________________
૧૫૬
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
१४
=
શબ્દાર્થ:- અદ = ત્યારપછી, આવા – આવર્ત− ચક્કર, મંત્તિ - છે, અર્થ = જેના આવવાથી, બુદ્ધા = જ્ઞાની પુરુષ, અવસતિ - તેમનાથી અલગ હટી જાય છે, અનુત્ત = પરંતુ અજ્ઞાની પુરુષ, નહિં = જેમાં, સીયંતિ = આસક્ત થાય છે, ફસાઈ જાય છે.
=
अहिमे संति आवट्टा, कासवेण पवेइया । बुद्धा जत्थावसप्पंति, सीयंति अबुहा जहिं ॥
ભાવાર્થ :- ત્યારબાદ કાશ્યપગોત્રીય ભગવાન મહાવીરે બતાવ્યું છે કે આ સ્વજનોનો સંગ, સ્નેહ સંબંધ આવર્ત છે. તે ઉપસર્ગ આવે ત્યારે પ્રબુદ્ધ પુરુષ તેનાથી દૂર રહે છે, જ્યારે અજ્ઞાની પુરુષ તેમાં ફસાઈને દુઃખ પામે છે.
વિવેચન :
આ તેર ગાથાઓમાં સ્વજનસંગ રૂપ અનુકૂળ ઉપસર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્ઞાતિજનો વડે આસક્તિમય વચનોથી સાધકને ફોસલાવવાના મુખ્ય સાત પ્રકારોનું અહીં વર્ણન છે. (૧) સંબંધી જનો રોઈ રોઈને પોતાના ભરણ પોષણ માટે કહે, (૨) વૃદ્ઘ પિતા, નાની બહેન તથા સહોદર ભાઈઓને ન છોડવાનો અનુરોધ કરે, (૩) માતા પિતાનું ભરણ પોષણ કરવા રૂપે લૌકિક આચારનું આચરણ કરવા કહે, (૪) નાનાં નાનાં દૂધ પીતાં બાળકો અને નવયૌવના પત્નીને સંભાળવાનો આગ્રહ કરે, (પ) તેનું કાર્ય કરી આપવાનું વચન આપતા ઘરે આવવાનો આગ્રહ કરે, (૬) ઘરે જવાથી અસંયમી ન બની જવાય તેમ કહી, સ્વેચ્છાપૂર્વક કામ કરવામાં કોઈ રોકશે નહીં તેમ કહે, (૭) તારું બધુ દેતું અમે બરાબર વિભાગ કરી ચૂકવી દીધું છે, તથા તને હવે ઘરબાર ચલાવવા તેમજ ધંધા માટે અમે સોનું આદિ (મૂડી) પણ આપીશું તેમ કહી સાધુને ભરમાવે.
-
આ પ્રકારના અનુકૂળ ઉપસર્ગનો ચાર પ્રકારનો પ્રભાવ ઃ– (૧) સ્વજનોના કરુણા જનક વાર્તાલાપથી તેઓના સ્નેહ સંબંધોમાં બંધાયેલો સાધક ઘર તરફ ચાલી નીકળે છે (૨) વેલ વડે વૃષ્ણ બંધાવાની જેમ સ્વજનો અલ્પ સત્ત્વવાન સાધકને બાંધી લે છે (૩) નવા પકડેલા હાથીની જેમ તેઓ તેની પાછળ પાછળ ચાલે છે, તેઓ તેને પોતાનાથી દૂર જવા દેતા નથી (૪) સમુદ્રની જેમ ગંભીર તેમજ દુસ્તર આ સ્વજન સંબંધોમાં આસક્ત થઈને કાયર સાધક કષ્ટ પામે છે.
Jain Education International
--
આ ઉપસર્ગોના સમયે સાધકનું કર્તવ્ય ઃ– (૧) આ ઉપસર્ગોને સારી રીતે જાણીને છોડી દે (૨) બધા સંબંધોરૂપ ઉપસર્ગ મહા આશ્રવરૂપ છે, તેમ જાણે (૩) શ્રેષ્ઠતમ નિર્રાન્ચ ધર્મનું શ્રવણ-મનન કરે (૪) અસંયમી જીવનની આકાંક્ષા (ઈચ્છા) ન કરે (૫) ભગવાન મહાવીરે તેને ભ્રમજાળ કહી છે. અજ્ઞાની સાધક તેમાં ફસાઈને દુઃખી થાય છે, જ્યારે જ્ઞાનીજન તે વમળથી દૂર રહે છે.
સ્વજન સંગરૂપ ઉપસર્ગના મુખ્ય સાતરૂપ :
(૧) રોયંતિ પરિવરિયા :- સાધુ ધર્મમાં દીક્ષિત થતાં કે દીક્ષિત થયેલા જોઈને સ્વજનો જોર જોરથી
For Private & Personal Use Only
www.jainelibrary.org