________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વાળા પુરુષનું પણ જીવન, તરુણ્ = યુવાવસ્થામાં જ, તુ= = નષ્ટ થઈ જાય છે, રૂત્તરવાસે ૧ મુન્નર = આ જીવન અલ્પકાલીન નિવાસ સમાન સમજો, શિદ્ધળા = અવિવેકી, ક્ષુદ્ર મનુષ્ય.
૧૨૦
જ
ભાવાર્થ:- આ લોકમાં પોતાના જીવનને જ જોઈ લો ! સૌ વર્ષના આયુષ્યવાળા મનુષ્યનું જીવન તરુણાવસ્થામાં જ નષ્ટ થઈ શકે છે. તેથી આ જીવનને થોડા દિવસના નિવાસ જેવું સમજો ! આવી સ્થિતિમાં શુદ્ર અથવા અવિવેકી મનુષ્ય જ કામભોગોમાં મૂર્છિત થાય છે.
વિવેચન :
તે
આ છ ગાથામાં કામભોગોની આસક્તિના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. તે પ્રેરણાઓ આ પ્રમાણે છે– (૧) કામવાસનાને વ્યાધિ સમજીને જે કામવાસનાના મૂળ જેવી કામિનીઓ સ્ત્રીઓથી સંસક્ત નથી, તે પુરુષ મુક્તતુલ્ય છે. (૨) જેમ વ્યાપારીઓ દ્વારા દૂરદેશથી લવાયેલી ઉત્તમસામગ્રીને રાજા આદિ ધારણ કરે છે, તેવી જ રીતે કામોગોથી પર, મહાપરાક્રમી સાધુ રાત્રિભોજન વિરમણ વ્રત સહિત પાંચ મહાવ્રતોને ધારણ કરે છે. (૩) વિષયસુખોની પાછળ દોડનારા, ત્રણ ગૌરવમાં આસક્ત, કામભોગોમાં મૂર્છિત જન, ઇન્દ્રિયોના ગુલામની જેમ નીંભર થઈને કામસેવન કરે છે, તેઓ સમાધિનું મૂલ્ય સમજતા નથી. (૪) જેવી રીતે ગાડીવાન દ્વારા ચાબુક મારી મારીને પ્રેરિત કરાયેલો દુર્બળ બળદ ચાલી શકતો નથી, ભાર પણ વહન કરી શકતો નથી અને અંતે કીચડ આદિમાં ફસાઈને કલેશ પામે છે, તેવી જ રીતે કામભોગોથી પરાજિત દુર્બળમનનો માનવી પણ કામૈષણાને છોડી શકતો નથી અને કામભોગોના કીચડમાં ફસાઈને દુઃખ પામે છે. (૫) કામભોગોને છોડવાના બે નક્કર ઉપાયો છે. (૧) કામભોગોની ઈચ્છા જ ન કરે, (૨) પ્રાપ્ત કામભોગોને પણ અપ્રાપ્તવત સમજે. (૬) મરણ પછી દુર્ગતિ ન થાય, અસંયમી, કામી—મોગીની જેમ શોક, રુદન અને વિલાપાદિ પ્રાપ્ત ન થાય, તે માટે પહેલેથી જ પોતાના આત્માને વિષય સેવનથી દૂર રાખે, આત્માને સારી રીતે અનુશાસિત કરે અને (૭) જીવન અલ્પકાલીન છે એ જોઈ, અવિવેકી મનુષ્યોની જેમ કામભોગોમાં આસક્ત ન થાય.
ને વિખવગાહિશોસિયા...રોવ :- સાધકને મુક્તિ મેળવવામાં સૌથી વધારે બાધક છે કામવાસના! મનમાં કામવાસના હોય ત્યાં સુધી મુક્તિ દૂર રહે છે. કામવાસનાનું મૂળ કામિની છે. કામિનીનો સંસર્ગ જ સાધકમાં કામવાસના ઉત્પન્ન કરે છે. કામિનીનો સંસર્ગ જ્યાં સુધી છૂટતો નથી ત્યાં સુધી મનુષ્ય, ભલે ગમે તેટલી ઉચ્ચ ક્રિયાઓ કરે, સાધુવેષ પહેરી લે, ઘરબાર છોડી દે પણ તેની મુક્તિ દૂરાતિદૂર રહે છે. મુક્તિની નજીક પહોંચવા માટે બીજા શબ્દોમાં સંસાર સાગરને પાર કરવા માટે કામિનીઓની કામ-જાળથી
સર્વથા મુક્ત—અસંસક્ત રહેવું જરૂરી છે. ચિળવળા નો અર્થ છે વિજ્ઞાપના. જેના પ્રત્યે કામીપુરુષ પોતાની કામવાસના પ્રગટ કરે છે, કામસેવન માટે પ્રાર્થના- વિજ્ઞાપના અથવા નિવેદન કરે છે, તેથી કામિનીને અહીં "વિજ્ઞાપના” કહેવામાં આવી છે. જે મહાસત્વ સાધક કામિનીઓથી અસંસક્ત છે, તે સંસારસાગરને તરનારા મુક્ત પુરુષ સમાન છે. જોકે તેઓએ હજુસુધી સંસાર સાગર પાર કર્યો નથી, તથાપિ તેઓ નિષ્કિંચન અને કામિનીમાં અસંસક્ત હોવાથી સંસાર સાગરના કિનારા પર જ સ્થિત છે.
અહીં મૂળમાં અન્નોસિયા પાઠ છે, તેનો વૃત્તિકાર આ પ્રમાણે અર્થ કરે છે... જે સ્ત્રીઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org