________________
૧૧૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સર્વહિતકર, સાર્વભૌમ, દશવિધ શ્રમણ ધર્મરૂપ અથવા શ્રુતચારિત્રરૂપ અનુત્તર ધર્મનું ગ્રહણ કરે છે. આ ધર્મની અનુત્તરતાના બે કારણો શાસ્ત્રકારે આપ્યા છે. (૧) તારૂણ ગુફા- ધર્મ લોકના ત્રાતા(રક્ષક) સર્વજ્ઞ વીતરાગ દ્વારા કહેવાયેલો છે (૨) હિય ૩- આ ધર્મ આત્મામાટે હિતકારી છે.
તે પછીની બે ગાથામાં અનુત્તર ધર્મની સાધનાના અધિકારી સાધકોની બે યોગ્યતાઓ શાસ્ત્રકારે દર્શાવી છે– (૧) દુર્રીય ગ્રામધર્મ અર્થાત્ શબ્દાદિ વિષય અથવા કામથી નિવૃત્ત હોય, (૨) મોક્ષમાર્ગમાં ઉસ્થિત-સમુસ્થિતહોય. ૩ત્તર મyયાળ સાદિયા, મધુમ :- ગ્રામ એટલે ઈન્દ્રિયસમૂહ અને તેના ધર્મ એટલે વિષય, સ્વભાવ. ઈન્દ્રિય વિષય જ કામ છે. કામ મનુષ્યોને માટે ' ઉત્તર' એટલે પ્રધાન અથવા દુર્જેય કહેવામાં આવ્યો છે. ૩રશ્નો અર્થ તો પ્રધાન થાય છે, પરંતુ લક્ષણાથી વૃત્તિકારે તેનો અર્થ દુર્જય કર્યો છે. સંયમી પુરુષોને છોડીને કામ પ્રાયઃ બધાં પ્રાણીઓનાં મનપર સવાર થઈ જાય છે. તેથી એ દુર્જેય છે. કામમાં સર્વ ઈન્દ્રિયોના વિષયો તેમજ મૈથુનનો સમાવેશ થઈ જાય છે.
નષિ વિરથા તકિયા... મધમવારિો :- જોકે કામ દુર્જેય છે, છતાંપણ જે પવિત્ર આત્માઓ, આત્મધર્મને તથા આત્મશક્તિઓને સર્વોપરી જાણીને-માનીને સંયમમાર્ગ પર ચાલવા માટે કટિબદ્ધ છે, તેને માટે કામ-વિજય દુષ્કર નથી. તે સાધકો જ ભગવાન ઋષભદેવ અથવા ભગવાન મહાવીરના ધર્માનુગામી છે. જે પર્વ વાંતિ આદયં ગM મહા મસિયા :- ચૂર્ણિકાર, વૃત્તિકારે તે નો અર્થ જ્ઞાતપુત્ર કરેલ છે. જ્ઞાતકુળમાં પુત્રરૂપે જન્મેલ-જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર. તેમના જ બીજા બે વિશેષણ શાસ્ત્રકારે આપ્યા છે. મહુવા = મહાન. અનંતજ્ઞાન હોવાથી મહાવીર સ્વામીને મહાન કહ્યા છે અને અનુકુળ-પ્રતિકુળ ઉપસર્ગસહનાર હોવાથી તેમને મહર્ષિ કહ્યા છે. તેવા સર્વજ્ઞ ભગવાન દ્વારા કથિત ધર્મમાં સાધક ઉત્થિત-સમુસ્થિત હોય છે. અપણો સાનિ થH :- અન્યોન્ય-પરસ્પર ધર્મથી એટલે કે ધર્મથી સંબંધિત અથવા ધર્મ ભ્રષ્ટ વ્યક્તિને ધર્મમાં પ્રેરિત કરે છે.
તે પછીની ચાર ગાથાઓમાં અનુત્તર ધર્મના આરાધકોની આચારધારાનું વિધિ-નિષેધ રૂપે વર્ણન
(૧) માં વેદ પુરા પગામ :- ૫ગામ એટલે ઝુકાવનાર. પ્રાણીઓને દુર્ગતિ તરફ ઝુકાવનાર શબ્દાદિ વિષયો. પહેલા ભોગવેલા વિષયોનું સ્મરણ ન કરે.
(ર) મce વર્દિ થogs :- ૩વર્દ એટલે ઉપધિ. જે આત્માને દુર્ગતિની નજીક પહોંચાડી દે તે ઉપધિ. માયા વગેરે કર્મો આત્માને દુર્ગતિની નજીક પહોંચાડે છે. માટે ઉપધિ એટલે આઠ પ્રકારના કર્યો. તેને દૂર કરવાની ઈચ્છા રાખે, તે કર્મો દૂર થાય તો આત્મ સમાધિના દર્શન કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org