________________
| અધ્યયન-૧/ઉદ્દેશક-૪
૭૧ |
માટે આસન ઉપરથી ઉઠીને ઉભા થઈ જવું "અભ્યત્થાન" સમાચારી છે. (૧૦) ૩વપથ = શાસ્ત્ર સંબંધી જ્ઞાન આદિ વિશિષ્ટ પ્રયોજન માટે કોઈ બીજા આચાર્યની પાસે વિનયપૂર્વક રહેવું તે "ઉપસંપદા" સમાચારી છે.
આ પ્રમાણે દશ પ્રકારની સમાચારીમાં હૃદયથી સ્થિત રહેવું, સતત નિષ્ઠાવાન રહેવું તે ચારિત્ર શુદ્ધિનું મહત્વપૂર્ણ અંગ છે. (૨) વિવેદીઃ- આહારાદિમાં આસક્તિ ન રાખે. સાધુ જો જીભની લોલુપતા તથા વસ્ત્ર, ધર્મોપકરણ, સંઘ, પંથ, ગચ્છ, ઉપાશ્રય, શિષ્ય-શિષ્યા, ભક્ત આદિમાં આસક્ત બને તો તેના મહાવ્રત દૂષિત થાય છે. વિયોહી નું સંસ્કૃત રૂપાંતર(છાયા) વિતરી પણ થાય છે. તેનો અર્થ છે– ગૃહસ્થ કે ઘર પર મમત્વ ભાવ ન હોય તેવા સાધુ. (૩) માથામાં રહ:- આદાન એટલે ગ્રહણ કરવું. જેના દ્વારા મોક્ષનું ગ્રહણ થાય તે આદાન. સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા મોક્ષનું ગ્રહણ થાય છે માટે અહીં "આદાન" શબ્દ દ્વારા જ્ઞાન-દર્શન ચારિત્ર ગ્રહણ કરવામાં આવ્યા છે. સાધુ આ રત્નત્રયનું સંરક્ષણ કરે. દીક્ષા લે ત્યારે સાધુ સમ્યક ચારિત્રનો સ્વીકાર કરે છે પરંતુ પ્રમાદના કારણે શિથિલ બની જવાની સંભાવના છે. ચારિત્રમાં દોષ લાગે તો ચારિત્ર મલિન થઈ જાય છે.
જ્ઞાનનું વિસ્મરણ થાય, અન્ય મતના આડંબર જોઈ તે દર્શન તરફ અનુરાગી બની જાય તો દર્શન મલિન બને માટે સાધુએ અપ્રમત રહી મુક્તિના સાધનનું સમ્યક પ્રકારે રક્ષણ કરવું જોઈએ, તેને સુરક્ષિત રાખવું જોઈએ. રત્નત્રયની ઉન્નતિ અથવા વૃદ્ધિ થાય, તેવો પ્રયત્ન કરવો જોઈએ. (૪) વરિયાડસાહેબ્બાસુ, મિત્તપણે ય સંતો:- સાધુએ ગમનાગમન, આસન, શયન, ભોજન વગેરે પોતાની દરેક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવી જોઈએ. તેની પ્રત્યેક ક્રિયા યત્નાપૂર્વક થવી જોઈએ. જો તે પોતાની પ્રવૃત્તિ વિવેકપૂર્વક ન કરે તો તેની પ્રવૃત્તિ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ દોષોથી દૂષિત થતાં તેનું ચારિત્ર વિરાધિત-ખંડિત થઈ જાય. ચારિત્ર શુદ્ધિની દષ્ટિએ ઈર્યાસમિતિઆદાન નિક્ષેપણ સમિતિ તેમજ એષણા સમિતિનું અપ્રમત્તપણે પાલન કરવાનો અહીં સંકેત છે. ઉપલક્ષણથી અહીં ભાષાસમિતિ અને પરિષ્ઠાપનના સમિતિનું ગ્રહણ થઈ જાય છે. ગાથા ગત ચર્યા, આસન, શય્યા વગેરે ભંડોપકરણ યતનાપૂર્વક કરવાથી આદાન-નિક્ષેપણા સમિતિ, ભરૂપાણ શબ્દથી એષણા સમિતિનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ગોચરી–પાણી વગેરે અર્થે ગૃહસ્થ સાથે યત્નાપૂર્વક બોલવાથી ભાષા સમિતિ, આહાર–પાણીના સેવનથી ઉચ્ચાર પ્રસવણ અવશ્યભાવી છે માટે પરિષ્ઠાપન સમિતિનું પણ ગ્રહણ થઈ જાય છે. પ્રત્યેક ક્રિયા યત્નાપૂર્વક કરવાથી પાંચ સમિતિનું પાલન થાય છે. (૫) પહિં િિહં સાહિં સંના સયં મુળા - પૂર્વોક્ત ત્રણ સ્થાનો (સમિતિઓ)માં સંયમ મુનિ સમ્યક્ પ્રકારે સતત યત્નાશીલ રહે. પ્રતિક્ષણ અપ્રમત્ત રહેવાની સૂચના આ ગાથા પદમાં કરી છે. મન-વચન અને કાયા આ ત્રણ પ્રકારની ગુપ્તિમાં નિરંતર પ્રયત્નશીલ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org