________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
જ આપણે તે તીર્થંકરના અનુષ્ઠાન સંબંધી અથવા કર્તવ્ય-અકર્તવ્ય સંબંધી જ્ઞાનનો વિચાર કરવો જોઈએ. દૂર સુધી જોનારને જ પ્રમાણ માનવાથી તો તે દૂરદર્શી ગીધડાઓના જ ઉપાસકો કહેવાશે.
*
સવ્વસ્થસમિાળ:- કેટલાક પૌરાણિકોનું માનવું છે કે ઇશ્વર સર્વત્ર-સર્વદેશ, સર્વકાળ સંબંધી મર્યાદિત પદાર્થને જ જાણે અને જુએ છે. પુરાણના મતાનુસાર "બ્રહ્માજીનો એક દિવસ ચાર હજાર યુગોનો હોય છે" અને રાત પણ એટલી જ મોટી હોય છે. બ્રહ્માજી દિવસ દરમ્યાન જ્યારે પદાર્થોનું સર્જન કરે છે, ત્યારે તો તેને પદાર્થોનું અપરિમિત જ્ઞાન હોય છે પરંતુ રાત્રિમાં જ્યારે તેઓ સૂએ છે ત્યારે તેને પરિમિત જ્ઞાન પણ નથી હોતું. આ રીતે પરિમિત અજ્ઞાન હોવાથી બ્રહ્માજીમાં જ્ઞાન અને અજ્ઞાન બંનેની સંભાવના છે, અથવા બ્રહ્માજી એક હજાર દિવ્ય વર્ષ (દેવતાનું વર્ષ) સૂતા રહે છે, તે સમયે તે એક પણ વસ્તુ જોતા નથી અને જ્યારે તેટલા જ કાળ સુધી તેઓ જાગે છે, ત્યારે તેઓ જુએ છે. તેમ તેઓનું કહેવું છે.
ધોરોતિયાસર :- આ ગાથાઓમાં લોકવાદની વિરોધી માન્યતા બતાવતા શાસ્ત્રકાર કહે છે કે આવી વિરોધી વાતો બતાવવી તે ધીર પુરુષોનું અતિદર્શન છે. વ્યાસ જેવા પુરુષો જ આવું દર્શન કરી શકે. આ વસ્તુ સ્વરૂપના યથાર્થ દર્શનનું અતિક્રમણ છે. વં વીત્તેઽધાસરૂ એવું પાઠાંતર છે. આ પ્રમાણે વાદવીર સામાન્ય માણસ કરતાં વધુ જુએ છે. તેવો તેનો અર્થ છે.
લોકવાદનું નિરસન :– આ ગાથામાં લોકવાદનું ખંડન કરવામાં આવ્યું છે. લોકવાદી કહે છે કે આ લોક અનંત, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે. તે પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે. આ જગતમાં જડ-ચેતન કોઈ પણ પદાર્થ એવો નજરે દેખાતો નથી કે જે ક્ષણે ક્ષણે ઉત્પન્ન ન થતો હોય. પ્રત્યેક પદાર્થ સણે ક્ષણે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. તેથી લોકમાં રહેલા પદાર્થ સર્વથા પર્યાય રહિત, ફૂટસ્થ નિત્ય કેમ હોઈ શકે ? લોકવાદની આ ફૂટસ્થ નિત્યની માન્યતાને લઈને જ તેઓ એમ કહે છે કે ત્રસ હંમેશાં ત્રસ પર્યાયમાં જ રહે, સ્થાવર હંમેશા સ્થાવર પર્યાયમાં જ રહે છે. પુરુષ મરીને પુરુષ જ થાય અને સ્ત્રી મરીને સ્ત્રી જ થાય. આ લોકવાદ સત્ય નથી. સ્થાવર(પૃથ્વીકાય આદિ) જીવ, ત્રસ (બેઈન્દ્રિયાદિ)રૂપે ઉત્પન્ન થઈ શકે છે અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થઈ શકે છે. શાસ્ત્રકારે આ ગાથામાં પરિયાદ્ અસ્થિ સે અંગૂ, તેખ તે તસ થાવરા આ પદ દ્વારા તે જ સૂચન કર્યુ છે કે ત્રસ જીવ સ્થાવર અને સ્થાવર જીવ ત્રસ બને છે. આ પર્યાયોનું પરિવર્તન થયા જ કરે છે. સંસારી જીવ બધી યોનિઓમાં ઉત્પન્ન થઈ શકે છે. અજ્ઞાની જીવ પોતપોતાનાં કર્માનુસાર વિવિધ ગતિ—જાતિ પ્રાપ્ત કરતા રહે છે.
"મનુષ્ય આ જન્મમાં જેવો છે, પછીના જન્મમાં પણ તે તેવો જ થાય," લોકવાદની તેવી માન્યતા સ્વીકારવામાં આવે તો દાન, અધ્યયન, જપ, તપ, યમ, નિયમાદિ બધા જ અનુષ્ઠાનો વ્યર્ય થઈ જાય. સાધના અથવા ધર્મના આચરણથી કોઈ પરિવર્તન થવાનું ન હોય તો સાધનાદિ વ્યર્થ શા માટે કરે ? નિમ્નોક્ત વેદ પદ પણ પર્યાય પરિવર્તનને સિદ્ધ કરે છે.
સ વ ળ રૃમાલો આયો, ચ: સપુરીજો વારો અર્થાત્ તે પુરુષ અવશ્ય શિયાળ થાય છે, જે વિષ્ટા સહિત બાળવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org