________________
૧૬૪ ]
શ્રી સવગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
નિર્વાહનું સાધન માની લે છે. ભાવાર્થ :- આ રીતે કેટલાક શ્રમણ પોતાને જીવનપર્યત સંયમપાલન કરવામાં દુર્બળ(અસમર્થ) જાણીને તથા ભવિષ્યકાલીન ભય જોઈને વ્યાકરણ, જ્યોતિષ, વૈદક આદિ શાસ્ત્ર મારા જીવન નિર્વાહનું સાધન બનશે, તેમ માની તેનો અભ્યાસ કરે છે.
को जाणइ विओवायं, इत्थीओ उदगाओ वा ।
चोइज्जता पवक्खामो, ण णे अत्थि पकप्पियं ॥ શબ્દાર્થ :- ફર્થી = સ્ત્રી વડે, ૩ો ના = અથવા કાચા પાણીથી, વિવાર્થ = મારો સંયમ ભ્રષ્ટ થઈ જશે, તો બાપા = એ કોણ જાણે છે? ને = મારી પાસે, પણ = પહેલાનું ઉપાર્જિત દ્રવ્ય પણ, જ અસ્થિ = નથી, તેથી, વોડ્રન્નતા = કોઈના પૂછવા પર અમે, હસ્તિશિક્ષા અને ધનુર્વેદ આદિને, પવનો = બતાવીશું.
ભાવાર્થ :- (કોણ જાણે છે)કદાચ સ્ત્રીસેવનથી અથવા (સ્નાનાદિને માટે) સચેતપાણીના ઉપયોગથી સંયમથી મારું પતન થઈ જાય અથવા કોઈ ઉપસર્ગથી પરાજિત થઈ જવાય તો મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય નથી. તેથી કોઈ પૂછશે તો અમે હસ્તિશિક્ષા, ધનુર્વિદ્યા આદિ વિદ્યાઓ દ્વારા જીવન નિર્વાહ કરીશુ. તેમ વિચારી રાખે છે.
इच्चेवं पडिलेहंति, वलयाइ पडिलेहिणो। वितिगिच्छ समावण्णा, पंथाणं व अकोविया ॥
શબ્દાર્થ :-વિશિષ્ઠ સમાવUM = આ સંયમનું પાલન હું કરી શકીશ કે નહિ આ પ્રમાણે સંશય કરનારા, પથાળ વ સોવિય = માને નહીં જાણનારા, વનયા ડિળિો = ખાડા આદિન અન્વેષણ (શોધ) કરનારા પુરુષોની જેમ, રેવં પડવંતિ = આ પ્રમાણેનો વિચાર કરે છે.
ભાવાર્થ :- હું આ સંયમનું પાલન કરી શકીશ કે નહી આ પ્રકારના સંશય-વિચિકિત્સાને પ્રાપ્ત, મોક્ષમાર્ગમાં અનિપુણ, અલ્પપરાક્રમી સાધક કાયર યોદ્ધાની જેમ સંયમ ઘાતક રસ્તાઓ પહેલેથી જ શોધે છે.
વિવેચન :
આ પાંચ ગાથાઓમાં સંયમપાલનમાં અલ્પસત્ત્વવાળા કાયર સાધકના ભય, કુશંકા અને અસ્વસ્થ ચિંતનનું નિરૂપણ કાયર યોદ્ધાની સાથે તુલના કરી કરવામાં આવ્યું છે. ન સં -સુયં :- જ્યારે રણભેરી વાગે છે, યુદ્ધનો પ્રારંભ થાય છે, ત્યારે યુદ્ધવિદ્યામાં અકુશળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org