________________
૧૧૬ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
(૧૨) હા :- 'સહિએ' ના ત્રણ અર્થ કરવામાં આવે છે– (૧) જે હિત સહિત હોય તે સહિત, (૨) સહિત એટલે યુક્ત જ્ઞાનાદિથી યુક્ત હોય તે સહિત અને (૩) સહિત એટલે સ્વહિત, આત્માના હિતૈષી હોય તે. (૧૩) આદિલં રજુ દુખ નટ્ટુ :- આત્મહિત સાધનાનો અવસર પ્રાપ્ત થવો દુર્લભ છે. એવો દુર્લભ અવસર પ્રાપ્ત થતાં ઉપરોક્ત ગુણોની સાધના દ્વારા આત્મહિત સિદ્ધ કરી લેવું જોઈએ.
અંતિમ બે ગાથામાં અનુત્તર ધર્મની પ્રાપ્તિ અને તેના આચરણ દ્વારા પ્રાપ્ત થતાં ફળનું કથન કરવામાં આવેલ છે.
સામાયિક વગેરે અનુત્તર ધર્મ પ્રાપ્ત થયા પછી જીવ શીઘ્રતાથી સંસાર સમુદ્રને તરી જાય છે. પરંતુ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે આ અનુત્તર ધર્મ સાંભળ્યો નથી અને સાંભળ્યો હોય તો આચરણમાં મૂક્યો નથી તેથી જ તે હજુ સંસારમાં પરિભ્રમણ કરે છે. અનુત્તરને આચરણમાં લાવવા માટે બે શરત અનિવાર્ય છે– (૧) ગુણો છવાણુવત્ત - ગુરુની આજ્ઞાને આધીન રહે, ગુરુની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરે. (૨) વિરયા- પાપકર્મથી વિરત બને.
આવી વ્યક્તિ જ સંસાર સમુદ્રને પાર કરે છે.
છે અધ્યયન ર/ર સંપૂર્ણ છે ત્રીજો ઉદ્દેશક
GogogogogogogoGO GOGOGOOOOOOOOOOOOOORG સંયમથી કર્મનાશ :
संवुडकम्मस्स भिक्खुणो, जं दुक्खं पुटुं अबोहिए ।
तं संजमओऽवचिज्जइ, मरणं हेच्च वयंति पंडिया ॥ શબ્દાર્થ :- સંવુડમ્પલ્સ = સંવૃત્તકર્મા,આઠ પ્રકારનાં કર્મોનું આગમન જેણે રોકી દીધું છે, અવોદિર = અજ્ઞાનવશ, ગ = જે કર્મ પુ૬ = બંધાઈ ગયાં છે, તે = તે કર્મ, સંગમો = સંયમથી, કાવવિશ્વ = ક્ષીણ થઈ જાય છે, નર હેન્દ્ર = જન્મ-મરણને છોડીને, વયંતિ = મોક્ષને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- અષ્ટવિધ કર્મોનું આગમન જેણે રોકી દીધું છે, તેવા ભિક્ષુને અજ્ઞાનવશ જે દુઃખ-કર્મ પહેલાં બંધાઈ ગયાં છે, તે કર્મ સત્તર પ્રકારના સંયમ દ્વારા ક્ષીણ થઈ જાય છે અને તે પંડિતપુરુષો મરણને સમાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
આશ્રવનો નિરોધ, નવા આવતા કર્મોને રોકવા, કર્મબંધના કારણોને રોકવા, તે સંવર કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org