________________
અધ્યયન-ર/ઉદ્દેશક–૨
_.
[ ૯૫]
U
મુનિ જાતિ આદિનો મદ ન કરે.
जे यावि अणायगे सिया, जे वि य पेसगपेसए सिया । | जे मोणपयं उवट्ठिए, णो लज्जे समयं सया चरे ॥ શબ્દાર્થ :- ને યાજ = જે કોઈ ગાયને = અનાયક-નાયકરહિત રાજા, ચક્રવર્તી આદિ છે, ને વિ ય = અને જે કોઈ, વેસપેસ સિયા = દાસના પણ દાસ છે, ને = જો તે, મોળપN = મૌનપદ એટલે કે સંયમમાર્ગમાં, વકિપ= ઉપસ્થિત થાય તો પછી, તો નન્ને = તેઓએ શરમાવું ન જોઈએ, પરંતુ, તથા = સદા, સમયે રે = સિદ્ધાંત અનુસાર વિચરણ કરે. ભાવાર્થ :- જેના કોઈ નાયક નથી તેવા ચક્રવર્તી આદિ રાજા હોય અથવા કોઈ દાસના પણ દાસ હોય જો તે સંયમમાર્ગમાં ઉપસ્થિત (દીક્ષિત) થાય તો તેને અભિમાન વશ કે હીનતાવશ શરમ લાવવી, અનુભવવી ન જોઈએ. તેઓએ તો હંમેશાં સિદ્ધાંત અનુસાર આચરણ કરવું જોઈએ.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં મુખ્યરૂપે મદત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. મદત્યાગના વિવિધ દષ્ટિકોણ આ પ્રમાણે છે– ૧. સાધુ, કર્મ બંધકારી આઠ પ્રકારના મદનો ત્યાગ કરે ૨. મદાબ્ધ થઈ અકલ્યાણકારી પરનિંદા ન કરે ૩. જાતિ આદિ મદને વશીભૂત થઈ પરનો તિરસ્કાર ન કરે ૪. લઘુતાગ્રંથી કે ગુરુતાગ્રંથીને વશ બની લજ્જાનો અનુભવ ન કરે અથવા રાજા કે નોકર કોઈપણ વ્યક્તિ દીક્ષા લઈ યાચના પરીષહ સમયે લજ્જા ન અનુભવે.
પતિ સહાય મુખ જ મw :-મદત્યાગનું આ મહત્વપૂર્ણ સૂત્ર છે. જાતિ, રૂપ, જ્ઞાન આદિ કોઈ પણ પ્રકારનો મદ પાપકર્મના બંધનું કારણ છે. જેવી રીતે સર્પ પોતાની કાંચળીને નિસ્પૃહ બની છોડી દે તેમ સાધુ કર્મના જનક જાતિ, ગોત્ર (કુળ), બળ, રૂપ, ધન-વૈભવ આદિ મદનો સર્વથા ત્યાગ કરે.
દસેયર અહિં Gિ :- કોઈપણ સાધકમાં જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, શાસ્ત્રજ્ઞાન, ઐશ્વર્યાદિ કોઈપણ મદ આવે તો તે બીજાનો ઉત્કર્ષ કે બીજાની ઉન્નતિને સહી શકતો નથી. બીજાની ઉન્નતિ, યશકીર્તિ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા આદિની વૃદ્ધિ જોઈને તે મનોમન ખેદ પામે છે, ઈર્ષ્યા કરે છે અને અન્યના દોષ જોવા પ્રયત્નશીલ રહે છે, તેઓની નિંદા, ચુગલી, ખોટા દોષારોપણ કે અપકીર્તિ કર્યા કરે છે. આ રીતે મદ કરી તે સાધક પાપકર્મોનો બંધ કરે છે. મદુ વિણા ૩પવિયા, તિ સહાય મુળ જ મન :- પરનિંદા ઉત્પન્ન કરનાર મદનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ વાતને પુષ્ટ કરવા શાસ્ત્રકારે ગાથાના ઉત્તરાર્ધ્વમાં આ તથ્યને ફરીવાર પ્રગટ કર્યું છે. રૂહિ શબ્દનું સંસ્કૃતરૂ૫ રૂક્ષ છે. ઈક્ષિણીનો અર્થ છે જોનારી, બીજાના દોષ જોનારી પરદોષ દષ્ટિ. પરનિંદા, ચાડી, ચુગલી, અપકીર્તિ, મિથ્યા દોષારોપણ વગેરે પરદોષ દર્શનના કારણે થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org