________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૨
_
૧૧૫ |
(૩) નો વહિપ :- જાતિ એટલે કાથિક– કથા કરી આજીવિકા મેળવનાર. પ્રસંગાનુસાર અહીં અર્થ થાય છે કે સાધક શ્રૃંગાર કથા ન કરે અથવા સંયમ વિરોધી વિકથાઓ ન કરે. જેનાથી કામ, ભોજન લાલસા, વૈમનસ્ય વધે; યુદ્ધ, હત્યા, લડાઈ થાય તથા સંસ્કારને બગાડે તેવી વિકથાઓ છે. આવી સંયમ વિરુદ્ધની કથાઓના કથાકાર ન બને.
(૪) જો પાસા :- પ્રાક્ષિક ન બને. વેપાર, સંતાનપ્રાપ્તિ, વ્યવહાર વિષયક પ્રશ્નોના ફળ ન બતાવે. આચારાંગવૃત્તિમાં 'નો પાળિ ' નો અર્થ "સ્ત્રીઓના અંગોપાંગ ન જુએ" તેમ કરેલ છે. (૫) ૫ સપસાર :- સંપ્રસારક ન બને. વર્ષા, ધનપ્રાપ્તિ, રોગનિવારણ વગેરે માટે આરંભ-સમારંભ જનક ઉપાય ન બતાવે. આચારાંગ વૃત્તિ અનુસાર તેનો અર્થ છે, "એકાંતમાં સ્ત્રી સંબંધી પર્યાલોચના ન કરે" અને આચારાંગચૂર્ણિ અનુસાર "મિથ્યા સંમતિ ન આપે." (૬) અનુત્તરં થમે વયિિર :- સંયમાનુષ્ઠાન રૂ૫ ક્રિયા સારી રીતે કરી હોય તે 'કૃત ક્રિયા' કહેવાય અર્થાત્ સંયમ અનુષ્ઠાનાદિ ક્રિયા સારી રીતે કરે. ચૂર્ણિકારના મતે અન્યએ કોઈ કાર્ય કર્યું હોય તે વિષે પૂછે અથવા પૂછ્યા વિના તે કાર્યને સારુ-નરસુ બતાવવું, તે કૃતક્રિયા કહેવાય. તેવી કૃતક્રિયા ન કરે. આચારાંગ વૃત્તિ અનુસાર શૃંગારશોભા વગેરે ક્રિયા ન કરે. પ્રત્યુપકાર વૃત્તિથી ગૃહસ્થનું કાર્ય કરવું, તે પણ 'કૃતક્રિયા'નો અર્થ છે. (૭) ઇ નામ :- મામક ન બને. મમત્વ ન રાખે. આ મારું છે, તેનો હું માલિક છું તેવા પરિગ્રહાગ્રહી વ્યક્તિને મામક કહેવાય. આચારાંગ ચૂર્ણિ પ્રમાણે ગૃહસ્થના ઘેર જઈ મારી પત્ની આવી હતી, મારી બેન–ભાભી આવી હતી, આ રીતે મારી–મારી કરે તે મામક કહેવાય. આવું મમત્વ સાધુ ન રાખે. મામક ન બને. (૮) છviાં ર..પણ માહો :- છન્ન' એટલે ગુપ્ત માયા. અભિપ્રાયને છુપાવવામાં આવે છે માટે છન્નનો અર્થ માયા કરેલ છે. પરંત એટલે લોભ. બધા લોકો પ્રશંસા કરે છે, આદર આપે છે તેથી પ્રશંસા એટલે લોભ અર્થ કરેલ છે. ૩ોલં- જે નીચે પ્રકૃતિવાળી વ્યક્તિને જાતિમદ વગેરે દ્વારા મદોન્મત બનાવે તે ઉત્કર્ષ અર્થાતુ માન અને પVI- અંતરમાં સ્થિત હોવા છતાં મુખવિકારાદિ દ્વારા પ્રકટ થાય તે પ્રકાશ એટલે ક્રોધ. સાધુ ક્રોધ, માન, માયા, લોભ ન કરે. (૯) પાયા, જુવાન :- પ્રણત એટલે સમર્પિત. અનુત્તર ધર્મ પ્રતિ સમર્પિત રહે, જેથી તેનો સુવિવેક જાગૃત રહે. (૧૦) ધુર્ય, સુક્ષતિ :- જેના દ્વારા કર્મોનું ધૂનન–ક્ષય થાય તે ધુત કહેવાય છે. સંયમ–જ્ઞાનાદિ રત્નત્રય દ્વારા કર્મોનો ક્ષય થાય છે માટે ધુતનો અર્થ છે, સંયમ. જેઓ સંયમાદિનું સારી રીતે સેવન કરે, તેનાથી અભ્યસ્ત હોય તો તે 'સુઝોસિત' કહેવાય છે. કર્મક્ષયકારી સંયમાદિનો સારી રીતે અભ્યાસ કરે.
(૧૧) આબિદે :- સજીવ-નિર્જીવ બધા પદાર્થ પ્રતિ અનાસક્ત રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org