________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સાથે સમસ્ત મોક્ષમાર્ગના પથિક, ગૃહત્યાગી સાધુઓને ઉપદેશ આપ્યો છે કે હે સાધકો ! હવે તમે કર્મબંધનનો માર્ગ છોડીને પૂર્વોક્ત વીરતાપૂર્વક વિદારણમાં સમર્થ (વૈદારક) માર્ગ પર આવી ગયા છો. હવે તમારે સંયમપાલનનાં ત્રણ સાધનો— મન, વચન, કાયા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનને સાવધ–પાપયુક્ત વિચારોથી રોકી, નિર્વધ–મોક્ષ તેમજ સંયમના વિચારોમાં, આત્મભાવમાં તલ્લીન કરો. વચનને પાપજનક શબ્દો વ્યક્ત કરવાથી રોકી, ધર્મ યુક્ત વચનો વ્યક્ત કરવામાં જોડી ધો અથવા મૌન રહો, કાયાને સાવધ કાર્યોથી રોકીને નિર્વધ સમ્યક્ ધર્માચરણમાં જોડી ધો. ધન, પરિવાર, સ્વજન અથવા ગૃહસ્થ જીવનપ્રત્યેનું આકર્ષણ સર્વથા છોડી દ્યો. મન તથા ઈન્દ્રિયોના વિજેતા, જાગૃત સંયમી બનીને આ મહાપથ પર વિચરણ કરો.
॥ અધ્યયન ર/૧ સંપૂર્ણ ॥
૯૪
બીજો ઉદ્દેશક
મહત્યાગ :
तयसं व जहाइ से रयं इति संखाय मुणी ण मज्जइ । गोयण्णतरेण माहणे, अहऽसेयकरी अण्णेसिं इंखिणी ॥
Jain Education International
શબ્દાર્થ :- તમસ વ = જેવી રીતે સર્પ પોતાની ત્વચાને, કાંચળીને, નહારૂ = છોડી દે છે તે રીતે, તે = તે સાધુ, થેં = આઠ પ્રકારની કર્મરજને છોડી દે છે, રૂતિ = એ પ્રમાણે, સવાય = જાણીને, મુળીમાહખે = અહિંસક મુનિ, ગોવળતરેળ = કોઈપણ ઉચ્ચ ગોત્રનો, ળ મળ્વર્ = મદ કરતા નથી, અબ્બેલિ = બીજાઓની, ફૅસ્થિી = નિંદા, અજ્ઞેયરી - કલ્યાણનો નાશ કરનારી છે.
OGOS
ભાવાર્થ :- જેમ સર્પ પોતાની ત્વચા (કાંચળી)ને ઉતારી નાખે છે, તેમ સાધુ આઠ પ્રકારના કર્મની રજને દૂર કરે છે. એ જાણીને માહણ–અહિંસાપ્રધાન મુનિ કોઈપણ ઉચ્ચ ગોત્રનો મદ ન કરે. બીજાની નિંદાને અશ્રેયકારી જાણી મુનિ અન્યની નિંદા ન કરે.
जो परिभवइ परं जणं, संसारे परियत्तइ महं ।
२
अदु इंखिणिया उ पाविया, इति संखाय मुणी ण मज्जइ ॥ શબ્દાર્થ :- મિવદ્= તિરસ્કાર કરે છે, સંસારે – તે સંસારમાં, મહેં = લાંબા કાળ સુધી, પવિત્તફ = ભ્રમણ કરે છે, અવુ વિળિયા = પરનિંદા, પાવિયા = પાપ ઉત્પન્ન કરે છે.
=
ભાવાર્થ :- જે સાધક અન્ય વ્યક્તિનો તિરસ્કાર, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે અવજ્ઞા કરે છે, તે લાંબાકાળ સુધી ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. પરનિંદા-પાપિકા છે, પાપોની જનની છે. તેમ જાણી
For Private Personal Use Only
www.jainelibrary.org