________________
અધ્યયન–૨/ઉદ્દેશક–૨
છે. સાધક અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રત્યેક જીવો સાથે વ્યવહારમાં સમભાવને જ પરિપક્વ બનાવે. સમભાવ તે જ સંયમનો સાર છે. આ સમતાધર્મનું નિરૂપણ સરળ છે પરંતુ તેનું આચરણ કઠિન છે. પાઠાંતર – પળસમત્તે ના સ્થાને પેöસમન્થે પાઠ મળે છે. તેના બે અર્થ છે. (૧) પ્રશ્નોના ઉત્તર દેવામાં સમર્થ અને (૨) જેના પ્રશ્ન સમાપ્ત થઈ ગયા હોય તે સંશયાતીત કે સમાપ્ત પ્રશ્ન.
૯૯
સમયા ધમ્મમુવાહો ના સ્થાને સમિયા ધમ્મમુવાહરે પાઠાંતર છે. તેનો અર્થ છે સમતા ધર્મનું પ્રરૂપણ કરે અથવા સમતાધર્મનું ઉદાહરણ—આદર્શ રજૂ કરે.
સમય સમીદિયા ના સ્થાને સમય વેદિયા પાઠાંતર મળે છે. તેનો અર્થ છે– પ્રત્યેક પ્રાણીમાં દુઃખની અપ્રિયતા, સુખની પ્રિયતા સમાન ભાવથી જાણીને.
પરિગ્રહ ત્યાગ :
९
धम्मस्स य पारए मुणी, आरंभस्स य अंतर ठिए । सोयंति य णं ममाइणो, णो य लभंति णियं परिग्गहं ॥ શબ્દાર્થ :- પારણ = પારગામી, અંતÇ- દૂર, રહિત, અભાવમાં, પ્િ = સ્થિતપુરુષ, મુળી = મુનિ કહેવાય છે, મમાફળો = મમતાવાળા પુરુષો, મમત્વ કરનાર, સોયંતિ ય = શોક કરે છે.
ભાવાર્થ :- જે પુરુષ ધર્મના પારગામી અને આરંભના અભાવમાં સ્થિત હોય અર્થાત્ નિરારંભી હોય તેને મુનિ સમજવા. મમત્વયુક્ત પુરુષ પરિગ્રહ માટે શોક કરે છે અને શોક કરવા છતાં પણ તે પોતાના ઈચ્છિત પરિગ્રહ રૂપ પદાર્થને મેળવી શકતા નથી.
| १०
इहलोग दुहावहं विऊ, परलोगे य दुहं दुहावहं । विद्धंसणधम्ममेव तं इति विज्जं कोऽगारमावसे ॥
શબ્દાર્થ :- હતોન= આ લોકમાં, વુહાવહૈં = દુ:ખ દેનાર, પરતોને ય = અને પરલોકમાં પણ, જુદું વુહાવદ = અત્યંત દુ:ખ દેનારા છે, વિ – એમ જાણો, તં = તે, વિધ્વંસળ થમ્મમેવ = નશ્વર સ્વભાવવાળા છે, રૂતિ વિષ્ત્ર = એમ જાણનારો, જો= કયો પુરુષ, અIR = ગૃહવાસમાં, આવસે નિવાસ કરે.
Jain Education International
ભાવાર્થ :- સોનુ, ચાંદી વગેરે પદાર્થો અને સ્વજન વર્ગનો પરિગ્રહ આ લોકમાં અને પરલોકમાં પણ દુઃખને ઉત્પન્ન કરનાર છે તથા તે પરિગ્રહ વિધ્વંસ–વિનશ્વર સ્વભાવવાળો છે, એવું જાણનાર કયો પુરુષ ગૃહસ્થપણામાં નિવાસ કરી શકે ?
=
વિવેચન :
આ બન્ને ગાથાઓમાં પરિગ્રહ ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. ગાથામાં અપરિગ્રહી મુનિની
For Private Personal Use Only
www.jainelibrary.org