________________
૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કરે, ચોરી અને બેઈમાની કરે, મારી બહેન દીકરીની ઈજ્જત લૂંટે કે સંગ્રહખોરી કરે તો મને દુઃખ થાય, તેવી જ રીતે બીજા સાથે હું એવો વ્યવહાર કરું તો તેને પણ દુઃખ થાય. આ રીતે સમતાની અનુભૂતિ આવવાથી જ અહિંસાનું આચરણ થઈ શકે છે.
પોતાના આત્માના ત્રાજવા પર તોળીને સત્યની શોધ કરો. એવું કરવાથી જ ખબર પડશે કે બીજા પ્રાણીને મારવા, સતાવવા આદિથી એટલી જ પીડા થાય છે, જેટલી પીડા પોતાને થાય છે. આચારાંગ સુત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે પ્રાણીને તમે મારવા, પીટાવ, સતાવવા, ગુલામ બનાવીને રાખવા, ત્રાસ દેવા, ડરાવવા ઈચ્છો છો, તે તમે જ છો, એમ વિચારી લો–તેના સ્થાનપર તમે જ છો.
તાત્પર્ય એ છે કે, આ પ્રકારની સમતા જીવનમાં આવી જવી તે જ અહિંસા છે. આ સમતા સૂત્રથી અહિંસા આદિનું આચરણ થાય છે. આ અહિંસાનો સિદ્ધાંત છે. તેને સારી રીતે હૃદયંગમ કરી લેવો તે જ જ્ઞાનીના જ્ઞાનનો સાર છે. જો પુરુષ એટલું પણ ન કરી શકે તો તેનું જ્ઞાન નિરર્થક જ નહિ, ભારરૂપ છે, પરિગ્રહરૂપ છે.
આ સંપૂર્ણ ગાથાનો સાર એ છે કે, જ્ઞાની પુરુષને માટે આ વાત જ ન્યાયસંગત છે કે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે, "માત્મવત્ સર્વભૂતેષુ” નો ભાવ રાખીને અહિંસાનું આચરણ કરે. ચારિત્ર શુદ્ધિ :___वुसिए य विगयगेही य, आयाणं संरक्खए ।
चरियाऽऽसण-सेज्जासु, भत्तपाणे य अंतसो ॥ શબ્દાર્થ – = દશ પ્રકારની સાધુ સમાચારીમાં સ્થિત, સંયમવાન, વિયનોદ = આહાર આદિમાં વૃદ્ધિ (આસક્તિ) રહિત સાધુ, આવા = જ્ઞાન, દર્શન અને ચારિત્રની, સંરહ = સમ્યક પ્રકારે રક્ષા કરે, વરિયાળતેશ્વાસુ = ચાલવા, ફરવા, બેસવા અને શય્યાના વિષયમાં, અંતરો = અંતતઃ (ત્યાં સુધી કે), મત્તા = ભાત પાણીના વિષયમાં સદા ઉપયોગ રાખે.
ભાવાર્થ:- દશ પ્રકારની સાધુ સમાચારમાં સ્થિત અને આહાર આદિમાં વૃદ્ધિ-આસક્તિ રહિત સાધુ મોક્ષ પ્રાપ્તિના આદાન(સાધન જ્ઞાન, દર્શન, ચારિત્ર)ની સમ્યક્ પ્રકારે રક્ષા કરે તથા ચર્યા, આસન–બેસવું અને શય્યા-સૂવાના વિષયમાં અને આહાર પાણીના સંબંધમાં હંમેશાં ઉપયોગ રાખે.
एतेहिं तिहिं ठाणेहिं, संजए सययं मुणी ।
उक्कसं जलणं णूमं, मज्झत्थं च विगिंचए ॥ શબ્દાર્થ – સંન = સંયમ રાખતો, ૩૦= માન, નનળ = ક્રોધ, [= માયા, મ ત્સ્ય = લોભને, વિવર = ત્યાગે (છોડી દે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org