________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૪.
૭ |
દુઃખ પ્રાયઃ ભોગવે છે. પ્રાણીઓને તે દુઃખ અપ્રિય છે. કોઈપણ વ્યક્તિ અન્ય પ્રાણીને સતાવે, પીડા આપે, મારે, પીટે, ડરાવે, હાનિ પહોંચાડે, પ્રાણ રહિત કરે ત્યારે તે પ્રાણીને દુઃખ થાય તે સ્વભાવિક છે. આ દુઃખ
બકાત છે, અપ્રિય છે તે વાત શાસ્ત્રકારે સર્વ અ#ત કુહા આ ગાથા પદ દ્વારા બતાવી છે. અમો તળે લિય:- કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારે પીડા પહોંચાડવી, સતાવવા, મારવાપીટવા, ડરાવવા આદિ હિંસા જ છે અને કોઈપણ પ્રકારની હિંસાથી પ્રાણીને દુઃખ થાય છે. સમસ્ત જીવ જીવવા ઈચ્છે છે, મરવા કોઈ ઈચ્છતા નથી, બધાને પોતાનું જીવન પ્રિય છે, બધા સુખ ઇચ્છે છે, દુઃખ બધાને અપ્રિય છે, એથી નિગ્રંથ મુનિ પ્રાણીવધને ઘોર પાપ સમજીને તેનો ત્યાગ કરે છે.
- અસત્ય, ચોરી, મૈથુન સેવન, પરિગ્રહવૃત્તિ આદિથી પણ પ્રાણીઓને શારીરિક-માનસિક દુઃખ થાય છે. આ હિંસાની અંતર્ગત જ છે. આ ગાથામાં વપરાયેલા "૨"() શબ્દથી ઉપલક્ષણથી અસત્યાદિનો ત્યાગ પણ સમજી લેવો જોઈએ.
હિંસા આદિ પાપાશ્રવ અવિરતિની અંતર્ગત છે કે જે અશુભ કર્મબંધનું એક કારણ છે. આ દષ્ટિએ પણ શાસ્ત્રકારે પ્રાણી હિંસાનો નિષેધ કર્યો છે.
યં તુ ગાયો સાર, ગં હિંસ વિM – જ્ઞાનીના જ્ઞાનનો સાર એ છે કે તે કોઈ પ્રાણીની હિંસા ન કરે. અહીં ગોખણપટ્ટીથી માત્ર શાસ્ત્રપાઠ કરનાર પોથી પંડિતને જ્ઞાની કહ્યા નથી. જ્ઞાનીના મુખ્ય બે અર્થ નીકળે છે– (૧) અધ્યાત્મ જ્ઞાનવાન- જે આત્માને સંબંધિત પુણ્યપાપ, આશ્રવસંવર, બંધમોક્ષ, નિર્જરા, આત્માનું સ્વરૂપ, કર્મબંધ, શુદ્ધિ, વિકાસ-હાનિ આદિનો સમ્યક જ્ઞાતા હોય. (૨) આત્મવત્ સર્વભૂતેષુ સર્વ જીવોનો આત્મસમાન સ્વીકાર કરવો. આ સિદ્ધાંતનું જેને અનુભવજ્ઞાન હોય તે. બંને પ્રકારના જ્ઞાનીના જ્ઞાનનો સાર છે કે કોઈ જીવની હિંસા ન કરવી. આત્માને કર્મબંધથી મુક્ત કરવા માટે બંધનોને સારી રીતે સમજીને તોડવા તે જ જ્ઞાનીના જ્ઞાનનો સાર છે, જ્ઞાનીનું કર્તવ્ય છે કે તે પાપ કર્મબંધના મુખ્ય કારણ રૂપ હિંસાને છોડી દે. કોઈપણ પ્રાણીની કોઈપણ પ્રકારે હિંસા ન કરે, પરિતાપનાપીડા ન પહોંચાડે. ઉપલક્ષણથી પાપ કર્મબંધના કારણો અને મૃષવાદ, અદત્તાદાન, મૈથુનસેવન, પરિગ્રહ વૃત્તિથી દૂર રહે.
હિંસા સમર્થ રેવ:- અહિંસાની સિદ્ધિને માટે બીજુ સારભૂત તત્ત્વ છે સમતા. આ ગાથા પદના ત્રણ અર્થ અહીં બતાવ્યા છે. (૧) અહિંસાથી સમતાને જાણે (૨) અહિંસા રૂપી સમતાને વિશેષ રૂપથી જાણે (૩) અહિંસાનો સમય એટલે કે સિદ્ધાંત આચાર અથવા પ્રતિજ્ઞા છે. આટલું જ જાણવું પર્યાપ્ત છે.
અહિંસા એક પ્રકારની સમતા છે અથવા સમતાનું કારણ છે. સાધક અહિંસાનું પાલન કે આચરણ ત્યારે જ કરી શકે કે જ્યારે તે પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ–પોતાના આત્મા સમાન ભાવ રખે. બીજાની પીડા દુઃખ, ભય, ત્રાસને પોતાની પીડા, દુઃખ, ભય, ત્રાસ આદિ સમજે. જેવી રીતે મારા શરીરમાં વિનાશ, પ્રહાર, હાનિથી મને દુઃખનો અનુભવ થાય છે, તેવી જ રીતે બીજાં પ્રાણીઓને પણ તેમના શરીરના વિનાશાદિથી દુઃખનો અનુભવ થાય. મને કોઈ મારે–પીટે, સતાવે, મારી સાથે જૂઠું બોલે, દગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org