________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૪
.
[ ૧૯૧ ]
ઉપસર્ગ પર વિજય પ્રાપ્ત કરી શકતા નથી તેઓ સંસાર સાગરને પાર કરી શકતા નથી, સંસાર તેઓને માટે દુસ્તર છે.
संसार ! तव दुस्तरपदवी न दवीयसी ।
अन्तरा दुस्तरा न स्युर्यदिरे ! मदिरेक्षणा ॥ "અરે સંસાર! જો વચ્ચમાં આ દુસ્તર નારીઓ ન હોત તો તારી આ જે દુસ્તર પદવી છે, તેનું કોઈ મહત્ત્વ ન હોત " દૂસ્તર કામને તરી જવો તે આ ઉપસર્ગ વિજયી સાધક બનવા માટેનું પહેલું ચરણ છે.
(૨) નં ર બિહૂ પરિણાથ:- અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને જ્ઞ પરિજ્ઞાથી સારી રીતે સમજી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી સાવધાન થઈ બચવું! તે ઉપસર્ગો આવતા જ દઢતાપૂર્વક તેનાપર વિજય પ્રાપ્ત કરવા ! તેને પોતાના પર સવાર થવા ન દેવા. આ ઉપસર્ગ વિજેતા માટે બીજું ચરણ છે.
(૩) સુવ્વર :- ઉપસર્ગવિજયી બનવા માટે સાધકે સુંદર વ્રતો (યમ-નિયમો)થી યુક્ત હોવું જરૂરી છે. વરે ક્રિયા લગાવવા પાછળ આશય એ છે કે સાધક મહાવ્રત કે યમ નિયમ ગ્રહણ કરી તેનું દઢતાપૂર્વક આચરણ પણ કરે. તો જ તે ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરી શકે. (૪) નિg વરે :- સાધકે ઉપસર્ગ વિજયી બનવા માટે પાંચ સમિતિઓ અને ઉપલક્ષણથી ત્રણ ગુપ્તિઓનું પાલન કરવું જરૂરી છે. જો તેનો અભ્યાસ જીવનમાં નહીં હોય તો સાધુ ઉપસર્ગોની સામે ટકી ન શકે. સમિણ શબ્દ દ્વારા ઉત્તરગુણોના દેઢતાપૂર્વકના આચરણનો નિર્દેશ છે, જ્યારે સુષ્ય શબ્દથી મૂળ ગુણોના આચરણનો નિર્દેશ છે. (૫) મુલાવાયં વાળા (૬) વિMાલામાં વોશિરે (૭) સવ્વસ્થ વિરડું ના :પૂર્વોક્ત ચરણોમાં મહાવ્રતોનું વિધેયાત્મક રૂપથી આચરણ કરવાનો નિર્દેશ હતો, પરંતુ કેટલાક સાધક તેમ કરવા છતાં લપસી જાય છે. તેથી નિષેધાત્મક રૂપથી પણ વતાચરણ કરવા માટે આ ત્રણ નિર્દેશ સૂત્રો બતાવ્યાં છે. જે ઉપસર્ગો પર વિજય મેળવવા માટે જરૂરી છે કે સાધક મૃષાવાદનો, અદત્તાદાનનો પણ ત્યાગ કરે; તેમજ 'ચ' શબ્દથી મૈથુનવૃત્તિ (અબ્રહ્મચર્ય)અને પરિગ્રહવૃત્તિને પણ સર્વથા છોડે અને જીવ હિંસાનો પણ સર્વથા ત્યાગ કરે. (૮) નિ જિજ્ઞાપના :- ઉપસર્ગ વિજય માટે સાધકે સતત તપશ્ચર્યામય જીવન જીવવું જોઈએ જેથી તે સ્વકૃત કર્મોની આગને શાંત કરી શકે. ભગવાને કર્મરૂપી અગ્નિની શાંતિને જ નિર્વાણ પ્રાપ્તિનું કારણ બતાવ્યું છે, તેથી ઉપસર્ગ વિજયને માટે કર્મરૂપ અગ્નિની શાંતિને આઠમું ચરણ બતાવ્યું છે.
(૯) વ ધર્મનાવાય તે પડ્યું - ઉપસર્ગ વિજય માટે ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત શ્રુતચારિત્રરૂપ ધર્મનો, મૂળગુણ–ઉત્તરગુણરૂપ ધર્મનો અથવા ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણ ધર્મને દેઢતાપૂર્વક સ્વીકાર કરવો જરૂરી છે. અહીં ક્ષમા આદિ દશવિધ શ્રમણધર્મના સ્વીકારનો સંકેત છે, કારણ કે ઉપસર્ગ વિજયમાટે ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિંચન્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org