________________
૧૯૨
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બ્રહ્મચર્ય આ દશ ધર્મો સાધુજીવનમાં અનિવાર્યપણે હોવા જોઈએ.
(૧૦) કુબ્જા મિત્યુ શિલાસ અભિપ્ સમાવિષ્ટ :- ઉપસર્ગ વિજય માટે અગ્લાન (નીરોગી) સાધકે ગ્લાન (રોગી, અશક્ત, વૃદ્ધ આદિ) સાધુની પરિચર્યા (સેવા) અગ્લાન ભાવથી કરવી જરૂરી છે. રોગી સાધુની સેવા કરવામાં બેચેની, ગ્લાની કે કંટાળાનો અનુભવ ન કરે, પ્રસન્ન મનથી, પોતાની જાતને ધન્ય તેમજ કૃતકૃત્ય માની સેવા કરે, તો જ તે સેવા કર્મ નિર્જરાનું કારણ બને. ગ્લાનની સેવાનો અવસર મળે ત્યારે તેનાથી અણગમો કરવો, મુખ ફેરવવું અથવા બેચેનીનો અનુભવ કરવો એ એક પ્રકારનો અરતિપરીષહ રૂપ ઉપસર્ગ છે. તેમ કરવાથી તે સાધકનો ઉક્ત (આગળ કહેલા) ઉપસર્ગથી પરાજય છે.
જ
(૧૧) સંપ્લાય પેલાં ધમ્મ ઃ- ઉપસર્ગ વિજયીને માટે એ પણ જરૂરી છે કે તે ધર્મને સારી રીતે ઓળખી લે, જે મોક્ષ અપાવવામાં કુશળ હોય. સંસારમાં અનેક પ્રકારના નિત્ય અને નૈમિત્તિક ધર્મ પ્રચલિત છે. કેટલાક દર્શન કામના—વાસના મૂલક વાતોને પણ ધર્મસંજ્ઞા(નામ)આપે છે, કેટલાક તથાકથિત સ્વમાન્ય શાસ્ત્રવિહિત કર્મકાંડો અથવા માત્ર જ્ઞાનને જ ધર્મ બતાવે છે, તેના એકએક અંગને મુક્તિનું કારણ બતાવે છે, જ્યારે જૈન દર્શન એમ કહે છે કે જેનાથી શુભ કર્મની વૃદ્ધિ થાય એવા સત્કર્મ ધર્મ નથી, પુણ્ય છે. ધર્મ તે જ છે— જેનાથી કર્મોનો નિરોધ અથવા કર્મક્ષય થતો હોય, કર્મની નિર્જરા થતી હોય, આ દષ્ટિએ માત્ર જ્ઞાન જ મોક્ષનું કારણ નથી અને એકાંત ચારિત્ર(ક્રિયા)પણ મોક્ષનું કારણ નથી. પરંતુ સમ્યક્દર્શનપૂર્વક સભ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર ત્રણેનો સમન્વય જ મોક્ષનું કારણ છે, આ ત્રણે ય જ્યાં હોય ત્યાં જ ધર્મ છે. જો સાધક ધર્મને ઓળખવામાં ભૂલ કરે તો તે ધર્મના નામે ધર્મભ્રમ (પશુબલિ, કામપ્રાર્થનાર્થી નારી સમાગમ, કામનામૂલક ક્રિયાકાંડ આદિ)ને પકડીને ઉપસર્ગોના સકંજામાં ફસાઈ જાય છે. તેથી ઉપસર્ગ વિજય માટે અગિયારમું ચરણ બતાવવામાં આવ્યું છે– ધર્મના સ્વરૂપને જાણવું.
(૧૨) વિદ્ગિમ :- જો સાધક મિથ્યા અથવા વિપરીત દષ્ટિ(દર્શન)થી ગ્રસ્ત થઈ જશે, તો તે ફરી અનુકૂળ ઉપસર્ગોથી પરાજીત થઈ જશે. તેથી ઉપસર્ગ વિજયી બનવા માટે સાધકે સમ્યષ્ટિ સંપન્ન થવું પરમ આવશ્યક બતાવ્યું છે. સમ્યક્દષ્ટિ સંપન્ન હોવાથી સાધક વ્યવહારમાં સુદેવ, સુગુરુ અને સદ્ધર્મ તથા સત્ શાસ્ત્ર પ્રત્યે દેઢ શ્રદ્ધા રાખશે, હેય, જ્ઞેય, ઉપાદેય તત્ત્વોને જાણી શકશે, તથા સર્વત્ર આત્મહિતની દષ્ટિ જ મુખ્ય રાખશે, તે ફરીવાર ચારિત્રભ્રષ્ટ કરનારા અનુકૂળ ઉપસર્ગોના ચક્કરમાં આવશે નહિ.
(૧૩) પતિબિમ્બુ :- ઉપસર્ગો પર સફળતાપૂર્વક વિજય મેળવવા માટે સાધકના રાગ-દ્વેષ તેમજ કષાયાદિ શાંત થવા જરૂરી છે. જો તે રાગદ્વેષ અથવા ક્રોધાદિથી ઉત્તેજિત થઈ જશે તો તે અનેક આત્મસંવેદનકૃત ઉપસર્ગોથી ઘેરાઈ જશે. પછી તે ઉપસર્ગોથી છુટકારો મેળવવો કઠિન થઈ જશે.
Jain Education International
(૧૪) વસન્તે વિભિન્ના :- સાધકના જીવનમાં અનુકૂળ અથવા પ્રતિકૂળ ઉપસર્ગો અકસ્માત્ આવી શકે છે, તે સમયે સાધકે તરત જ વિવેક પૂર્વક તે ઉપસર્ગો પર કાબુ મેળવવો જરૂરી છે. જો તે તે વખતે ઉપયોગ ન રાખે તો ઉપસર્ગ તેના પર સવાર થઈ જશે, તેથી ઉપસર્ગો આવતાં જ મનથી તરત નિર્ણય કરે
For Private & Personal Use Only
www.jainelibrary.org