________________
અધ્યયન—૩/ઉદ્દેશક-૧
શબ્દાર્થ :- મિવવારિયા અોવિદ્ = ભિક્ષાચરીમાં અનિપુણ, સંયમાચારમાં અનિપુણ, અબુકે = અને પરીષહોનો સ્પર્શ નહીં પામેલા(જેણે પરીષહો સહ્યા નથી), સેહે વિ = નવદીક્ષિત શિષ્ય પણ, નાવ = જ્યાં સુધી તે, જૂઠ્ઠું = સંયમનું, ન સેવય્ – સેવનકરતા નથી.
=
૧૪૧
ભાવાર્થ :- એવી રીતે ભિક્ષાચર્યામાં અનિપુણ તથા પરીષહો અને ઉપસર્ગો હજુ જેના જીવનમાં આવ્યા નથી તેવા નવદીક્ષિત સાધુ(શૈક્ષ)પણ પોતાની જાતને ત્યાં સુધી શૂરવીર માને છે, જ્યાં સુધી તે પરીષહ ઉપસર્ગમય સંયમનુ સેવન—આચરણ કરતા નથી અર્થાત્ જ્યાં સુધી ઉપસર્ગો અને પરીષહોનો સ્પર્શ થયો નથી.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં શાસ્ત્રકારે દષ્ટાંતો દ્વારા ઉપસર્ગ વિજયની મહત્તા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. (૧) ઉપસર્ગપર વિજય પ્રાપ્ત કરવો તે કાયર તેમજ શૂરાભિમાની પુરુષને માટે જેટલો તે સમજે છે, એટલો સહેલો નથી. (૨) કદાચ યુદ્ધના મોરચાપર કોઈ વીરાભિમાની કાયરપુરુષ આગળ વધી પણ જાય, પરંતુ ભીષણ યુદ્ધમાં વિજેતા તેને ઘાયલ કરે ત્યારે તે દીન બની જાય છે. (૩) ગોચરી આદિ સાધુ ચર્ચામાં અનિપુણ તેમજ ઉપસર્ગ આવ્યા નથી તેવા નવદીક્ષિત સાધુ પોતાને શૂરવીર માને છે પણ ઉપસર્ગ આવે ત્યારે જ તેની શૂરવીરતાની કસોટી થાય છે.
ખાવ એવું જ પલ્સર્ :- ઉપસર્ગો પર વિજય મેળવવો તે યુદ્ધ વિજય મેળવવા કરતા વધુ કઠિન છે. ઉપસર્ગો સાથે લડવું તે એક પ્રકારનું ધર્મયુદ્ધ છે. શાસ્ત્રકારે અહીં શૂરવીરતાનું દષ્ટાંત આપ્યું છે. પોતાની જાતને શૂરવીર માનતા યોદ્ધાની સામે પ્રતિયોદ્ધો આવે નહીં ત્યાં સુધી તે પોતાની શૂરવીરતાનો ગર્વ કરે પરંતુ સમર્થ યોદ્ધો સામે આવતા જ તેની ભીરુતા પ્રગટ થઈ જાય છે. શાસ્ત્રકારે તે માટે શિશુપાલનું દષ્ટાંત આપ્યું છે.
શિશુપાલ શ્રીકૃષ્ણના ફૈબાનો દીકરો હતો. એકવાર ફૈબા–માદ્રીએ પરાક્રમી શ્રીકૃષ્ણજીના ચરણોમાં શિશુપાલને નમાવીને પ્રાર્થના કરી– હે શ્રી કૃષ્ણ ! જો આ અપરાધ કરે તો પણ તું ક્ષમા કરી દેજે. શ્રીકૃષ્ણે પણ સો અપરાધ ક્ષમા કરવાનું વચન આપી દીધું. શિશુપાલ જ્યારે યુવાન થયો ત્યારે યૌવનમદથી મત્ત થઈને શ્રીકૃષ્ણને ગાળો દેવા લાગ્યો. દંડ દેવામાં (સજા કરવામાં) સમર્થ હોવા છતાં શ્રીકૃષ્ણજી પ્રતિજ્ઞા બન્ને હોવાથી તેને ક્ષમા કરી દેતા. તેથી શિશુપાલ પોતાને શ્રીકૃષ્ણ કરતાં વધુ શૂરવીર માની અભિમાનથી મત્ત બની ફરવા લાગ્યો. જ્યારે શિશુપાલના સો અપરાધ પૂર્ણ થઈ ગયા, ત્યારે શ્રીકૃષ્ણજીએ તેને ઘણો સમજાવ્યો, પરંતુ તે ન માન્યો.
Jain Education International
એકવાર કોઈ કારણે શિશુપાલે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ છેડયું. જ્યાં સુધી શ્રીકૃષ્ણ સ્વયં યુદ્ધના મેદાનમાં ન આવ્યા, ત્યાંસુધી શિશુપાલ પોતાની વીરતાની બડાઈ મારતો રહ્યો પરંતુ જેવા શસ્ત્ર-અસ્ત્રનો પ્રહાર કરતાં શ્રીકૃષ્ણને પ્રતિયોદ્ધાના રૂપમાં સામે ઉપસ્થિત જોયા, ત્યાં જ તેનું સાહસ ખતમ થઈ ગયું, ગભરાટને લીધે પરસેવો છૂટવા માંડયો, પછી પણ પોતાની દુર્બળતા છુપાવવાને માટે તે શ્રીકૃષ્ણ પર (નિંદા) પ્રહાર
For Private Personal Use Only
www.jainelibrary.org