________________
અધ્યયન-૨/ઉદ્દેશક–૨
_
૧૦૧ |
ફસાશે? અર્થાત્ પરિગ્રહની વિનશ્વરતા અને દુઃખદાયીપણું જે જાણી લે તે પરિગ્રહનો ત્યાગ કરી દે છે. વંદના-પૂજા સાધુ માટે કીચડ અને શલ્ય સમાન :
___महयं परिगोव जाणिया, जा वि य वंदण-पूयणा इहं ।
- सुहुमे सल्ले दुरुद्धरे, विउमंता पयहेज्ज संथवं ॥ શબ્દાર્થ :- મયં મહાન, જીવોનો પરિચય એ, જોવું = કીચડ છે, નાળિયT = એમ જાણીને, ના નિ ય = જે કંઈ પણ, ફ = આ લોકમાં, વા પૂT = વંદન અને પૂજન છે તથા તે, સુહુને = સૂક્ષ્મ, સને = શલ્ય રૂપ છે, કુરે = તેનો ઉદ્ધાર કરવો કઠિન છે, તેને જીવનમાંથી દૂર કરવો કઠિન છે, વિડતા = વિદ્વાન્ પુરુષ, સંથવું = તેથી સાધુ ગૃહસ્થના અતિ પરિચયને, પહેજ છોડી દે. ભાવાર્થ :- આ લોકના વંદન-પૂજન, નમસ્કાર એ મોટો પરિગોપ-કીચડ જેવા છે તેમ જાણી વિદ્વાન મુનિ તેનો ગર્વ ન કરે. કારણ કે ગર્વ સૂક્ષ્મ શલ્ય છે, જેને કાઢવો મુશ્કેલ છે અને તેના માટેના નિમિત્ત રૂ૫ સાંસારિક લોકોના પરિચયનો ત્યાગ કરે.
વિવેચન :
સાંસારિક મનુષ્યોનો અતિપરિચય તથા વંદન, પૂજનથી ઉત્પન્ન ગર્વ સાધક માટે નુકશાનકારક છે તે આ ગાથામાં બતાવ્યું છે. મયં જિવ ગાથા - સાંસારિક જનોનો અતિપરિચય સાધકો માટે પરિગોપ છે, પંક-કીચડ સમાન છે. પરિગોપ બે પ્રકારના છે. (૧) દ્રવ્ય પરિગોપ અને (૨) ભાવ પરિગોપ. કીચડને દ્રવ્યપરિગોપ કહેવામાં આવે છે અને આસક્તિને ભાવપરિગોપ કહેવામાં આવે છે. કીચડમાં પગ પડવાથી માણસ લપસી પડે છે અથવા તેમાં ફસાઈ જાય છે. એવી જ રીતે સંસારીજનોના અતિપરિચયથી સાધક તેમાં ફસાઈ જાય છે. અપરિપક્વ સાધુને ધનવાનો, ભક્તો, સત્તાધારીઓનો પરિચય સોહામણો લાગે છે પણ તે કીચડના કળણ જેવો છે. કળણમાં વ્યક્તિ ફસાય તો ઊંડોને ઊંડો ઉતરતો જાય છે. કળણમાંથી વ્યક્તિને બહાર કાઢવો મુશ્કેલ છે. તેમ ગૃહસ્થના અતિપરિચયના કારણે સાધક જીવનના અનુષ્ઠાનો, જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ અને આવશ્યક ક્રિયાથી સાધુ વિમુખ બની જાય છે. ગૃહસ્થના રાગે રંગાઈ કર્મબંધ કરે છે. ગૃહસ્થનો પરિચય સાધનાનું વિજ્ઞ છે, તેમ સમજી સાધકે તેનાથી દૂર રહેવું જોઈએ. ના વળપૂવે રૂદ :- મુનિધર્મમાં દીક્ષિત સાધુના ત્યાગ વૈરાગ્યને જોઈને મોટા મોટા ધનવાન, શાસક અધિકારી લોકો તેના પરિચયમાં આવે છે. તેની કાયાથી, વચનથી વંદના, ભક્તિ, પ્રશંસા કરે છે અને વસ્ત્રપાત્ર આદિ દ્વારા તેના પૂજા–સત્કાર અથવા ભક્તિ કરે છે. મોટા ભાગના સાધુ આ વંદના તેમજ પૂજા પ્રાપ્ત થતાં ગર્વથી ફૂલાઈ જાય છે. ભગવાને ગર્વને શલ્ય-કાંટો કહેલ છે. ગર્વ એ પાપસ્થાનક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org