________________
[ ૭૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બીજું અધ્યયન
અધ્યયનનું નામ વૈતાલીય' છે.
'વેયાલીય' આ પ્રાકૃત શબ્દના સંસ્કૃતમાં બે રૂપ થાય છે, વૈતાલીય અને વૈચારિક. આ અધ્યયનના 'વૈતાલીય અને વૈચારિક' એવા બંને નામ નિયુક્તિકાર, ચૂર્ણિકાર અને વૃત્તિકાર ત્રણેને માન્ય છે.
વેતાલનો અર્થ છે પિશાચ. મોહરૂપી વેતાલ સાધકને કેવી રીતે પરાજિત કરે છે? મોહરૂપી વેતાલથી સાધકે કેવી રીતે બચવું? મોહરૂપી વેતાલ સંબંધી વર્ણન આ અધ્યયનમાં હોવાથી વૈતાલીય નામ સાર્થક
આ અધ્યયનની રચના વૈતાલીય નામના છંદમાં કરવામાં આવી છે, તેથી આ અધ્યયનનું નામ વૈતાલીય' રાખવામાં આવ્યું છે.
આ અધ્યયનનું બીજું નામ વૈદારિક છે. વિદારણ એટલે નાશ કે વિનાશ. કર્મના બીજભૂત રાગ-દ્વેષ, મોહના વિદારણનો ઉપદેશ હોવાથી આ અધ્યયનને વૈદારિક' કહેવામાં આવે છે. આ અધ્યયનના પ્રથમ ઉદેશકની અંતિમ ગાથાના વાણિય મા આ ગાથાપદનો, કર્મ વિદારણનો માર્ગ અથવા કર્મ વિદારક ભગવાન મહાવીરનો માર્ગ, એમ અર્થ કરવામાં આવે છે. વેયાલીય' એટલેવિદારણ તેવો અર્થ ચૂર્ણિ–વૃત્તિમાં જોવા મળે છે. તેથી વિદારણ નામ પણ સાર્થક જ છે.
આ અધ્યયનમાં દ્રવ્ય વિદારણ નહીં પણ ભાવ વિદારણનું વર્ણન છે. રાગ-દ્વેષ, મોહના વિદારણનું સામર્થ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં જ છે.
અષ્ટાપદ પર્વત પર બિરાજમાન ભગવાન ઋષભદેવે માર્ગદર્શન માટે પોતાની સમીપે આવેલા ૯૮ પુત્રોને જે પ્રતિબોધ આપ્યો, જે સાંભળી તેઓનો મોહભંગ થયો, પ્રતિબદ્ધ થઈ પ્રભુ પાસે પ્રવ્રજિત થયા, તે પ્રતિબોધ આ અધ્યયનમાં સંગ્રહિત છે. એમ નિર્યુક્તિકારનું કથન છે.
ભાવવિદારણના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત અધ્યયનના ત્રણ ઉદ્દેશાઓમાં વસ્તુતત્ત્વનું પ્રતિપાદન વૈશાલિક જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો ઉલ્લેખ આ અધ્યયનના અંતમાં છે. પ્રથમ ઉદ્દેશકમાં સંબોધ-હિતપ્રાપ્તિ અને અહિત ત્યાગનો સમ્યક્ બોધ અને સંસારની અનિત્યતાનો ઉપદેશ છે.
બીજા ઉદ્દેશકમાં મદ, નિંદા, આસક્તિ આદિના ત્યાગનો તથા સમતા આદિ નિધર્મનો ઉપદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org