________________
૧૪૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
પુદ્દો ય....મર લિયા :- સાધુ પ્રાયઃ વિવિધ પ્રાન્તો–પ્રદેશોમાં વિચરણ કરે છે. આ વિચરણ દરમ્યાન ઘણા સ્થળોએ ડાંસ–મચ્છરોનો ત્રાસ સહેવો પડે છે. તે મચ્છરો સાધુના શરીર પર તૂટી પડે છે, સાથે ઘાસની પથારીનો કર્કશ સ્પર્શ ખેંચે છે, તે સમયે કોઈ સાધુ અકળાઈ ઊઠે છે. તે વિચારે છે કે હું આ બધુ કષ્ટ શા માટે સહન કરી રહ્યો છુ? નિરર્થક મારી જાતને કષ્ટમાં શા માટે નાખું? કષ્ટ સહન કરવાનું તો ત્યારે સાર્થક થાય, જો પરલોક હોય, પરલોકના સુખ પ્રાપ્ત થવાના હોય. મેં પરલોક જોયો નથી અને પરલોકથી આવીને કોઈએ મને ત્યાંની વાતો કરી નથી. જો પ્રત્યક્ષ પરલોક જોયા વિના તેનું અનુમાન કરવું તે પણ સંભવિત નથી. હું જે આ નિરર્થક કષ્ટ સહન કરું છું તેનું પરિણામ માત્ર કષ્ટ સહન કરીને મરી જવા સિવાય બીજું શું હોઈ શકે?
આ પ્રકારે દૃશ્ચિંતન કરનાર સાધક પરીષહ-ઉપસર્ગ વિજેતા બની શકતા નથી માટે સાધકે આ પ્રકારના ચિંતનમાં ન પડતાં પરીષહ સહન કરવા જોઈએ. કેશલોચ અને બ્રહ્મચર્યરૂપ ઉપસર્ગ -
संतत्ता केसलोएणं, बंभचेरपराजिया ।
तत्थ मंदा विसीयंति, मच्छा विट्ठा व केयणे ॥ શબ્દાર્થ :- સોળ = કેશલુંચન(લોચ) થી, સંતરા = પીડિત, વંભરીફા = અને બ્રહ્મચર્યથી પરાજિત, મલા = મૂર્ખજીવ, વોચ = જાળમાં, વિઠ્ઠ (વિદ્વા) = ફસાયેલી, કાંટાથી વીંધાયેલી, અચ્છા વ= માછલીની જેમ, વિલીયતિ = ક્લેશ (દુઃખ) અનુભવે છે.
ભાવાર્થ :- કેશ-લંચનથી સંતપ્ત અને બ્રહ્મચર્ય પાલનથી પરાજિત મંદ સાધક જેવી રીતે જાળમાં ફસાયેલી માછલીઓ તડફડે છે, તેમ મુનિધર્મમાં કલેશ પામે છે.
વિવેચન :
આ ગાથામાં કેશલોચ અને બ્રહ્મચર્ય પાલન રૂપ ઉપસર્ગોના સમયે નવદીક્ષિત સાધકની મનોદશાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. બન્ને ઉપસર્ગો પર વિજય મેળવવાની પ્રેરણા એ આ ગાથાનું પ્રયોજન છે. સંતા સત્નોM - દીક્ષા લીધા પછી તે મુનિના સર્વપ્રથમ વાળ જ્યારે મૂળમાંથી ઉખેડવામાં આવે છે, ત્યારે દર્દ અને લોહી નીકળવાના કારણે સાધક ગભરાઈ જાય છે, મનોમન સંતપ્ત થાય છે. નંબર પરાજિયા :- ઘણીવાર સાધક કહી દે છે કે "મારા માટે બ્રહ્મચર્ય પાલન કંઈ કઠિન નથી." પરંતુ મનરૂપી સમુદ્રમાં જ્યારે કામ(વાસના)ની ભરતી આવે છે ત્યારે તે હારી જાય છે. મનમાં પૂર્વે ભોગવેલા ભોગો અથવા ગૃહસ્થના જોયેલા ભોગોનું સ્મરણ અને તેનાથી મનમાં ઊઠનારા ભોગેચ્છાના પ્રબળ તરંગોને રોકી શકે નહીં, તે વખતે ઘોર પીડાનો અનુભવ કરે છે. જેમ જાળમાં પડેલી માછલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org