તે માત્ર પુરુષને જાગૃત તેમજ કામવિરક્ત કરવાની દષ્ટિએ છે. પરંતુ સ્ત્રીઓની નિંદા કરવાની દષ્ટિએ તેમ કહ્યું નથી. વાસ્તવમાં પુરુષની ભ્રષ્ટતાનું મુખ્ય કારણ તો તેમની પોતાની કામવાસના છે, તે વાસના ઉત્તેજિત થવામાં સ્ત્રી નિમિત્તકારણ બની જાય છે. તેથી "સ્ત્રી પરિજ્ઞા"નું તાત્પર્ય સ્ત્રીના સંસર્ગ નિમિત્તક ઉપસર્ગની પરિજ્ઞા સમજવી જોઈએ.
નિર્યુક્તિકાર અને વૃત્તિકાર એ તથ્યને સ્વીકારે છે કે સ્ત્રીઓના સંસર્ગથી જેટલા દોષો પુરુષોમાં ઉત્પન્ન થાય છે, પ્રાયઃ તેટલા જ દોષો પુરુષોના સંસર્ગથી સ્ત્રીઓમાં ઉત્પન્ન થઈ શકે છે માટે સ્ત્રી પરિજ્ઞાનું સંપૂર્ણ વર્ણન પુરુષ પરિજ્ઞાના રૂપમાં પણ સમજી શકાય છે તેથી સાધ્વીઓએ પુરુષ સંસર્ગથી સાવધાન રહેવું જોઈએ.
આ અધ્યયનમાં સ્ત્રી સંસર્ગથી પુરુષ સાધકમાં આવતા દોષોની જેમજ પુરુષના સંસર્ગથી સ્ત્રીમાં આવતા દોષો પણ બતાવવામાં આવ્યા છે છતાં પણ એનું નામ "પુરુષ પરિજ્ઞા" ન રાખતાં "સ્ત્રીપરિણા" રાખવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે અધિકતર દોષો સાધુમાં સ્ત્રીસંસર્ગથી સહજ શીધ્ર ઉત્પન્ન થાય છે. પરંતુ પુરુષ સંસર્ગથી સાધ્વીમાં દોષો ઉત્પન્ન થવા તેટલા સહજ નથી કદાચિત્ પરીષહ ઉત્પન્ન થાય તો તેને સ્ત્રી જીરવી શકે છે, સહન કરી શકે છે. માટે જ કહ્યું છે કે 'સ્ત્રી' પ્રથમ આકર્ષણ કરે છે અને પુરુષ દોષોને નહિ જીરવતા શીધ્ર આક્રમણ કરનારો હોય છે. તેથી પુરુષને સાવધાન રહેવા માટે વિશેષતયા સૂચન કરેલું છે અથવા અધ્યયનના પ્રવકતા(કહેનારા) પુરુષ છે તેથી પુરુષને અનુલક્ષીને સ્ત્રી પરિજ્ઞા નામ રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં અરસ-પરસ વાસનાને ઉપાસના રૂપમાં પરિવર્તન કરવા માટે, સાધ્વી "પુરુષથી", સાધુ "સ્ત્રીથી" એમ બન્નેએ એકબીજાથી સાવધાન, નવાવાડ વિશુદ્ધ, ગુખેન્દ્રિય થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org