________________
| અધ્યયન-૩/ઉદ્દેશક-૩
૧૭૫ ]
પૂર્વગાથાઓમાં પ્રતિવાદી દ્વારા સુવિહિત સાધુઓ પર પરોક્ષ તેમજ પ્રત્યક્ષરૂપે થતાં ખોટા આક્ષેપોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એ પણ કહેવાઈ ગયું છે કે પ્રતિપક્ષીના આક્ષેપોનો પ્રત્યુત્તર (પ્રતિવાદ) મોક્ષ વિશારદ આદિ સાત ગુણોથી યુક્ત સાધુ યથાયોગ્ય અવસર જોઈને કરી શકે છે. આક્ષેપ કર્તાના આક્ષેપોનો ઉત્તર આપવા શાસ્ત્રકારે મુદાઓ રજૂ કર્યા છે તે મુખ્ય મુદાઓ આ પ્રમાણે છેકુપવાં વેવ સેવા - વૃત્તિકારે સુપરહ ની વ્યાખ્યા ચાર પ્રકારે કરી છે. (૧) દુષ્પક્ષ = તમે ખોટા, અસતુ પક્ષનો આશ્રય લીધો છે (૨) દ્વિપક્ષ = રાગ અને દ્વેષ રૂ૫ બે પક્ષોનું સેવન કરો છો. કારણ કે તમે તમારા દોષયુક્ત પક્ષનું સમર્થન કરો છો તેથી તમને તમારા પક્ષમાં રાગ છે અને અમારા સિદ્ધાંત દોષરહિત છે તેને દૂષિત બતાવો છો, તેથી તેના પર તમને દ્વેષ છે (૩) તમે ગૃહસ્થ અને સાધુ એમ બે પક્ષનું સેવન કરો છો. સચિત્ત બીજ, કાચું પાણી અને ઔદેશિક આહાર આદિનું સેવન કરવાને કારણે ગૃહસ્થ છો અને સાધુનો વેષ પહેરવાને કારણે સાધુ છો. (૪) પોતે અસત્ અનુષ્ઠાન કરો છો અને અનુષ્ઠાન કરનારા બીજાઓની નિંદા કરો છો. આમ તમે સ્વપ્રશંસા–પરનિંદા રૂપ બે પક્ષને સેવનાર છો.
તાત્પર્ય એ છે કે, આપે જે સાધુવર્ગપર સરોગસ્થ અને પરસ્પર આસક્ત હોવાનો આક્ષેપ કર્યો તે ખોટો છે, દુષ્પક્ષ છે, મિથ્યાપૂર્વગ્રહથી યુક્ત છે. નિત્તા જિલ્લામા".... નાદિયા :- આ ગાળામાં આક્ષેપકર્તાઓ પર ત્રણ પ્રત્યાક્ષેપ આપ્યા છે. (૧) તીવ્ર અભિતાપથી લિપ્ત. (૨) સવિવેકથી વિહીન તથા (૩) સમાધિ (શુભ અધ્યવસાય)થી રહિત. આ ત્રણે ય પ્રત્યાક્ષેપ આ રીતે પ્રમાણિત થાય છે. (૧) છકાય જીવોની હિંસા કરીને જે આહાર તેમના નિમિત્તે તૈયાર કરવામાં આવે છે, તેનું સેવન કરવાથી; ખોટી વાતને પણ દઢતાપૂર્વક પૂર્વાગ્રહવશ પકડવાથી; મિથ્યાદષ્ટિના સ્વીકારથી તેમજ સુવિહિત સાધુઓની નિંદા કરવાને કારણે તે લોકો તીવ્રકષાય અથવા તીવ્ર કર્મબંધના અભિતાપથી યુક્ત છે. ભિક્ષાપાત્ર રાખ્યા વિના કોઈ ગૃહસ્થના ઘરમાં ભોજન કરવાને કારણે તથા રોગી સાધુમાટે ગૃહસ્થ પાસે ભોજન બનાવડાવીને મંગાવવાને કારણે, ઔદેશિક (ઉદ્દિષ્ટ) આદિ દોષયુક્ત આહાર કરવાના કારણે તેઓ સુવિવેકરહિત છે. તેઓ ઉત્તમ સાધુઓ પ્રત્યે દ્વેષ કરે છે, તેમને ખોટી રીતે બદનામ કરે છે, તેથી તેઓ શુભ અધ્યવસાય રહિત છે. Mારૂ વહૂયં સેવં સ્લાવર - આ પ્રત્યાક્ષેપ વાક્યમાં સુસાધુ દ્વારા સામાન્ય નીતિની પ્રેરણા છે. ઘાવને અત્યંત ખજવાળવો સારો નથી, તેનાથી વિકાર ઉત્પન્ન થાય છે. આ ન્યાયથી અમે આપના દોષોને વધારે ઉખેડવા તે સારું માનતા નથી. તેનાથી તો તમારામાં રાગ-દ્વેષની વૃદ્ધિરૂપ દોષ ઉત્પન્ન થવાની સંભાવના છે.
જ ક્ષ ખિયા મને - આક્ષેપકર્તાઓ પ્રત્યે પ્રત્યાક્ષેપ કરતા સુસાધુ કહે છે કે તમે અપનાવેલા સુસાધુઓની નિંદા કરવાનો માર્ગ ભગવાનની નીતિને અનુકૂળ(નૈતિક) નથી. તરેખ અવિકા તે :- જે સાધક હેય-ઉપાદેયનો જ્ઞાતા છે તથા રાગ-દ્વેષ રહિત થઈને સત્યવાત કહેવા માટે કતપ્રતિજ્ઞ છે, તે ગોશાલક મતાનુસારી આજીવક આદિ સાધુ સાથે તૂ-તૂ, હું-હું, વાક્કલહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org