________________
[ ૧૭૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
अक्कोस-हणण-मारण, धम्मभंसाण बाल सुलभाणं ।
लाभं मण्णह धीरो, जहुत्तराणं अभावम्मि ॥ અર્થાત્ ગાળદેવી, રોષ કરવો, મારપીટ અથવા પ્રહાર કરવો કે ધર્મભ્રષ્ટ કરવા, આ બધાં કાર્યો તો એકદમ નાદાન બાળક જેવાં છે. ધૈર્યવાન સાધુપુરુષ આવા લોકોની વાતોમાં મૌન રહેવું તે જ લાભદાયી સમજે છે.
આ દષ્ટિએ શાસ્ત્રકારે પ્રતિવાદકર્તા સાધુનો સમયજ્ઞ' એવો ગુણ પ્રદર્શિત કર્યો છે. આક્ષેપક જો હિંસા પર ઊતરી જાય તો સાધુ સમય ઓળખી તેની સાથે પ્રતિહિંસાથી બદલો ન વાળતા શાંત તેમજ મૌન થઈ જાય.
() અત્તરનાહિw - પ્રતિવાદ કર્તા સાધુમાં આત્મસમાધિમાં દઢ રહેવાનો ગુણ હોવો જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય, તે પોતાની આત્મસમાધિ-માનસિક શાંતિ, પ્રસન્નતા અથવા ચિત્તની સ્વસ્થતા ન ગુમાવે. આશય એ છે કે તે આક્ષેપકોની સાથે વિવાદ કરતી વખતે વિક્ષુબ્ધ ન થતાં આત્મસમાધાનમાં દઢ રહે. જે પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત આદિથી પોતાના પક્ષની સિદ્ધિ થતી હોય, તેનું પ્રતિપાદન કરે.
(૬) દિપપ્રમુખ :- પ્રવિવાદકર્તા સાધુ "બહુગુણ પ્રકલ્પ" હોવા જોઈએ. જે વિવાદથી પ્રતિપક્ષીના હૃદયમાં સ્નેહ, સદ્ભાવના, આત્મીયતા, ધર્મ પ્રત્યે આકર્ષણ, સાધુસંસ્થા પ્રત્યે શ્રદ્ધા, વીતરાગદેવો પ્રત્યે બહુમાન આદિ અનેક ગુણો જાગૃત થાય તેને "બહુગુણ પ્રકલ્પ" કહે છે. વૃત્તિકારની દષ્ટિએ બહુગુણપ્રકલ્પનો અર્થ આ પ્રમાણે છે. (૧) જે વાતોથી સ્વપક્ષ સિદ્ધિ અને પરપક્ષના દોષોની અભિવ્યક્તિ થાય, અથવા (૨) જે અનુષ્ઠાનોથી માધ્યસ્થભાવ આદિ પ્રગટ થાય, એવો પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આદિનો વચન પ્રયોગ કરે.
બહુગુણપ્રકલ્પ, પ્રશાંત એવા પ્રતિવાદક સાધુ વિવાદ કરતા હોય અને ખબર પડે કે પ્રતિપક્ષી વિવાદમાં પરાજિત થઈ રહ્યો છે; તેના આત્મીયતા, મૈત્રી, સ્નેહ, સદ્ભાવના, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા આદિ ગુણો વધવાને બદલે રોષ, દ્વેષ, ઈર્ષા, ધૃણા, પ્રતિક્રિયા, અશ્રદ્ધા આદિ દોષો વધી રહ્યા છે; તો સાધુ વાદને ત્યાંજ અટકાવી દે. પ્રતિપક્ષીને કાયર, અશ્રદ્ધાળુ કહી હેરાન કરવાથી તથા તેને વારંવાર ચીડવવાથી ઉપર્યુક્ત આત્મીયતા વગેરે બહુગુણ નષ્ટ થઈ જવાની સંભાવના છે.
(૭) મેળsvખે વિજ્ઞા , તે સં સં સમારે :- પ્રતિવાદકર્તામાં આ વિચક્ષણતાનો ખાસ ગુણ હોવો જોઈએ કે તે પ્રતિપક્ષી પ્રત્યે એવું વચન ન બોલે, કે ન એવો વ્યવહાર કરે, કે ન એવું આચરણ કરે જેનાથી તે વિરોધી, વિદ્વેષી અથવા પ્રતિક્રિયાવાદી બની જાય.
આ ગુણોથી યુક્ત સાધક જ આક્ષેપકર્તાઓના આક્ષેપરૂપ ઉપસર્ગ પર યથાર્થરૂપે વિજય મેળવી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org