________________
૧૮૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- લોકમાં જેવી રીતે વૈતરણીનદીને દુત્તર માનવામાં આવે છે, તેવી જ રીતે આ લોકમાં અમતિમાની (અવિવેકી) સાધક પુરુષ માટે સ્ત્રીસંસર્ગ દુસ્તર છે.
जेहिं णारीण संजोगा, पूयणा पिट्ठओ कया ।
सव्वमेयं णिराकिच्चा, ते ठिया सुसमाहिए ॥ શબ્દાર્થ :- પૂયT = પૂતના, કામશૃંગારને, વિઠ્ઠો ય = છોડી દીધા છે, તે = તે પુરુષો, પર્વ સવ્વ વિખ્યા = સમસ્ત ઉપસર્ગોને તિરસ્કારીને ગુનાહિપ દિયા = સુસમાધિમાં સ્થિત થાય છે. ભાવાર્થ :- જે સાધકોએ સ્ત્રીસંસર્ગ રૂપ પૂતનાને અથવા પૂજન -કામવિભૂષાને ત્યાગી દીધા છે; તે સાધક આ સમસ્ત ઉપસર્ગોને પરાજિત કરી,સંયમની સુસમાધિમાં, મસ્તીમાં સ્થિત રહે છે.
વિવેચન :
પુવા :- અહીં સ્ત્રી સંસર્ગને પૂતના(રાક્ષસી)ની ઉપમા આપી છે. વ્યાખ્યાનુસાર એના ત્રણ અર્થ છે– (૧) શરીર પૂજવું અર્થાત્ શરીર શોભા-વિભૂષા (૨) ધર્મથી પતિત કરે તે પૂતના (૩) ચારિત્રને મલિન કરે તે પૂતના.
આ બે ગાથાઓમાંથી પ્રથમ ગાથામાં અવિવેકી માટે સ્ત્રીસંગરૂપ ઉપસર્ગ સ્તર બતાવી બીજી ગાથામાં કહ્યું છે કે સ્ત્રી સંસર્ગ તેમજ કામવિભૂષાના ત્યાગી સાધકો માટે સ્ત્રીસંગરૂપ ઉપસર્ગ તેમજ અન્ય ઉપસર્ગ સુજેય–જીતવા સહેલા થઈ જાય છે. ના ખર્ડમર્વય :- જેમ નદીઓમાં વૈતરણી નદીને અત્યંત પ્રબળ વેગવાળી તેમજ વિષમતટ હોવાથી અત્યંત દુસ્તર અથવા દુર્લધ્ય માનવામાં આવે છે, તેમ પરાક્રમહીન, અવિવેકી સાધક માટે સ્ત્રીસંસર્ગરૂપ ઉપસર્ગને પાર કરવો અત્યંત દુસ્તર છે. જે સાધક વિષયલોલુપ, કામભોગાસક્ત તેમજ સ્ત્રીસંગરૂપ ઉપસર્ગથી પરાજિત થઈ જાય છે, તે અંગારા પર પડેલી માછલીની જેમ કામરાગ, દષ્ટિરાગ તેમજ સ્નેહરાગરૂપી આગમાં તરફડતાં તરફડતાં અશાંત-અસમાધિસ્થ રહે છે.
ઘણા સમયથી સાધના કરતાં સાધકો પણ આ અનુકુળ સ્ત્રીસંગરૂપ ઉપસર્ગ સમયે અસાવધાન રહે તો તેઓ સ્ત્રીઓના કટાક્ષ સામે પરાજિત થઈ જાય છે. તે ભલે શાસ્ત્રજ્ઞ, પ્રવચનકાર, વિદ્વાન તેમજ ક્રિયાકાંડી કેમ ન હોય! પરંતુ જે વિદ્વાન સાધકો આ ઉપસર્ગ આવતાં જ તરત સાવધાન બની જાય તો આ ઉપસર્ગ તેને પરાજિત કરી શકતા નથી. કોઈ અનુભવીએ યોગ્ય જ કહ્યું છે કે–
सन्मार्गे तावदास्ते प्रभवति, पुरुषस्तावदेवेन्द्रियाणाम, लज्जा तावद्विधत्ते, विनयमपि समालम्बते तावदेव । भ्रू चापाक्षेपमुक्तः श्रवणपथजुषो नीलपक्ष्माणा एते, यावल्लीलावतीनां न हृदि धृतिमुषो दृष्टिबाणाः पतन्ति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org