________________
૭૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સમ્યગુદર્શન અને સમ્યકુચરિત્ર આ રત્નત્રય રૂ૫ ઉત્તમ ધર્મનો બોધ જ સંબોધ કહેવાય છે. રત્નત્રય રૂ૫ ધર્મ, નવ તત્વ પરની શ્રદ્ધા સંબોધિ કહેવાય છે. આ સંબોધ અને સંબોધિ બંને દુર્લભ છે.
શાસ્ત્રમાં ૧૦ બોલની દુર્લભતા બતાવવામાં આવી છે– (૧) મનુષ્ય જન્મ (૨) આર્ય ક્ષેત્ર (૩) ઉત્તમ કુળ (૪) પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા (૫) દીર્ઘ આયુષ્ય (૬) નિરોગી કાયા (૭) સંત સમાગમ (૮) ધર્મ શ્રવણ (૯) ધર્મ શ્રદ્ધા (૧૦) સંયમધર્મનું આચરણ.
આ દસ બોલની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. આ ભવમાં પણ ક્રમશઃ ધર્મશ્રવણાદિ દુર્લભ છે તો પરભવની તો વાત જ શું કરવી? મનુષ્યભવ વગેરે કેટલીક દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય ત્યારે લોકો વિચારે છે કે પછીના જન્મમાં બોધ પ્રાપ્ત કરીશું.
સામાન્ય રીતે મનુષ્યો વર્તમાન પ્રાપ્ત ઉત્તમ અવસરને બે પ્રકારના વિચારે ગુમાવે છે. (૧) દેવલોક અથવા ફરીથી મનુષ્ય જન્મ મળશે ત્યારે ધર્મશ્રવણ તથા ધર્માચરણ કરીશું અને (૨) ભોગ ભોગવી, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે ધર્મશ્રવણ કરીશું.
આ બંને આશા કાર્યકારી નથી. મૃત્યુ પછી દેવલોક જ પ્રાપ્ત થાય તે નિશ્ચિત નથી. જો તિર્યંચ કે નરકગતિ પ્રાપ્ત થાય તો ત્યાં સંબોધની પ્રાપ્તિ પ્રાયઃ અસંભવિત છે. દેવગતિ પ્રાપ્ત થઈ જાય તોપણ ત્યાં સમ્યગુદર્શન તેને જ પ્રાપ્ત થાય કે જેણે મનુષ્ય જન્મમાં ધર્મકરણી કરી હોય, કદાચ ત્યાં સંબોધની પ્રાપ્તિ થઈ જાય તોપણ દેવો સંયમ સ્વીકાર કે ધર્માચરણ કરી શકતા નથી. દસમી દુર્લભ વસ્તુ દેવો ક્યારેય મેળવી શકતા નથી. મનુષ્ય પ્રમાદમાં, ઈન્દ્રિય વિષયોના ભોગવટામાં પડી જાય તો સંબોધ– ધમોચરણની પ્રાપ્તિ થતી નથી માટે જ શાસ્ત્રકારે આ ગાથામાં કહ્યું કે નો સુત્તમ પુણરાવિ નવિય માનવ જીવન અથવા સંયમ જીવનની પ્રાપ્તિ સુલભ નથી.
વૃદ્ધાવસ્થામાં ધર્મ કરશે તેવો ભરોસો રાખવો ઉચિત નથી. વૃદ્ધાવસ્થા આવશે કે નહીં તે ખબર નથી. કદાચ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય તોપણ શરીર જર્જરિત થઈ ગયું હોય, ઈદ્રિયો ક્ષીણ થઈ ગઈ હોય, તેથી ધર્માચરણ કેવી રીતે થઈ શકે? વીતેલો સમય પાછો આવતો નથી. શાસ્ત્રકારે આ ગાથામાં દુવતિ જો આ ગાથા પદ દ્વારા આ જ વાતનો નિર્દેશ કર્યો છે કે જે સમય વ્યતીત થાય છે તે પાછો આવતો નથી. માટે બોધને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનો.
ભગવાન ઋષભદેવનો આ વૈરાગ્યપ્રદ ઉપદેશ સમસ્ત ભવ્ય માનવોના રાગ-દ્વેષ–મોહ વિદારણ કરવામાં તેમજ બોધ પ્રાપ્ત કરવામાં મહાન ઉપયોગી છે. દ્રવ્યસંબોધની અપેક્ષાએ ભાવસંબોધ દુર્લભતર :- દ્રવ્ય નિદ્રામાંથી જાગવું તે દ્રવ્યસંબોધ છે અને ભાવનિદ્રા (જ્ઞાન, દર્શન, ચારિત્રની શૂન્યતા અથવા પ્રમાદ)થી જાગવું તે ભાવ સંબોધ છે. આ ભાવ સંબોધ પ્રાપ્ત કરવા તરફ શાસ્ત્રકારનો ઈશારો છે. નિર્યુક્તિકારે દ્રવ્ય અને ભાવથી જાગરણ અને શયનને લઈને ચતુર્ભગી બતાવી છે–(૧) એક સાધક દ્રવ્યથી સૂએ છે, ભાવથી જાગે છે (૨) દ્રવ્યથી જાગે છે, ભાવથી સૂએ છે (૩) દ્રવ્યથી પણ સૂએ છે, ભાવથી પણ સૂએ છે (૪) દ્રવ્ય અને ભાવ બંન્નેથી જાગે છે. આમાં ચોથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org