________________
અધ્યયન–૩/ઉદ્દેશક-૪
૧૮૭ |
વિવેચન :
આ બે ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે કે, કઈ વ્યક્તિએ પશ્ચાત્તાપ કરવો પડે અને કઈ વ્યક્તિએ પશ્ચાત્તાપ કરવો પડતો નથી. ભવિષ્યના દુઃખને જોયા વિના જે વર્તમાન સુખમાં જ રત રહે છે તેને યૌવન ક્ષીણ થાય અને આયુષ્ય પૂર્ણ થાય ત્યારે પસ્તાવું પડે છે. (૧) જે દીર્ઘદષ્ટા પુરુષ ધર્મકાળમાં ધર્મ પુરુષાર્થ કરે છે (૨) જે વર્તમાન કામભોગ જનિત ક્ષણિક સુખને માટે અસંયમી જીવન જીવવા ઈચ્છતા નથી (૩) જે પરીષહ- ઉપસર્ગ સહન કરવામાં ધીર છે અને (૪) જે સ્નેહ બંધન અથવા કર્મબંધનથી દૂર રહે છે તેને પસ્તાવું પડતું નથી. અગા યમપૂસંતા...હીને આમ નોધ્વ :- જે વ્યક્તિ પૂર્વોક્ત બ્રાન્ત માન્યતા જનિત ઉપસર્ગોથી વૈષયિક સુખોમાં અને કામજનિત સુખોમાં સંલગ્ન થઈ જાય છે, તે સુખોની પૂર્તિ માટે દુષ્કર્મો કરે છે અને દુષ્કર્મો કરતી વખતે તેના ભાવી દુઃખનો વિચાર કરતા નથી. તેમની દષ્ટિમાત્ર વર્તમાનના ક્ષણિક વિષયજન્ય તેમજ કામજન્ય સુખો પર જ હોય છે. કામભોગોના સેવનથી જ્યારે શરીર જર્જરિત થઈ જાય, શક્તિક્ષીણ થઈ જાય, રોગથી ઘેરાઈ જાય, ઈન્દ્રિયો કામ કરી ન શકે, યુવાની ઢળી જાય, વૃદ્ધાવસ્થા આવી જાય, મૃત્યુ દરવાજા પર ટકોરા મારવા લાગે ત્યારે તે અત્યંત પસ્તાવો કરે છે– અફસોસ ! મે મારું બહુમૂલ્ય જીવન બરબાદ કરી નાંખ્યું, કંઈ પણ ધર્મ આચરણ કરી ન શક્યો, સંસારની મોહમાયામાં રચ્યો પચ્યો રહ્યો, સાધુવેષ ધારણ કરીને પણ લોકવંચના કરી. વૈભવના નશામાં, યૌવનના મદમાં ન કરવા યોગ્ય કાર્ય કર્યા આ રીતે તેના અપકૃત્યો તેને હૃદયમાં કાંટાની જેમ ખટકવા લાગે છે.
દિ શાને...નલિયં :- જે વિવેકસંપન્ન પુરુષો યોગ્ય સમયે પરાક્રમ કરે છે; ધર્મપુરુષાર્થને મુખ્ય રાખીને પ્રવૃત્તિ કરે છે; એક ક્ષણ પણ અસંયમ અથવા અધર્મમાં ગુમાવતા નથી. વિપ્ન કે વિપત્તિઓ આવવા છતાં પણ ધર્માચરણ છોડતા નથી; ધૈર્ય પૂર્વક પરીષહ ઉપસર્ગને સહન કરે છે, આ લોક સંબંધી તથા પરલોક સંબંધી કામભોગો કે વિષયસુખોની ઈચ્છા કરતા નથી, ગમે તેટલા અનુકૂળ ઉપસર્ગો આવે છતાં તેઓ સ્નેહબંધનથી મુક્ત રહે છે; તેઓ અસંયમી જીવન જીવવાની વાંછા પણ કરતા નથી. ધીરતા પૂર્વક તપશ્ચર્યામાં રત રહી તેઓ કર્મવિદારણ કરવામાં સમર્થ બને છે. એવા જન્મ મરણથી નિઃસ્પૃહ, સંયમ અનુષ્ઠાનમાં જ જેનું ચિત્ત લાગેલું છે તેવા પુરુષોને યુવાની વીતી ગયા પછી વૃદ્ધાવસ્થામાં પસ્તાવું પડતું નથી. સ્ત્રીસંયોગરૂપ ઉપસર્ગ - - जहा णई वेयरणी, दुत्तरा इह सम्मया ।
પર્વ નીતિ રિઓ, ડુત્તર અમર્રમ II શબ્દાર્થ :-કુત્તરા ફુદ તથા = લોકમાં દુસ્તર માનવામાં આવી છે, અર્જુન = અમતિમાન, અવિવેકી મનુષ્યથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org