________________
અધ્યયન-૨ઉદ્દેશક-૧
_
૭૯ |
ભંગ સર્વોતમ છે. તેના પછી પહેલો ભંગ ઠીક છે, બાકીના બે ભંગ નિકૃષ્ટ છે. ઉદ યુથ આ૩૦ઉન્મિ ૬ :- નાના હોય કે મોટા યુવાન કે વૃદ્ધ પ્રત્યેક જીવંત પ્રાણી મૃત્યુને આધીન છે. આયુષ્ય પૂર્ણ થતાં જ મૃત્યુ નિશ્ચિત છે. આ કથનને સૂત્રકારે બાજપક્ષીના દાંતથી સમજાવ્યું છે. જે રીતે બાજપક્ષી હોલા પર ઝાપટ મારી તેના જીવનને નષ્ટ કરે છે તે જ રીતે આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ રૂપી બાજ જીવન પર તૂટી પડે છે અને જીવનને નષ્ટ કરી નાખે છે.
મનુષ્ય જન્મ પ્રાપ્ત થઈ જાય તોપણ મૃત્યુ નિશ્ચિત છે, એથી સંબોધ પ્રાપ્ત કરવામાં તથા ધર્મારાધના કરવામાં વિલંબ કરવો ન જોઈએ. જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનમાં વ્યક્તિ માતા-પિતા આદિ સ્વજનોના મોહમાં ફસાઈ જાય છે તે મોહ ભાવ દુર્ગતિનું કારણ છે. તેમ સમજી તેનો ત્યાગ કરવો જોઈએ. નાવાહિં પિયહિં સુખ૬ :- અહીં માતા પિતા આદિની શ્રાવક ધર્મોચિત સેવા, આજ્ઞાપાલન વગેરે કર્તવ્ય પાલનનો નિષેધ કર્યો નથી પરંતુ તેના પ્રત્યે મોહાંધ થઈ શ્રાવક ધર્મ વિરુદ્ધ, અંધ પરંપરાગત હિંસાજનક કુપ્રથાઓથી બચવાની પ્રેરણા આપવામાં આવી છે તથા પશુબલી, મદિરાપાન વગેરે કુવ્યસનો, હિંસા, અસત્ય, ચોરી, લૂંટફાટ, દાણચોરી, દગો આદિ ભયંકર પાપકર્મોથી બચવાની પ્રેરણા આપવામાં આવી છે. આ ગાળામાં માથાઉં-fપયાઉં માતાપિતા એવો શબ્દ પ્રયોગ છે પરંતુ તેનાથી સ્વજનોનું ગ્રહણ થઈ જાય છે. ટૂંકમાં કુટુંબીજનો-સ્નેહીજનોનો મોહ દુર્ગતિનું કારણ બને છે. તે કુટુંબીજનોના મોહને કારણે વ્યક્તિ ધર્મના આચરણથી વિરત રહે છે અને તે અવિરતિ જ સંસાર ભ્રમણ કરાવે છે. પરલોકમાં તેના માટે સદ્ગતિ પણ સુલભ નથી. કોઈ પ્રતમાં માયા પિયા નુખદ્ આ પાઠાન્તર છે. તેનો અર્થ છે કે માતા દ્વારા અથવા પિતા દ્વારા ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરી દેવામાં આવે છે. ચૂર્ણિકારે નાગાર્જુનીય સમ્મત પાઠાન્તર બતાવ્યો છે કે, માતાપિતો ય માતરો વિનમેઝ સુખ પ્રખ્ય = માતા, પિતા, પિતામહ, ભાઇ આદિ મયો પછી પરલોકમાં પુત્રાદિના સત્કાર્યનું કર્મફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? સવ હિંદ૬ :- પોતાના કર્મોનાં ફળનો ભોગવટો પોતે જ કરવો પડે છે. પૂર્વ ગાથાના સંદર્ભમાં "માતા પિતા આદિ કુટુંબીજનોને માટે કરવામાં આવેલાં પાપકર્મોનું ફળ પુત્રને ભોગવવું ન પડે. આવી ખોટી માન્યતા (ભ્રમણા)નો શિકાર બનેલી વ્યક્તિઓને લક્ષ્યમાં રાખીને ગાથામાં કહ્યું છે કે, મિ કફ મુદ્દે અપુEવં જગતમાં સમસ્ત પ્રાણીઓનાં કર્મ ભિન્ન ભિન્ન છે, તે કર્મોના ફળસ્વરૂપે વ્યક્તિ વિવિધ સ્થાનોમાં જાય છે. કર્મોનું ફળ ભોગવ્યા વિના છુટકારો નથી. આ ગાથામાં ત્રણ અર્થો છુપાયેલા છે. (૧) માતા પિતાદિ માટે પુત્રો વડે કરાયેલા કર્મોનું ફળ માતાપિતા ભોગવી શકે નહીં. (૨) પ્રત્યેક વ્યક્તિના કર્મ પૃથક પૃથક છે. પ્રત્યેક વ્યક્તિને પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. (૩)કર્મોદયને સમભાવપૂર્વક ભોગવવાથી અથવા અહિંસા, સંયમ, તપની આરાધના કરવાથી કર્મોની નિર્જરા થાય છે. અનિત્યભાવ દર્શન -
देवा गंघव्व रक्खसा, असुरा भूमिचरा सिरीसिवा । राया णरसेट्ठि-माहणा, ठाणा ते वि चयंति दुक्खिया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org