________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૪.
[ ૭૩ ]
કરવાનો વિચાર પણ ન કરે. મોક્ષ ન થાય ત્યાં સુધી, સાધનાકાળમાં કોઈ પરીષહ, ઉપસર્ગ, સંકટ અથવા વિષમ પરિસ્થિતિ આવે, તોપણ સાધુ તેના પર વિજય મેળવી પોતાના સંયમમાં પ્રગટતિ કરતા રહે પણ તે સંયમને છોડવાનો જરા માત્ર પણ વિચાર ન કરે. જેમ સત્વશાળી પ્રવાસી જ્યાં સુધી પોતાની ઇષ્ટ મંજિલ ન મેળવે, ત્યાં સુધી ચાલવાનું બંધ કરતો નથી અથવા નદીના કિનારાને શોધનારો માણસ નદીનો કિનારો ન મળે ત્યાં સુધી નૌકાનો ત્યાગ કરતો નથી, તેમ જ્યાં સુધી સમસ્ત દુઃખો(ક)ને દૂર કરનાર સર્વોત્તમ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષાર્થીએ સંયમપાલન કરવું જોઈએ. સંપૂર્ણ કર્મોના ય (મોક્ષ) માટે સતત સંયમમાં પરાક્રમ કરતો રહે, એમ કરવું તે ચારિત્રશુદ્ધિ માટે આવશ્યક છે.
| | અધ્યયન ૧/૪ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org