________________
૧૦૦ ]
શ્રી સવગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બે યોગ્યતા બતાવી છે. ધમ્મસ ય પાર મારભસ ય સંત શિ:-(૧) શ્રુત ચારિત્રરૂપ ધર્મના સિદ્ધાંતોમાં પારંગત હોય, (૨) જે આરંભનાં કાર્યોથી દૂર રહેતા હોય. જે આ બે યોગ્યતાઓથી યુક્ત ન હોય તે મુનિધર્મના સિદ્ધાંતોથી અજાણ છે, તે આરંભમાં આસક્ત રહે છે, ધર્માચરણ કરવામાં કાયર રહે છે, તે ઈષ્ટ પદાર્થો અને ઈષ્ટજનોને "તેઓ મારા છે, તેમના પર મારું સ્વામિત્વ છે," એમ માને છે. તેના વિયોગમાં ઝુરે છે, શોક કરે છે પરંતુ તે પદાર્થ તેમના હાથમાં આવતા નથી. તાત્પર્ય એ છે કે આટલી આકુળતા વ્યાકુળતા કરવા છતાં પણ તેઓ તે પદાર્થને પ્રાપ્ત કરી શકતા નથી અને ધર્મમાં સ્થિત થઈ શકતા નથી.
આ ગાથાનો અર્થ આ પ્રમાણે પણ કરવામાં આવે છે– જે મુનિ ધર્મમાં પારંગત છે અને આરંભકાર્યોથી પર છે, તેમના પ્રત્યે મમત્વ અને આસક્તિ યુક્ત સ્વજન તેમની પાસે આવીને શોક, વિલાપ અને રુદન કરે, સાધુને સંસારમાં લઈ જવાનો પ્રયત્ન કરે તો પણ તેઓ પોતાના તે મમત્વના કેન્દ્ર એવા સાધુને પ્રાપ્ત કરી શકતા નથી, તેને વશ કરી શકતા નથી.
અહીં પરિગ્રહની ત્યાજ્યતાના બે કારણો બતાવ્યાં છે. (૧) સાંસારિક પદાર્થ અને સ્વજનવર્ગ પ્રત્યે પરિગ્રહ(મમત્વ) રાખે છે, તે આ લોકમાં તો દુઃખી થાય જ છે, પરલોકમાં પણ દુઃખ પામે છે. (૨) પરિગ્રહથી પોતાના માનેલા સજીવ-નિર્જીવ બધા પદાર્થો નાશવંત છે. દ નોજ કુવ૬ :- ધન, સોનુ-ચાંદી, જમીન, મકાન આદિ નિર્જીવ પદાર્થો પ્રત્યેનું મમત્વ આ લોકમાં ચાર રીતે દુઃખદાયક છે. ૧. પદાર્થોને પ્રાપ્ત કરવામાં દુઃખ ૨. તેની રક્ષા કરવામાં દુઃખ ૩. તેના વ્યયમાં દુઃખ તથા ૪. તેના વિયોગમાં દુઃખ.
આ રીતે માતાપિતા આદિ સ્વજનો પ્રત્યેનું મમત્વ પણ દુઃખદાયી છે. રોગ, કષ્ટ, નિર્ધનતા, સંકટ સમયે સ્વજનોની સહાયતા તથા સુરક્ષાની આશા પ્રાયઃ સફળ થતી નથી. સ્વાર્થપૂર્તિ ન થાય તો સ્વજન પણ સાથ આપતા નથી. આ રીતે પરિગ્રહ આ લોકમાં દુઃખદાયી છે. પરતોને ય દુદં કુદાવહિં :- આ લોકમાં ઈષ્ટ પદાર્થો પર કરેલા રાગના કારણે જે કર્મબંધન થાય, તેના ફળસ્વરૂપે પરલોકમાં ઘણાં દુઃખ ભોગવવા પડે છે. તે દુઃખોને ભોગવતી વખતે શોક, ચિંતા અથવા વિષાદ ને વશ નવાં કર્મબંધન થાય છે, ફરી દુઃખ પામે છે, આ પ્રમાણે દુઃખપરંપરા વધતી જાય છે.
વિથમેનેન નં :- જેના પર મમત્વ રાખવામાં આવે છે તે સજીવ, નિર્જીવ પદાર્થો નાશવંત છે.
તે દ્રવ્યોની પર્યાય સમયે સમયે બદલાય જ જાય છે. વ્યક્તિ પોતે મૃત્યુ પામે ત્યારે પરિગ્રહનો વિયોગ થાય છે. જીવન દરમ્યાન તે પરિગ્રહભૂત વસ્તુ-વ્યક્તિ નાશ પામી જાય છે માટે આવા નાશવંત પદાર્થ પ્રત્યે મમત્વ શું રાખવું?
ત્તિ વિન્ન રાડારાવલે :- શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે પરિગ્રહને બન્ને લોકમાં દુ:ખદાયી તેમજ વિનાશી જાણીને કયો જ્ઞાની પરિગ્રહના ભંડારસમાન ગૃહસ્થાવસ્થામાં આવાસ કરશે? કોણ તે ગૃહપાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org