________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૩
_
૧૩૩ ]
રીતે ધન વગેરે શરણ યોગ્ય નથી, તોપણ અજ્ઞાની જીવ મૂઢતાવશ તેને શરણરૂપ માને છે. તેઓ મમત્વના કારણે આ સજીવ-નિર્જીવ પદાર્થો મારા છે, હું પણ તેમનો છું તેમ માને, પણ આ પદાર્થો શરણભૂત બની શકતા નથી.
સભાપરિનિ ...મUM :- માતા-પિતા આદિ સ્વજનોને શરણદાતા તેમજ રક્ષક માનવા છતાં પણ કર્મના ઉદયે તે વ્યક્તિપર કોઈ દુઃખ કે સંકટ આવે, કોઈ કારણે આયુષ્ય સમાપ્ત થાય ત્યારે સ્વજનો તેના દુઃખને ભોગવી શકતા નથી, દુર્ઘટનાથી બચાવી શકતા નથી કે આયુષ્યને સમાપ્ત થતું અટકાવી શકતા નથી. પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કર્માનુસાર દુઃખાદિ ભોગવે છે. પ્રત્યેક પ્રાણીના કર્મ સ્વતંત્ર અને ભિન્ન-ભિન્ન છે. માતાપિતાના કર્મોનું ફળ પુત્ર અને પુત્રના કર્મોનું ફળ માતા-પિતા ભોગવી શકતા નથી. સ્વજનો તેના રોગને ઘટાડી દૂર કરી શકતા નથી. કર્મોનું સુખદ અથવા દુ:ખદ ફળ વ્યક્તિએ એકલા જ ભોગવવું પડે અને પરલોકમાં એકલા જ જવું પડે માટે વસ્તુ તત્ત્વને જાણનાર વિદ્વાન કોઈ પણ સજીવ-નિર્જીવ પદાર્થને પોતાના શરણભૂત માને નહીં. સવ્વ સ મ્પ...મય :- બધા જીવો પોતપોતાનાં કર્મોને કારણે વિવિધ ગતિઓ, યોનિઓ, શરીરો, ઈન્દ્રિયો આદિ પ્રાપ્ત કરે છે. પોતાનાં જ કર્મોનાં કારણે જીવ સૂક્ષ્મ–બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત, સંમૂર્છાિમ-ગર્ભજ તથા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય અને પંચેન્દ્રિયોમાં પણ મનુષ્ય, તિર્યચ, દેવ અથવા નરક આદિ વિભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. આ વિભિન્ન અવસ્થાઓમાં પણ પ્રાણી પોત પોતાનાં કર્મોના પ્રભાવથી રોગ, નિર્ધનતા, અભાવ, અપમાન, સંકટ, દેવાદારી વગેરે શારીરિક, માનસિક તેમજ પ્રાકૃતિક દુઃખ પામે છે, આ બધાં દુઃખ મનમાંજ અનુભવાય છે. તેથી એને અવ્યક્ત– અપ્રગટ કહ્યાં છે. દુઃખ એક માનસિક અવસ્થા છે, જે દરેક પ્રાણીઓની પોત પોતાની સ્વતંત્ર હોય છે.
હિંતિ કથા ના સહ માફ ન હિsfમા :- આ પદ દ્વારા બે તથ્ય સિદ્ધ થાય છે– (૧) તેઓ ભયાકુળ હોય છે (૨) તેઓ જન્મ, જરા, મરણ, આદિથી આ ભવમાં તથા પરભવમાં દુઃખ પામતા જોવા મળે છે. ઘણું કરીને ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર આદિ ભયંકર પાપ કરનારા દુષ્ટ(શઠ) લોકો પ્રતિક્ષણ આશંકિત, ભયભીત, દંડભયથી વ્યાકુળ અને સમાજમાં બેઈજ્જત થઈ જવાની આશંકાથી ચિંતિત રહે છે. કેટલાક લોકો તો એકાંત સ્થાનોમાં છુપાઈને અથવા સરકારની નજરથી બચીને પોતાની જિંદગી વિતાવે છે. તેમનું પાપ તેને હંમેશાં ખૂંચતુ રહે છે. તેઓ હત્યા, મારના ભયથી સદા ભયભીત રહે છે; આ રીતે મોટા ભાગના લોકોને તો આ ભવમાં જ દુષ્કર્મનું ફળ મળી જાય છે. જો કોઈને આ જન્મમાં પોતાનાં દુષ્કર્મોનું ફળ ન મળે તો પછીના ભાવોમાં તો અવશ્ય મળે જ છે. તેથી સંસારમાં કોઈ કોઈનું રક્ષક તેમજ શરણદાતા થઈ શકતું નથી. બધાંએ પોતપોતાનાં કર્મો તથા દુઃખોથી પાર થવાનું જ હોય છે. બોધિદુર્લભતાની ચેતવણી :
इणमेव खणं वियाणिया, णो सुलभं बोहिं च आहियं । " एवं सहिएऽहिपासए, आह जिणो इणमेव सेसगा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org