________________
અધ્યયન—૩/ઉદ્દેશક-૩
વૃત્તિકાર વ્યક્ત કરે છે. જો સાધુ પોતે સમાધિયુક્ત થઈને સેવા ન કરે તો ભવિષ્યમાં કદાચિત્ સેવા કરનાર સ્વયં અસ્વસ્થ અથવા અશક્ત થઈ જાય ત્યારે તેની સેવા કરવામાં બીજા સાધુઓ પણ વેઠ ઉતારશે. ત્યારે તે સાધુના મનમાં અસમાધિભાવ ઉત્પન્ન થશે. તેથી પોતાને અને રોગી સાધુને જે રીતે સમાધિ ઉત્પન્ન થાય તે રીતે આહારાદિ લાવી આપવા અને તેની સેવા કરવી તે સ્વસ્થ સાધુનો મુખ્ય ધર્મ છે. સાધક જીવનની પ્રત્યેક પ્રવૃતિ સમાધિજનક અને સમાધિ પોષક હોય તો જ તેમાં તેની સાધુતા છે.
ટંબા વ પથ્વયં :- વૃત્તિકારના કથન અનુસાર–પહાડમાં રહેનારી મ્લેચ્છોની એક જાતિ વિશેષ ટંકણ કહેવાય છે. સૂત્રકૃતાંગ અંગ્રેજી અનુવાદના ટિપ્પણમાં ટંકણ જાતિને મધ્યપ્રદેશના ઈશાન ખૂણામાં રહેનારી પર્વતીય જાતિ બતાવી છે. જેવી રીતે દુર્જોય ટંકણ જાતિના ભીલ જ્યારે પરાસ્ત થાય છે ત્યારે પર્વતનો જ આશરો લે છે, તેવી જ રીતે વિવાદમાં પરાસ્ત લોકો બીજો કોઈ ઉપાય ન દેખાય ત્યારે આક્રોશ વચનનો જ સહારો લે છે.
ઉપસર્ગ વિજયનો નિર્દેશ :
संखाय पेसलं धम्मं, दिट्ठिमं परिणिव्वुडे ।
२१
उवसग्गे णियामित्ता, आमोक्खाए परिव्वज्जासि ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :-લિટ્ટિમં = પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા, પરિધિવ્વુડે - રાગદ્વેષ રહિત, શાંતમુનિ, ળિયામિત્તા = વશમાં કરીને, જીતીને.
૧૭૭
ભાવાર્થ :- સમ્યક્ દૃષ્ટિસંપન્ન, પ્રશાંત મુનિ આ સર્વજ્ઞ પ્રણીત શ્રુતચારિત્રરૂપ ઉત્તમધર્મને જાણીને, ઉપસર્ગો પર નિયંત્રણ કરી મોક્ષપ્રાપ્તિ સુધી સંયમમાં પરાક્રમ કરે.
વિવેચન :
મોક્ષપ્રાપ્તિ પર્યંત ઉપસર્ગ વિજય કરે :– ઉદ્દેશકની અંતિમ ગાથામાં ઉપસર્ગ વિજયના સંદર્ભમાં ત્રણ તથ્યોને અભિવ્યક્ત કર્યાં છે. (૧) ઉત્તમ ધર્મને જાણીને (૨) દૃષ્ટિમાન તેમજ ઉપશાંત મુનિ (૩) મોક્ષપ્રાપ્ત થાય ત્યાં સુધી સંયમ અનુષ્ઠાનમાં ઉધમ કરે.
॥ અધ્યયન ૩/૩ સંપૂર્ણ ॥
ચોથો ઉદ્દેશક
સંયમભ્રષ્ટ કરનારા ઉપસર્ગ :
Jain Education International
आहंसु महापुरिसा, पुव्विं तत्त तवोधणा । उदएण सिद्धिमावण्णा, तत्थ मंदे विसीयइ ॥
For Private Personal Use Only
GOGOGOG
www.jainelibrary.org