________________
૧૮૬ ]
શ્રી સૂયગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બેસી જાય તો શું તેને ચોર જાણીને પકડશે નહીં?
તાત્પર્ય એ છે કે કોઈ મનુષ્ય મુર્ખતાવશ કે દુષ્ટતાવશ કોઈની હત્યા કરી લે, પોતે વિષપાન કરી લે અથવા કોઈને ત્યાં ચોરી કરીને પછી મધ્યસ્થભાવ ધારણ કરીને બેસી જાય તો તે નિર્દોષ થઈ શકતો નથી. દોષ અથવા અપરાધ કરવાનો વિચાર તો એણે કુકૃત્ય કરતાં પહેલાં જ કરી લીધો, ત્યાર પછી તે કુકૃત્યને કરવામાં પ્રવૃત્ત થયો, ત્યારે દોષ લાગી ગયો, ત્યારબાદ તો દોષને છુપાવવા માટે તે ઉદાસીન (અજાણ) થઈને અથવા છુપાઈને એકાન્તમાં બેસી જાય તોપણ તે દોષ જ છે. તેથી કુકૃત્ય કરતાં પહેલાં કકત્ય કરતી વખતે અને ફકત્ય કર્યા પછી એમ ત્રણે સમયે દોષ તો લાગે છે. તો પછી તેને નિર્દોષ કેમ કહી શકાય ? એ રીતે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની મૈથુન સેવનની પ્રાર્થનાથી, તેની સાથે મૈથુનરૂપ કુકૃત્યમાં પ્રવૃત્ત થઈ જાય છે તો તે મૈથુન ભાવરૂપ પાપનો વિચાર આવ્યા વિના રહેતો જ નથી, તે જ રીતે મૈથુન ક્રિયા કરતી વખતે પણ તીવ્ર રાગભાવ હોવો અવયંભાવી છે. તેથી શ્રી દશવૈકાલિક સૂત્રમાં મૈથુનસેવનને મહાન દોષોની ઉત્પત્તિનું સ્થાન કહ્યું છે.
આ રીતે મૈથુનસેવન રાગ થવા પર જ ઉત્પન્ન થનારું, સમસ્ત દોષોનું સ્થાન, હિંસાનું કારણ તેમજ સંસારભ્રમણ વર્ધક છે. એવું મૈથુન સેવન–ભલે તે સ્ત્રી પુરુષ બન્નેની ઈચ્છાથી જ કેમ ન હોય, કોઈ પણ રીતે તે નિર્દોષ હોઈ શકે નહી, તે દોષિત જ છે.
પશ્ચાત્તાપ કોને ? :___ अणागयमपस्संता, पच्चुप्पण्णगवेसगा ।
ते पच्छा परितप्पंति, खीणे आउम्मि जोव्वणे ॥ શબ્દાર્થ :- ગાયમાતંતા = ભવિષ્યના દુઃખને ન જાણતાં, પ્રવુપુછણાવેલ = વર્તમાન સુખને શોધનાર, તે = તેઓ, પછા = પાછળથી, કાન ગોળો હવે = આયુ અને યુવાવસ્થા નષ્ટ થઈ જવાથી, પરિતખંતિ = પશ્ચાત્તાપ કરે છે. ભાવાર્થ - ભવિષ્યના દુઃખ પર દષ્ટિ નાંખ્યા વિના જે લોકો વર્તમાનસુખની શોધમાં રત રહે છે, તેઓ આયુષ્ય અને યુવાવસ્થા ક્ષીણ (નષ્ટ) થઈ જાય ત્યારે પશ્ચાત્તાપ કરે છે.
। जेहिं काले परक्कंतं, ण पच्छा परितप्पए । १५
ते धीरा बंधणुमुक्का, णावकंखंति जीवियं ॥ શબ્દાર્થ - ré - જે પુરુષોએ, વાતે ધર્મ ઉપાર્જનના કાળમાં, ૫૨ - ધર્મોપાર્જન કર્યું છે. ભાવાર્થ :- જે પુરુષો ધર્મ ઉપાર્જનના કાળમાં ધર્માચરણમાં પરાક્રમ કરે છે, તેને પાછળથી પસ્તાવું પડતું નથી. બંધનથી મુકાયેલા તે વીરપુરુષો અસંયમી જીવનની આકાંક્ષા કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org