________________
[ ૧૪૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
કરવા લાગ્યો. શ્રીકૃષ્ણ તેમના સો અપરાધ પૂરા થયેલા જાણીને ચક્રથી તેનું માથું ઉડાવી દીધું. પથાકાર...વિછા :- પોતાને શૂરવીર માનનારા અભિમાની કાયર યોદ્ધા ઘાયલ થતા જ દીન બની જાય છે. કેટલાક શૂરાભિમાની પોતાની પ્રશંસાથી ઉત્તેજિત થઈ યુદ્ધના મોરચા પર તો ઉપસ્થિત થઈ જાય છે, પરંતુ જ્યારે કાળજું કંપાવી નાખે તેવું ભીષણ યુદ્ધ થાય છે, ત્યારે તે ગભરાવા લાગે છે. યુદ્ધની ભીષણતા શાસ્ત્રકારે માતાના દષ્ટાંતથી દર્શાવી છે. યુદ્ધ-રણભેરીના અવાજથી ગભરાયેલી માતાને પોતાના ખોળામાંથી પ્યારો પુત્ર પડી જાય તેનું પણ ભાન ન રહે તેવા ભયંકર યુદ્ધમાં જ્યારે પ્રતિપક્ષી સુભટો શસ્ત્ર-અસ્ત્રથી તેને ક્ષત-વિક્ષત કરે છે, ત્યારે તેઓ દીન-હીન થઈને પડી જાય છે, તેનું સાહસ તૂટી જાય છે. પર્વ તેરે વિ.સેવા :- આ રીતે ઉપસર્ગોને સહન કરવામાં કાયર અથવા જેને હજુ ઉપસર્ગો આવ્યા નથી તેવા નવદીક્ષિત સાધક, પોતાને શૂરવીર માને છે, તે પ્રબળ ઉપસર્ગો આવે ત્યારે દીન બની જાય છે. તેથી જ ઉપસર્ગ આવે ત્યારે દ્રઢ રહેવા માટે અને ઉપસર્ગોથી પરાજિત ન થવા માટે સંયમનો સતત અભ્યાસ આવશ્યક છે. જ્યાં સુધી સંયમનું દ્રઢતા પૂર્વક આચરણ ન થાય ત્યાં સુધી સાધકને માટે ઉપસર્ગવિજય અત્યંત કઠિન છે.
दढधम्माणं :- दृढः समर्थो धर्मो-स्वभावः संग्रामाभंगरूपो यस्य सः तथा तं दृढ થfM{ જેનો સ્વભાવ સંગ્રામમાંથી પલાયન ન થવામાં દઢ છે, તે દઢધર્મા તેવો અર્થ વૃત્તિકારે કર્યો છે. ચૂર્ણિમાં ઉદયUM -પાઠાંતર છે. જેનો અર્થ છે—જેનું ધનુષ્ય દેઢ છે.
- સંયમ. રાગ-દ્વેષની ચીકાશ ન હોવાથી સંયમ રૂક્ષ-લૂખો હોય છે. રૂક્ષતાના કારણે જ તે કર્મોને વિશેષ ગ્રહણ કરે નહીં તેથી સંયમને રૂક્ષ કહેલ છે. શીતોષ્ણ પરીષહરૂપ ઉપસર્ગ :
નથી દેમંતન, તીયં કુરુ સવાયાં !
तत्थ मंदा विसीयंति, रज्जहीणा व खत्तिया ॥ શબ્દાર્થ – સવા = વાયરા સહિત, ઝહીળા = રાજ્યભ્રષ્ટ, રિયા = = ક્ષત્રિયની જેમ, વિરયંતિ = વિષાદને અનુભવે છે. ભાવાર્થ :- હેમંત ઋતુમાં જ્યારે વાયરા સહિત ઠંડી સર્વ અંગોને સ્પર્શ કરે છે, ત્યારે મંદ પરાક્રમી સાધક રાજ્ય વિહીન ક્ષત્રિયની જેમ વિષાદનો અનુભવ કરે છે.
पुढे गिम्हाभितावेणं, विमणे सुप्पिवासिए । तत्थ मंदा विसीयंति, मच्छा अप्पोदए जहा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org