________________
અધ્યયન-૩
[ ૧૩૯ ]
નામ અને સ્થાપનાને છોડીને પૂર્વે કહેલા બધા ઉપસર્ગ ઔધિક અને ઔપક્રમિકના ભેદથી બે પ્રકારના હોય છે– ઔધિક ઉપસર્ગ– અશુભ કર્મ પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલા ઉપસર્ગ ઔદિક ઉપસર્ગ છે. ઔપક્રમિક ઉપસર્ગ- દંડ, ચાબુક, મુઠ્ઠી આદિ દ્વારા જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે ઔપક્રમિક ઉપસર્ગ છે.
જે કર્મ ઉદય પ્રાપ્ત નથી, તેનો દંડ, ચાબુક આદિ દ્રવ્યના નિમિત્તે ઉદય થવો તેને ઔપક્રમિક ઉપસર્ગ કહે છે. પ્રસ્તુત અધ્યયનમાં ઔધિક ઉપસર્ગનું નહીં પરંતુ ઔપક્રમિક ઉપસર્ગનું જ વર્ણન છે.
ઔપક્રમિક ઉપસર્ગ દ્રવ્ય રૂપે ચાર પ્રકારનો હોય છે (૧) દૈવિક (૨) માનુષ્ય (૩) તિર્યચકૃત અને (૪) આત્મસંવેદનરૂપ.
પ્રત્યેકના ચાર ચાર પ્રકાર હોય છે. દૈવિક (દેવકૃત) ઉપસર્ગ દેવો દ્વારા હાસ્યથી, દ્વેષથી, પરીક્ષા કરવાને માટે તથા અન્ય અનેક કારણોથી થાય છે. મનુષ્યકત ઉપસર્ગ પણ ભયથી, દ્વેષથી, પરીક્ષા કરવા માટે તેમજ કુશીલ સેવનના નિમિત્તે થાય છે. તિર્યચકૃત ઉપસર્ગ ભયથી, દ્વેષથી, આહાર માટે તથા પોતાનાં સંતાન આદિની રક્ષાને માટે થાય છે. આત્મ સંવેદન રૂપ ઉપસર્ગ પણ ચાર પ્રકારનો છે. (૧) અંગોને પરસ્પર ઘસવાથી (૨) આંગળી આદિ અંગો ચોંટી જવાથી અથવા કપાઈ જવાથી (૩) લોહીનું પરિભ્રમણ અટકી જવાથી તેમજ ઉપરથી પડી જવાથી (૪) વાત, પિત્ત, કફ અને આ ત્રણેના વિકારોથી પણ આત્મ સંવેદન રૂપ ઉપસર્ગ હોય છે. પૂર્વોક્ત દેવકૃત આદિ ચારે ઉપસર્ગ અનુકુળ અને પ્રતિકુળના ભેદથી ૮ પ્રકારના છે તથા પૂર્વોકત ચારેના ભેદોને પરસ્પર મેળવવાથી ઉપસર્ગોના કુલ ૧૬ ભેદ થાય છે.
આ અધ્યયનના ચાર ઉદ્દેશકમાં ચાર તથ્યોનું સાંગોપાંગ નિરૂપણ કરવામાં આવ્યું છે. (૧) કેવા કેવા ઉપસર્ગ, ક્યા ક્યા રૂપમાં આવે? (૨) તે ઉપસર્ગોને સહેવામાં કેવી પીડા થાય? (૩) ઉપસર્ગોથી સાવધાન ન રહેવાથી સંયમનો કેવી રીતે નાશ થાય? (૪) ઉપસર્ગો આવે ત્યારે સાધકે શું કરવું જોઈએ?
પહેલા ઉદ્દેશકમાં પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે. બીજા ઉદ્દેશકમાં સ્વજન આદિ દ્વારા અપાતા અનુકૂળ ઉપસર્ગોનું નિરૂપણ છે. ત્રીજા ઉદ્દેશકમાં આત્મામાં વિષાદ પેદા કરનાર અન્યતીર્થિકોના તીક્ષ્ણ વચન રૂપ ઉપસર્ગોનું વિવેચન છે અને ચોથા ઉદ્દેશકમાં અન્યતીર્થિકોના કુતર્કો દ્વારા જીવનને આચાર ભ્રષ્ટ કરનારા ઉપસર્ગોનું તથા તે ઉપસર્ગોના સમયે સંયમમાં સ્થિર રહેવાનો ઉપદેશ છે. ચારે ઉદ્દેશકોમાં ક્રમશઃ ૧૭, રર, ૨૧ અને રર ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org