________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
(૬) વવાનું અતળું જૂનું માથું ધ વિનિંષર્ :- કષાય પણ કર્મબંધનું એક વિશિષ્ટ કારણ છે. કષાય મુખ્યરૂપે ચાર પ્રકારના છે. ક્રોધ, માન, માયા અને લોભ. સાધુ જીવનમાં કોઈપણ કષાય તીવ્ર થાય તો તે ચારિત્રનો ઘાત થાય છે. બહારથી ઉચ્ચ ક્રિયાનું પાલન કરવા છતાં પણ સાધકમાં અભિમાન, કપટ, લોભ(આસક્તિ) અથવા ક્રોધની માત્રા વધતી જાય તો તે તેના સાધત્વનો નાશ કરે છે. સાધુ ધર્મનું મૂળ ચારિત્ર છે, કષાય વિજય ન થવાથી તે દૂષિત થઈ જાય છે. માટે સાધુએ આ ચારે કષાયનો ત્યાગ કરવો જોઈએ.
હર
(૭) સમિર્ સા સાહૂ – સાધુ પાંચ સમિતિઓથી સમિત–યુક્ત હોય.
*
(૮) પંચલવા સંવુડે :– સાધુ પાંચ સંવરથી સંવૃત્ત રહે. પ્રાણાતિપાતાદિ પાંચ અવ્રતોના ત્યાગ રૂપ પાંચ મહાવ્રત જ પાંચ સંવર છે. આ પાંચ સંવર કર્માશ્રવને રોકનારા છે, કર્મબંધના નિરોધક છે. બીજા શબ્દોમાં કહીએ તો સાધુ જીવનમાં પ્રાણ છે. તેના વિના સાધુ જીવન નિષ્પ્રાણ છે. તેથી સાધુએ ચારિત્રના આધારભૂત આ પાંચ મહાવ્રતો (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ)ને પ્રાણના ભોગે પણ સુરક્ષિત રાખવા જોઈએ. અન્યથા ચારિત્ર શુદ્ધિ તો દૂર રહી પણ ચારિત્રનો જ વિનાશ જાય. તેથી શાસ્ત્રકારે આ વિવેકસૂત્ર બતાવ્યું છે. પાંચ ઇન્દ્રિયને વિષયમાં જતી રોકવી તે પણ પાંચ સંવર કહેવાય છે. આ પાંચ પ્રકારના સંવરથી સાધુ સંવૃત રહે.
(૯) સિદ્િ સિ:- 'સિત' એટલે બંધાયેલ, ગૃહપાશમાં બંધાયેલ એવા ગૃહસ્થમાં, અસિત એટલે બંધાયા વિના, આસક્ત થયા વિના સાધુ અલિપ્ત રહે. આ વિવેક સૂત્ર પણ અત્યંત મહત્વપૂર્ણ છે. સ્થવિરકહપી સાધુને આહાર, પાણી, આવાસ, પ્રવચન આદિ કારણે ગૃહસ્થના સંપર્કમાં વારંવાર આવવાનું રહે પણ તે સમયે સાધુ સાવધાન રહે. સાધુ ગૃહસ્થો સાથે, ગૃહસ્થની પત્ની, પુત્ર, માતા, પિતા આદિ પારિવાજિકજનો સાથે સંપર્ક રાખવા છતાં તેઓના મોહરૂપી પાશ-બંધનોમાં ફસાય નહીં. રાગદ્વેષાદિને વા ગૃહસ્થોની ખોટી નિંદા-પ્રશંસા આદિ ન કરે, તેની સમક્ષ દીનતા કે હીનતા પ્રગટ ન કરે, તેની સાથે કોઈ પ્રકારનો મોહસંબંધ પણ ન રાખે. તેની સાથે નિર્લિપ્ત, અનાસક્ત નિઃસ્પૃહ અને નિર્મોહ રહે, અન્યથા તેના પંચમહાવ્રત રૂપ ચારિત્રાચારમાં શિથિલતા આવવાની સંભાવના છે. સાધુ ગૃહસ્થોની વચ્ચે રહેવા છતાં જલકમલવતું નિર્લિપ્ત રહે.
(૧૦) આમોલાત્ પરિવર્જ્ઞાપ્તિઃ– સંપૂર્ણ કર્મથી મુક્ત ન થાય ત્યાં સુધી સંયમ પર્યાયનું પાલન કરે. આ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિવેક સૂત્ર છે. ચારિત્ર પાલન માટે સાધુને તન, મન, વચનની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાન રહેવું જરૂરી છે. પ્રવૃત્તિ સમયે સંયમની દઢતાનો ખ્યાલ રાખવો જોઈએ. મુક્ત થવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી સંયમમાં સતત ઉદ્યમશીલ રહેવું જોઈએ. તેની કોઈ પણ પ્રવૃતિ કર્મબંધનજન્ય ન હોય પણ પ્રત્યેક પ્રવૃત્તિ કર્મબંધનથી મુક્ત થવા માટે હોય. પ્રવૃત્તિ કરતાં પહેલાં તેને ચિંતન કરવું જોઈએ કે મારી આ પ્રવૃત્તિથી કર્મબંધ થશે કે કર્મમોક્ષ ? જો કોઈ પ્રવૃત્તિ કરવાથી સસ્તી પ્રતિષ્ઠા કે ક્ષણિક વાહવાહ મળતી હોય અથવા પ્રસિદ્ધિ થતી હોય પરંતુ તે કર્મ બંધકારક હોય તો સાધક તેનાથી દૂર રહે. કોઈ પ્રવૃત્તિથી મોક્ષમાર્ગના અંગભૂત ચારિત્રનો નાશ થાય તેમ હોય તો તેવી પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org