________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૩,
- ૧૬૫ |
નિર્બળમનવાળા કાયર યોદ્ધા વિચારે છે કે (૧) ખબર નહીં આ યુદ્ધમાં કોની હાર અથવા કોની જીત થશે? (૨) યુદ્ધક્ષેત્રમાં શત્રુપક્ષના મોટામોટા યોદ્ધાઓ ઉપસ્થિત છે, કમભાગ્યે જો મારી હાર થઈ જશે તો પછી પ્રાણ બચાવવા મુશ્કેલ થશે, તેથી પહેલેથીજ ભાગીને છુપાઈ જવાનું સ્થાન શોધી રાખું (૩) તે સ્થાન એટલું ઊંડુ તથા વેલો અને ઝાડીઓથી કમ્મર સુધી ઢંકાઈ જઈએ તેવું હોય તો શત્રુ મને શોધી ન શકે (૪) ખબર નથી કે યુદ્ધ કેટલો લાંબો સમય ચાલે? (૫) લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યા બાદ પણ વિજય અથવા પરાજયની ઘડી તો આવવાની જ છે અને કમભાગ્યે તે ઘડી પરાજયની હશે તો ત્યારે ક્યાં જઈશ ? તેથી પહેલેથી જ ગુપ્ત સ્થાન શોધી રાખવું તે જ શ્રેષ્ઠ છે. જે નાણ... વિયા :- સંયમ પાલનમાં ઉપસ્થિત થનારા, પરીષહ-ઉપસર્ગરૂપ શત્રુઓ સાથે જીવનના અંત સુધી ઝઝૂમવું અને તેના પર વિજય મેળવવો તે સંશય યુક્ત, મનોદુર્બલ તેમજ કાયર સાધકો માટે અત્યંત કઠિન હોય છે. આવા સાધક પરીષહ અને ઉપસર્ગ આવ્યા ન હોય તો પણ મનથી તેની કલ્પના કરીને પોતાને ભારે વિપત્તિમાં ફસાયેલ માની લે છે. તે સંયમને ભારરૂપ સમજે છે અને કાયર યોદ્ધાની જેમ તે ઉપસર્ગાદિથી પરાજિત થવાય તો જીવન નિર્વાહ માટેના સંયમધાતક ઉપાયો વિચારી રાખે છે. તેમના અસ્વસ્થ ચિંતનના આ પાસાઓ છે– (૧) અહીં સંયમમાં તો લૂખો-સૂકો અને ઠંડો, ભોજનનો સમય વીતી જાય પછી નીરસ આહાર પ્રાપ્ત થાય છે. જમીન પર સૂવું, લોચ કરવો, સ્નાન ન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું ઈત્યાદિ સંયમનું આચરણ કઠોર અને કઠિન છે, આવું કઠોર સંયમ પાલન માત્ર એક બે દિવસ અથવા વર્ષ સુધી જ નહીં, પરંતુ જીવનપર્યત કરવાનું છે. આ મારા જેવી સુકોમળ, સુકુમાર અને સુખસાહ્યબીથી ઊછરેલી વ્યક્તિ માટે સંયમ પાલન શક્ય નથી, હાય ! હું તો આ બંધનમાં ફસાઈ ગયો !
(૨) જિંદગીપર્યંત ચારિત્રપાલનમાં હવે હું અસમર્થ છું. તેથી સંયમત્યાગ કરવો એ જ મારા માટે યોગ્ય છે, પરંતુ સંયમનો ત્યાગ કરવાથી સૌપ્રથમ મારી સમક્ષ આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થશે, આજીવિકાનું (કંઈ ને કંઈ સાધન નહીં હોય તો હું સુખપૂર્વક જીવી કેમ શકીશ? (૩) આ આપત્તિથી બચવા માટે તથા સુખપૂર્વક જીવનનિર્વાહ કરવા માટે હું મારી શીખેલી ગણિત, જ્યોતિષ, વૈદ્યક, વ્યાકરણ અને હોરાશાસ્ત્ર આદિ વિદ્યાઓનો ઉપયોગ કરીશ (૪) એ કોણ જાણે છે કે મારું સંયમથી પતન સ્ત્રીસેવનથી કે સચિત્ત પાણીના ઉપયોગથી અથવા કોઈ ઉપસર્ગથી થશે ! (૫) કદાચ હું સંયમથી ભ્રષ્ટ થઈ જાઉં તો પછી હું ન ઘરનો રહું કે ન ઘાટનો ! મારી પાસે પહેલાંનું કમાયેલું કાંઈ ધન પણ નથી, મારી સામે તો મોટી સમસ્યા ઊભી થશે (૬) જો કદાચ સંયમ જીવનથી પતિત થઈશ તો હસ્તિવિદ્યા, ધનુર્વેદ આદિ વિદ્યાઓ છે, તેનો હું ઉપયોગ કરીશ.
- આ રીતે અલ્પસન્દ સાધકની મનઃસ્થિતિ ડામાડોળ થઈ જાય છે, તેમજ સ્વયં સંશયશીલ બની જાય છે. તે સાધક દો તો છg જેવી સ્થિતિમાં રહે છે. પરિણામે તે પોતાની તામસી તેમજ રાજસી બુદ્ધિથી, અજ્ઞાન તેમજ મોહથી સંયમ વિરુદ્ધ ચિંતન અને તદનુરૂપ કુકૃત્ય કરે છે. છતાં પણ તે દુર્ભાગીના મનોરથ સિદ્ધ થતા નથી. આ બધા આધ્યાત્મિક વિષાદના રૂપમાં સ્વસંવેદનરૂપ ઉપસર્ગના નમૂનાઓ છે, જેનાથી કાયરસાધક પરાજિત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org