________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૪
૯ |
ભાવાર્થ-પૂર્વોક્ત ઈર્ષા સમિતિ, આદાન-નિક્ષેપણ સમિતિ અને એષણા સમિતિરૂપ આ ત્રણે સ્થાનોમાં સતત સંયત મુનિ માન-ઉત્કર્ષ, ક્રોધ-જ્વલન, ભૂમ-માયા અને લોભ-મધ્યસ્થનો પરિહાર–ત્યાગ કરે. | મા ૩ સી સી ૬, પંસંવરdવુડે !
सिएहिं असिए भिक्खू, आमोक्खाए परिवएज्जासि॥त्ति बेमि ॥ શબ્દાર્થ -સિહં ગૃહપાશમાં બંધાયેલા ગૃહસ્થોમાં, લિઈ = મૂછભાવ ન રાખતા, મોરવાઈ = મોક્ષ પ્રાપ્તિ પર્વત, પરિવાર = સંયમનું અનુષ્ઠાન કરે. ભાવાર્થ - ભિક્ષાશીલ સાધુ હંમેશાં પાંચ સમિતિઓથી યુક્ત થઈને પાંચ સંવર દ્વારા આત્માને આશ્રવોથી સુરક્ષિત રાખી ગૃહસ્થોના સ્નેહપાશમાં બંધાયા વિના, મૂછ રાખ્યા વિના મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી સંયમમાં ઉદ્યમ કરે.
વિવેચન :
આ ત્રણ ગાથામાં કર્મબંધનોને તોડવા માટે ચારિત્ર શુદ્ધિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર તે રત્નત્રયી મોક્ષમાર્ગ કહેવાય છે. તે કર્મબંધથી મુક્ત થવાનું એકમાત્ર સાધન છે. આ અધ્યયનના ચારે ઉદ્દેશકમાં અજ્ઞાનીઓની માન્યતાઓનું મિથ્યાપણું બતાવી શાસ્ત્રકારે પૂર્વની ગાથાઓ દ્વારા જ્ઞાન-દર્શનની શુદ્ધિનો નિર્દેશ કરી, આ ત્રણ ગાથાઓમાં ચારિત્ર શુદ્ધિ પર ભાર આપ્યો છે. અવિરતિ, પ્રમાદ, કષાય અને મન-વચન-કાયા-યોગનો દુરુપયોગ, આ ચારિત્રદોષો કર્મબંધનનાં મુખ્યકારણ છે. ચારિત્ર શુદ્ધિથી જ આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિ(નિર્જરા)ને માટે સમિતિ, ગુપ્તિ, દશવિધ યતિધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય, ચારિત્ર અને તપની આરાધના આવશ્યક છે. આ રીતે ચારિત્ર શુદ્ધિના ઉપલક્ષ્યમાં શાસ્ત્રકારે આ ત્રણ ગાથાઓમાં ૧૦ વિવેક સૂત્રો બતાવ્યા છે. ૧- દશ પ્રકારની સમાચારીમાં સ્થિત રહે. ૨- આહારાદિમાં વૃદ્ધિ-આસક્તિ ન રાખે. ૩- અપ્રમત્ત થઈને પોતાના આત્માનું અથવા રત્નત્રયનું સંરક્ષણ કરે. ૪– ગમનાગમન, આસન, શયન, ખાન-પાન વગેરે ક્રિયા યત્નાપૂર્વક કરે. પ- પૂર્વોક્ત ત્રણ સ્થાનો(સમિતિઓ), અથવા મન, વચન, કાય ગુપ્તિરૂપ ત્રણ સ્થાનોમાં મુનિ સતત સંયત રહે. – ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો પરિત્યાગ કરે. ૭– હંમેશાં પાંચ સમિતિથી યુક્ત અથવા સદાય સમભાવમાં પ્રવૃત્ત રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org