________________
અધ્યયનઉદ્દેશક-૨
રોવા લાગે છે, આંસુ વહાવે છે, સ્વજનોની આંખોમાં આંસુ જોઈને સાધકનું મન પીગળી જાય છે. જયારે તે તેમનાં મોહગર્ભિત વચનોને સાંભળવાને માટે તૈયાર થાય છે, ત્યારે તેઓ કહે છે, હે પુત્ર ! અમે બાળપણથી તારું પાલનપોષણ કર્યું છે. વૃદ્ધાવસ્થામાં તું અમારું ભરણપોષણ કરીશ તેવી આશા રાખી હતી પરંતુ તું તો અમને અધવચ્ચે જ તરછોડીને જઈ રહ્યો છો. તેથી ચાલ ! અમારું ભરણ પોષણ કર ! તારા વિના અમારું પોષણ કોણ કરશે ? અમને અસહાય(નિરાધાર) છોડીને શા માટે જઈ રહ્યો છે ?
(૨) વિંદ ગહાસિ | :- પુત્ર ! જો તો ખરો ! તારા પિતા ઘણા વૃદ્ધ છે, તેને તારી સેવાની આવશ્યકતા છે ! આ તારી બહેન હજુ એકદમ નાની છે, આ તારા સહોદર (ભાઈ) છે. તેની સામે પણ જુઓ ! આ બધાંને છોડીને શા માટે જઈ રહ્યો છે ? ઘરે ચાલ !
૧૫૭
(૩) સ્રોનો વિક્સફ ડ્વ છુ તોડ્ટ :- બેટા! મા બાપનું ભરણપોષણ કર ! તેનાથી આ લોક અને પરલોક સુધરશે. લૌકિક આચાર શાસ્ત્રમાં આ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પુત્ર પોતાની જન્મદાત્રી માતાનું તથા ગુરુજનોનું અવશ્ય પાલન કરે છે અને ત્યારે જ તે માતા પિતાના ઉપકારોમાંથી કિંચિત્ ઋણ મુક્ત થાય છે.
(૪) સત્તામહનાવા :- હજુ તારા એક પછી એક જન્મેલાં, નમણાં–નાજુક, મધુરભાષી–દૂધ પીતાં બાળકો છે, તારી પત્ની હજુ નવયૌવના છે, તું તેને છોડીને જઈશ તો તે કોઈ બીજા પુરુષ સાથે ચાલી જશે; તો તે ઉન્માર્ગગામિણી તેમજ સ્વચ્છંદાચારિણી બની જશે. તેથી લોકમાં ધર્મની નિંદા થશે. આ બધી વાતો પર વિચાર કરીને તારાં સ્ત્રી—સંતાનોની સામે જોઈને પણ તું ઘરે ચાલ !
(૫) તેં મ્નેસહા વયં :- અમે માનીએ છીએ કે ઘરના કામધંધાથી કંટાળીને તેં ઘર છોડ્યું છે પરંતુ અમે હવે નિશ્ચય કરી લીધો છે કે અમે તને કોઈ કામ માટે કહીશું નહીં, તારા કામમાં મદદ કરીશું, તારા હિસ્સા(ભાગ)ના કાર્યો પણ અમે કરી લેશું. તેથી તું ઘરે ચાલ ! તું કંઈ પણ કામ ન કરતો.
ન
(૬) તેળ અસમનો સિયા :- પ્રિયપુત્ર ! તું એકવાર ઘરે આવીને તારાં સ્વજનોને મળીને, તેમને જોઈને ફરી પાછો આવી જજે. ઘરે આવવા માત્રથી તું કાંઈ અસાધુ (ગૃહસ્થ) નહીં બની જા ! જો તને ઘરમાં રહેવું પસંદ ન હોય તો ફરીથી અહીં આવી જજે. જો તારી ઘરકામ કરવાની ઈચ્છા ન હોય તો તને તારી મરજી પ્રમાણે કામ કરવામાં કોણ રોકે છે ? અથવા તારી ઈચ્છા કામભોગોથી નિવૃત્ત થઈને વૃદ્ધાવસ્થામાં ફરી સંયમની આરાધના કરવાની હોય તો કોણ રોકે છે ? સંયમનું આચરણ કરવાનો યોગ્ય સમય આવશે ત્યારે તને કોઈ રોકશે નહીં. તેથી અમારો આગ્રહપૂર્વકનો અનુરોધ માનીને એકવાર ઘરે ચાલ !
(૭) ન વિધિ અપન...વયં :- બેટા ! તારા પર જે મોટું દેણું હતું, તેને અમે લોકોએ પરસ્પર સરખા ભાગે વહેંચી લીધું છે, તેમજ ચૂકવી દીધું છે અથવા ઋણ ચૂકવવાના ભયથી તે ઘરબાર છોડયાં હતાં, તેને અમે લોકોએ સરળતાથી ચૂકવવાની વ્યવસ્થા કરી લીધી છે. તેમજ ઘરનો વ્યવહાર ચલાવવા માટે અમે તને સોનું–ચાંદી આદિ દ્રવ્ય આપીશું. જે ગરીબીથી ગભરાઈને તે ઘર છોડયું હતું, હવે તે ભયને મનમાંથી કાઢી નાખ ! અને ઘરે ચાલ ! હવે ઘરે રહેવામાં તને કોઈ પણ જાતની તકલીફ રહી નથી. સ્વજનો દ્વારા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org