________________
[ ૧૩૮]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ત્રીજું અધ્યયન.
આ ત્રીજા અધ્યયનનું નામ છે "ઉપસર્ગ પરિજ્ઞા."
સમ્યક ઉત્થાનથી ઉસ્થિત સાધક મોક્ષ પ્રાપ્તિ માટે રત્નત્રયની સાધનાનો પ્રારંભ કરે ત્યારથી સાધનાના અંત સુધી તેની સમક્ષ કેટલાક અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવે છે. તે સમયે જો સાધક અસાવધાન હોય તો તેનાથી પરાજિત થઈ જાય છે, સાધક તે ઉપસર્ગોને સારી રીતે જાણે અને તેનાથી પરાજિત થયા વિના સમભાવપૂર્વક પોતાના ધર્મમાં દઢ રહે તો તે પ્રશાન્ત આત્મા તેમજ સ્થિતપ્રજ્ઞ વીતરાગ બને છે.
ઉપસર્ગોની પરિજ્ઞા બે પ્રકારે કરવામાં આવે છે (૧) જ્ઞ પરિજ્ઞાથી તેને જાણે અને (૨) પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી દઢ રહી તેનો પ્રતિકાર કરે. આ જ તથ્ય ઉપસર્ગપરિજ્ઞા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે.
"ઉપસર્ગ" જૈન ધર્મનો એક પારિભાષિક શબ્દ છે. નિર્યુક્તિકારે "ઉપસર્ગ"ની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે જે કોઈ દેવ, મનુષ્ય અથવા તિર્યંચ સાધકના દેહ અને સંયમને પીડિત કરે તેને "ઉપસર્ગ" કહેવાય છે. પિતાપ, શરીર–પીડોત્પાદન ઈત્યાદિ ઉપસર્ગના પર્યાયવાચી શબ્દ છે. પ્રચલિત ભાષામાં કહીએ તો સાધના કાળમાં આવતા આ વિનો, બાધાઓ, ઉપદ્રવો અને આપત્તિઓને ઉપસર્ગ કહેવામાં આવે છે.
નિર્યુક્તિકારે "ઉપસર્ગ" ને ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી સમજાવવા માટે છ નિક્ષેપ કર્યા છે. (૧) નામ ઉપસર્ગ (૨) સ્થાપના ઉપસર્ગ (૩) દ્રવ્ય ઉપસર્ગ (૪) ક્ષેત્ર ઉપસર્ગ (૫) કાળ ઉપસર્ગ અને (૬) ભાવ ઉપસર્ગ.
(૧) કોઈનું ગુણ શૂન્ય માત્ર "ઉપસર્ગ" નામ રાખી દેવું તે નામ ઉપસર્ગ છે (૨) ઉપસર્ગ સહેનાર અથવા ઉપસર્ગ સહેતી વખતની અવસ્થાને ચિત્રિત કરવી, અથવા તેનું કોઈ પ્રતીક રાખવું તે સ્થાપના ઉપસર્ગ છે (૩) ઉપસર્ગ કરનાર અથવા ઉપસર્ગ કરવાનું સાધન તે દ્રવ્ય ઉપસર્ગ છે. આ બે પ્રકારનો છે– 1. ચેતન દ્રવ્યકત 2. અચેતન દ્રવ્યકત. તિર્યંચ, મનુષ્ય આદિ સચેતન પ્રાણી સાધકના અંગોનો ઘાત કરી દેહપીડા ઉત્પન્ન કરે તે સચેત દ્રવ્ય કૃત અને કાષ્ઠ આદિ અચેત દ્રવ્યો દ્વારા કરાયેલા આઘાત અચેતદ્રવ્યકૃત ઉપસર્ગ કહેવાય છે (૪) જે ક્ષેત્રમાં ક્રૂરજીવ, ચોર આદિ દ્વારા શરીર પીડા, સંયમ વિરાધના આદિ થાય અથવા કોઈ વસ્તુ કોઈ ક્ષેત્રમાં દુઃખ ઉત્પન્ન કરે, તેને ક્ષેત્ર ઉપસર્ગ કહે છે (૫) જે કાળમાં એકાંત દુઃખ જ ઉત્પન્ન થાય તેવો દુઃષમ આદિ કાળ અથવા ગ્રીષ્મ, શીત આદિ ઋતુઓનું પોતાપોતાના કાળમાં દુઃખ ઉત્પન્ન કરવું તે કાળ ઉપસર્ગ છે. જ્ઞાનાવરણીય, અશાતાવેદનીય આદિ કર્મોનો ઉદય હોવો તે ભાવ ઉપસર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org