________________
[ ૧૩ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- મwfષય = પોતપોતાના કર્મ અનુસાર ભિન્ન ભિન્ન અવસ્થાઓથી યુક્ત, વિયરેખ દુખ = બધાં અલક્ષિત દુઃખથી દુઃખી, ઉમદુલા = પીડિત, મયાડતા = ભયથી આકુળ -વ્યાકુળ, સદા = મૂઢ પ્રાણી, દિતિ = વારંવાર સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે.
ભાવાર્થ :- પોતપોતાના કર્મોના કારણે ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં અવસ્થિત, અવ્યક્ત (અલક્ષિત) દુઃખથી દુઃખી, ભયથી વ્યાકુળ એવા મૂઢ પ્રાણી, દુષ્કર્મોનાં કારણે દુષ્ટજન જન્મ, જરા અને મરણથી પીડિત વ્યક્તિઓ સંસારચક્રમાં વારંવાર ભ્રમણ કરે છે.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં અશરણ ભાવનાનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે (૧) અજ્ઞાની જીવ ધન, પશુ તેમજ સ્વજનોને ત્રાતા અને શરણદાતા માને છે. પરંતુ કોઈપણ સજીવ-નિર્જીવ પદાર્થ ત્રાણ-રક્ષક તેમજ શરણભૂત થતા નથી (૨) દુઃખ, રોગ, દુર્ધટના, મુત્યુ આદિ પરિસ્થિતિ પ્રાણીને એકલાએ જ ભોગવવી પડે (૩) વિદ્વાન પુરુષ કોઈ પણ પદાર્થને પોતાના શરણરૂપ માનતા નથી (૪) બધાં પ્રાણી પોતપોતાનાં પૂર્વકૃત કર્મ પ્રમાણે વિભિન્ન અવસ્થાઓ (ગતિઓ-યોનિઓ)ને પ્રાપ્ત કરે છે (૫) બધાં પ્રાણી વ્યક્ત કે અવ્યક્ત દુ:ખોથી દુઃખી છે (૬) દુષ્કર્મ કરનારા જીવો જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આદિથી પીડિત તેમજ ભયાકુળ થઈને સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. ત્તિ પક્ષો...નિઃ - ધન આદિ શરણ તેમજ રક્ષક નથી. ધનાદિની અશરણતા તથા અરક્ષણતાનું દર્શન કરાવતાં એક વિદ્વાને કહ્યું છે
દ્ધિ સહીવતરની, રોગ-ઝરી-પપુર દયારીરં ! दोण्हं पि गमणसीलाणं कियच्चिरं होज्ज संबंधो ?
ઋદ્ધિ (ધન-સંપત્તિ) સ્વભાવથી જ ચંચળ છે, આ વિનશ્વર શરીર રોગ અને વૃદ્ધાવસ્થાના કારણે ક્ષણભંગુર છે. જે શરીર માટે ધનાદિ વસ્તુઓના સંચયની ઈચ્છા રાખવામાં આવે છે, તે શરીર જ વિનાશશીલ છે. ધન વગેરે ચંચળ પદાર્થો, નાશવંત શરીરને નષ્ટ થતા કેમ બચાવી શકે? તેને શરણ કેવી રીતે આપી શકે?
જે પશુઓ (હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ, બકરી આદિ)ને મનુષ્ય પોતાની સુખ-સુવિધા, સુરક્ષા તેમજ આરામ માટે રાખે છે, યુદ્ધના સમયે યોદ્ધાઓ હાથી, ઘોડા આદિને પોતાના રક્ષક માનીને મોરચાપર આગેકૂચ કરે છે પરંતુ શું તેઓ તે યોદ્ધાઓને મૃત્યુથી બચાવી શકે છે? જે સ્વયં પોતાનાં મૃત્યુ આદિને રોકી શકતાં નથી તે અન્ય મનુષ્યની રક્ષા કેવી રીતે કરી શકે? શરણ કેમ દઈ શકે?
આ રીતે માતા-પિતા, સ્ત્રી-પુત્ર, ભાઈ–બહેન આદિ સ્વજનો સ્વયં જરા, મૃત્યુ, વ્યાધિથી અસુરક્ષિત છે, ઘેરાયેલા છે, તો પછી તે બીજાની રક્ષા કેવી રીતે કરી શકે? શરણ કઈ રીતે આપી શકે? આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org