________________
અધ્યયન ઉદ્દેશક ૩
અનુરા: અસેવિતા: વં યા અવસાવતા ગમતીતાઃ અર્થાત્ અષ્ટ એટલે કે અસેવિત છે, અથવા જે સ્ત્રીઓ દ્વારા વિનાશરૂપ ક્ષયને પ્રાપ્ત નથી. ચૂર્ણિકાર અર્થ કરે છે કે અનૂષિતા ગામ અનાદ્રિયમાળા ત્યર્થઃ અર્થાત્ જે કામિનીઓ દ્વારા અદ્ભૂષિત-અનાદત છે. તાત્પર્ય એ છે કે સાધુનો ત્યાગ, રીતભાત, વેશભૂષા અથવા ચર્ચા જ એવી હોય કે કામિનીઓ કામવાસનાની પૂર્તિ માટે તેઓની અપેક્ષા રાખે નહીં. કદાચ તેમની પાસે આવે તેમ છતાં ચારિત્રના પ્રભાવે તેની કામવાસના શાંન થઈ જાય છે.
સન્હા ધુત્તિ પાલહ :- સ્ત્રીસંસર્ગરૂપ સાગરને પાર કરનાર લગભગ સંસારસાગરને પાર કરી લે છે, આ માટે કામિની સંસર્ગથી અલિપ્ત રહીને જુઓ. કામિનીસંસર્ગ ત્યાગ પછી જ મોક્ષ નજીક થાય છે. સિનિય અને સહા તેવો પાઠ પણ મળે છે, જેનો અવન્તુ ગમારૂં રોમવ પાઠની સાથે સંબંધ જોડીને અર્થ કરવામાં આવે છે– સૌધર્મ આદિ ઊર્ધ્વ(દેવ)લોક, તિર્થંક્લોકમાં, તેમજ ભવનપતિ આદિ અધોલોકમાં પણ કામભોગ વિદ્યમાન છે, તે બધા કામભોગોને જે મહાસત્વશાળી જીવો રોગ–સમાન જાણે–જએ તેઓ સંસાર સમુદ્રથી તરેલા મુક્તપુરુષની સમાન છે. આ આશયનો એક શ્લોક વૈદિક સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.
૧૨૧
वेधा द्वेधा भ्रमं चक्रे, कान्तासु कनकेषु च । तासु तेष्वनासक्तः साक्षात् भर्गो नराकृतिः ॥
Jain Education International
વિધાતાએ બે ભ્રમ—સંસાર પરિભ્રમણનાં કારણો ઉત્પન્ન કર્યા છે. એક કામિની અને બીજું કંચન. કામિનીઓમાં અને ધન-સાધનોમાં જે અનાસક્ત છે, તે મનુષ્યની આકૃત્તિમાં સાક્ષાત્ પરમાત્મા છે. અનં પિ...મોવા :- સાધુજીવનનો ઉદ્દેશ મોક્ષપ્રાપ્તિ છે અને મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્દર્શનજ્ઞાનપૂર્વક, સમ્યક્ચારિત્રનું પાલન કરવું આવશ્યક છે. કોઈ સાધક જો આ તથ્યને ભૂલીને મોક્ષ સામગ્રી માટે કામસામગ્રી એકઠી કરવા માંડે અથવા તેના ચિંતનમાં મગ્ન રહે તો તે ઉચ્ચશ્રેણીને અનુરૂપ નથી. તેથી જ આ ગાથામાં કહ્યું છે કે વ્યાપારીઓ દ્વારા દૂર દેશથી લાવેલા ઉત્તમ પદાર્થને રાજા વગેરે ગ્રહણ કરે છે તેવી રીતે સાધુ આચાર્યો દ્વારા પ્રતિપાદિત રાત્રિભોજન વિરમણ વ્રત સહિત પાંચ મહાવ્રતોને ધારણ કરે. કામસામગ્રીને ગ્રહણ કરે નહીં.
जे
રૂહ સાયાળુના :- શાસ્ત્રકારે આ ગાથા દ્વારા તે લોકોની આંખ ખોલી નાખી છે કે જે તુચ્છ પ્રકૃતિના લોકો સાધુવેષ ધારણ કરીને પણ પરીષહો—ઉપસર્ગોથી ગભરાઈને રાત દિવસ સુખ સુવિધાઓની પાછળ અથવા વિષયજન્ય સુખોની શોધમાં દોડાદોડ કરતા રહે છે; જે મનુષ્યો સુખ શાતા માટે લાલાયિત હોય છે, તેઓ પોતાની સમૃદ્ધિ, રસ(સ્વાદ), તેમજ શાતા—સુખ સુવિધાઓના અહંકારમાં તથા કામભોગોમાં એટલા આસક્ત રહે છે કે, તેને સમાધિના પરમસુખને જાણવા-સમજવાની પણ પરવા હોતી નથી. શાસ્ત્રકાર કહે છે કે સુખભોગોની પાછળ વાસ્તવિક સુખ અને બહુમૂલ્ય જીવનને નષ્ટ કરી નાખવું તે બુદ્ધિમત્તા નથી. કામ, કામનાઓ અથવા સુખ-સુવિધાઓની પાછળ પાગલ થઈને સફેદ વસ્ત્ર જેવા ઉજ્જવલ સંયમને મિલન કરવાથી બધી જ સાધના લુપ્ત થઈ જાય છે.
વાહેબ ના વ વિજ્કણ્ :- જેવી રીતે મુડદાલ બળદ ચાબુકોનો માર ખાઈને પણ વિષમ માર્ગમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org