________________
[ ૧૯૬ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
રહેવાનું છે. વિજાતિય તત્ત્વનો સંસર્ગમાત્ર છોડવાનો રહે છે. સાધુ-સાધ્વી બન્નેએ જિનાજ્ઞા મુજબ નિયમોનું સમાન પાલન કરી વિચરવું જોઈએ.
નિર્યુક્તિકારે અહીં સ્ત્રી શબ્દના નિક્ષેપની જેમ "પુરુષ" શબ્દના પણ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, પ્રજનન, કર્મ, ભોગ, ગુણ અને ભાવની દષ્ટિએ ૧૦ નિક્ષેપો બતાવ્યા છે, જેને "પુરુષપરિજ્ઞા"ની દષ્ટિએ સમજી લેવા જોઈએ.
આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં ૩૧ ગાથા અને બીજા ઉદ્દેશકમાં ૨૨ ગાથા છે. સંપૂર્ણ અધ્યયનમાં કુલ ૫૩ ગાથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org