________________
૧૭૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વ્યર્થવિવાદ અથવા ઝગડા કરવાને બદલે વસ્તુતત્ત્વની દષ્ટિએ; જિનેન્દ્રના અભિપ્રાય અનુસાર પરમાર્થ પ્રરૂપણા દ્વારા ઘણા જ મધુર શબ્દોમાં નમ્રતાપૂર્વક સાચી અને સ્પષ્ટ વાતો સમજાવી દે; તેઓને હિતકારી અને વાસ્તવિક વાતોની શિખામણ આપે. અમિથ વર્ડ વિરું :- જે સાધુ રોગી સાધુને આહાર લાવીને આપે છે, તે ગૃહસ્થ જેવા છે. તેવું આપનું કથન વિચાર્યા વિનાનું છે તથા તમારું તે આચરણ કે વ્યવહાર વિવેક-વિચાર શુન્ય છે કે બીમાર સાધુની સેવા સ્વયં ન કરતાં ગૃહસ્થ પાસે કરાવો છો. રિસ ના વ... તુ બgi :- સાધુને ગૃહસ્થ લાવી દીધેલો આહાર કરવો શ્રેયસ્કર છે, પરંતુ સાધુ દ્વારા લાવેલો નહી. તમારી આ વાત પણ વાંસના અગ્રભાગની જેમ મૂલ્યહીન છે. આ કથન પ્રમાણ સંગત, તર્કસંગત કે હેતુ યુક્ત નથી. વીતરાગ મહર્ષિઓની પ્રાચીન પરંપરાથી પણ સંગત નથી. ગૃહસ્થો દ્વારા બનાવીને લાવેલા આહારમાં છકાય જીવોની હિંસા સ્પષ્ટ છે, તે આહાર આધાકર્મ, ઔદેશિક આદિ દોષોથી યુક્ત હોવાથી અશુદ્ધ હોય છે. સાધુઓ વડે અનેક ઘરોમાંથી ગવેષણા કરીને લાવેલો ભક્ત-શિષ્ટ ગૃહસ્થોએ જમી લીધા પછી બચેલો) આહાર ઉગમ આદિ દોષોથી રહિત, આરંભ સમારંભ રહિત હોવાથી સાધુ માટે તે અમૃત ભોજન તુલ્ય છે. ધમ્મ પૂUUાવ ના સા...પુષ્પાલિ ઋણિયે :- આક્ષેપ કર્તાનું કથન છે કે ગૃહસ્થ સાધુને દાન આપવું જોઈએ. દાનધર્મ તે ગૃહસ્થની શુદ્ધિ કરે છે, સાધુની નહીં. તેથી સાધુએ રોગી સાધુ માટે આહાર વગેરે લાવવું ન જોઈએ. પરંતુ પૂર્વકાલીન સર્વજ્ઞોની ધર્મદેશના એવી ન હતી.આક્ષેપકર્તા પોતાની મિથ્યા દષ્ટિના કારણે સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ કથનનો વિપરીત અર્થ કરે છે. સર્વજ્ઞપુરુષ આવી તુચ્છ અથવા વિપરીત વાતની પ્રરૂપણા કરતા નથી. તેથી બીમાર સાધુની વૈયાવચ્ચ સાધુએ કરવી ન જોઈએ ઈત્યાદિ આક્ષેપકોનો આક્ષેપ શાસ્ત્ર વિરુદ્ધ તેમજ અયથાર્થ છે.
વસ્તુ સ્થિતિ એ છે કે તે આક્ષેપક બીમાર સાધુની વૈયાવચ્ચ કરવા માટે ગૃહસ્થને પ્રેરણા આપે છે, તથા આ કાર્યનું અનુમોદન કરીને રોગી સાધુનો ઉપકાર કરવાનું સ્વીકાર પણ કરે છે. તેથી તે એક બાજુ રોગી સાધુ પ્રત્યે ઉપકાર પણ કરે છે, બીજી બાજુ આ ઉપકારનો વિરોધ પણ કરે છે. આ વરતો વ્યાયાઃ " (સ્વવચન બાધિત) છે. રોગી સાધુની સેવા કરવી, સાધુનો ધર્મ:- પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનું નિવારણ કર્યા બાદ સ્વપક્ષની સ્થાપનાના રૂપમાં સ્વસ્થ સાધુ દ્વારા ગ્લાન(બીમાર, વૃદ્ધ, અશક્ત આદિ) સાધુની સેવાને અનિવાર્ય ધર્મ બતાવતા શાસ્ત્રકાર કહે છે કેગ્લાન સાધુની સેવા કરનાર સાધુઓ માટે બે વિશેષણો આપ્યા છે. (૧) (૨) સાહિ! ગ્લાનિ રહિત (કંટાળો લાવ્યા વિના) તેમજ સમાહિત-સમાધિયુક્ત–પ્રસન્નચિત્ત થઈને. આ બે ગુણસંપન્ન સાધક રોગી સાધુની સેવા કરે તો ધર્મ થાય અને સંવરનિર્જરાનું કારણ બને. કદાચ પુણ્યબંધ થાય તો તે શુભગતિનું કારણ બને.
ગ્લાનિ રહિત તેમજ સમાધિયુક્ત થઈને સેવા કરવાના વિધાનની પાછળ એક બીજો આશય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org