________________
૧૯૪
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ચોથું અધ્યયન
પરિચય 3200 30000 0000 gohegde
આ અધ્યયનનું નામ "સ્ત્રીપરિજ્ઞા" છે.
આ અધ્યયનમાં સ્ત્રીના સ્વરૂપ, સ્વભાવ આદિના પરિજ્ઞાનનું અને તેના પ્રત્યે આસક્તિ, મોહ આદિના પરિત્યાગનું વર્ણન હોવાથી તેનું નામ "સ્ત્રીપરિક્ષા" રાખ્યું છે. આ અધ્યયનના નામમાં બે શબ્દ છે. (૧) સ્ત્રી અને (૨) પરિજ્ઞા.
સ્ત્રી શબ્દના નિક્ષેપની દૃષ્ટિએ અનેક અર્થ થાય છે. નામ સ્ત્રી—કોઈ સજીવ કે નિર્જીવ વસ્તુનું 'સ્ત્રી' એવું નામ આપવામાં આવે તો તે નામ સ્ત્રી છે. સ્થાપના સ્ત્રી– કોઈ લાકડા, પથ્થરાદિમાં સ્ત્રી છે તેવી સ્થાપના કરવામાં આવે તો તે સ્થાપના સ્ત્રી કહેવાય છે. દ્રવ્યસ્ત્રી બે પ્રકારની છે. આમતઃ અને ગોઆનમત: જે સ્ત્રીપદના અર્થને જાણે છે પરંતુ તેના ઉપયોગથી રહિત છે, તે આગમદ્રવ્યસ્ત્રી છે. નોઆગમ દ્રવ્યસ્ત્રીના ત્રણ ભેદ છે. જ્ઞશરીર દ્રવ્યસ્ત્રી, ભવ્યશરીર દ્રવ્યસ્ત્રી અને જ્ઞશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્ત્રી. તેમાંથી જ્ઞશરીર–ભવ્યશરીર–તવ્યતિરિક્ત દ્રવ્યસ્ત્રીના ત્રણ પ્રકાર છે. (૧) એકભવિકા (જે જીવ એક ભવ પછી જ સ્ત્રી શરીરને પ્રાપ્ત કરનાર હોય) (૨) બદ્ઘાયુષ્કા (જેણે સ્ત્રીનું આયુષ્ય બાંધી લીધું હોય) (૩) અભિમુખ નામગોત્રા. જે જીવ સ્ત્રી શરીરને યોગ્ય નામ ગોત્ર કર્મને અભિમુખ હોય.
તે ઉપરાંત ચિન્તસ્ત્રી, વેદસ્ત્રી અને અભિલાપ સ્ત્રી આદિ પણ દ્રવ્યસ્ત્રીના અનેક પ્રકાર છે. જે ચિન્તમાત્રથી સ્ત્રી છે અથવા સ્ત્રીના સ્તન આદિ અંગોપાંગ તથા સ્ત્રીની જેમ વેશભૂષા આદિ ધારણ કરે તે ચિન્તસ્ત્રી છે અથવા જે મહાન આત્માનો સ્ત્રીવેદ નષ્ટ થઈ ગયો છે, છદ્મસ્થ, કેવળી અથવા અન્ય જીવ માત્ર સ્ત્રીવેષ ધારણ કરે તે પણ ચિન્તસ્ત્રી છે. જેનામાં પુરુષને ભોગવવાની અભિલાષારૂપ સ્ત્રીવેદનો ઉદય હોય તેને વેદસ્ત્રી કહે છે. સ્ત્રીલિંગનો વાચક શબ્દ અભિલાપ સ્ત્રી કહેવાય છે, જેમ કે માળા, સીતા, પદ્મિની આદિ.
Jain Education International
ભાવસ્ત્રી બે પ્રકારની હોય છે. આમતઃ અને ખોઆનમતઃ . જે સ્ત્રી શબ્દના અર્થને જાણે, તેમાં ઉપયોગ રાખે છે તે આગમથી ભાવસ્ત્રી છે. જેનો સ્ત્રીવેદરૂપ વસ્તુમાં ઉપયોગ હોય અથવા સ્ત્રીવેદોદય પ્રાપ્ત કર્મોમાં ઉપયુક્ત હોય અથવા જે સ્ત્રીવેદનીય કર્મોનો અનુભવ કરતા હોય, તે આગમથી ભાવસ્ત્રી કહેવાય છે.
પરિશા એટલે આ દ્રવ્ય–ભાવ સ્ત્રી સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવું. પરિજ્ઞાના શાસ્ત્રીય દૃષ્ટિએ બે અર્થ છે. જ્ઞ પરિજ્ઞા દ્વારા વસ્તુતત્વનું યથાર્થ પરિજ્ઞાન અને પ્રત્યાખ્યાન પરિક્ષા દ્વારા તેના પ્રત્યે આસક્તિ,
For Private Personal Use Only
www.jainelibrary.org