________________
| અધ્યયન-૧/ઉદ્દેશક-૪
[૫]
गुरुं तुं कृत्य हुंकृत्य, विप्राणि जित्य वादतः ।
૨મરાને નાતે વૃક્ષ:, –પૃથ્રોપવિતઃ || જે ગુરુ પ્રત્યે "" અથવા "હું" કહીને અવિનય પૂર્ણ વ્યવહાર કરે છે, બ્રાહ્મણોને વાદમાં હરાવી દે છે, તે મરીને સ્મશાનમાં વૃક્ષ થાય છે, જે કંક, ગીધ આદિ નીચ પક્ષીઓ દ્વારા સેવાતું હોય છે, આ રીતે પૂર્વોક્ત લોકવાદનું ખંડન તેઓનાં વચનોથી જ થઈ શકે છે.
સર્વ દ્રવ્યોને અનિત્ય અને આકાશ, કાળ, દિશા, આત્મા અને મનને સર્વથા નિત્ય કહેવા તે લોકવાદનું કથન પણ અસત્ય છે. બધા પદાર્થ ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્ય આ ત્રણેયથી યુક્ત છે. એવું ન માનવાથી આકાશ કુસુમની જેમ વસ્તુનું વસ્તુત્વ જ નહીં રહે. પદાર્થોના પોતાના સ્વભાવનો ક્યારેય નાશ થતો નથી છતાં પણ તે પરિણામી છે. આ રીતે (પરિણામી નિત્ય) માનવું તે જ જૈનદર્શનને માન્ય છે.
લોકને અંતવાળો સિદ્ધ કરવા માટે લોક(પૃથ્વી)ને સાત દ્વીપોથી યુક્ત કહેવો તે વાત પ્રમાણથી સિદ્ધ નથી. લોકવાદીઓ દ્વારા માન્ય અવતાર કે ભગવાન, અપરિમિતિદર્શી હોવા છતાં પણ સર્વજ્ઞ નથી. તેઓનું આ કથન પણ માની શકાય તેવું નથી. જે પુરુષ અપરિમિતિદર્શી હોય પણ સર્વજ્ઞ ન હોય તો, તેઓ હેય, ઉપાદેયનો તેમજ અતીન્દ્રિય પદાર્થોનો ઉપદેશ આપવા પણ સમર્થ નથી.
લોકવાદ માન્ય અવતારી પુરુષ કે તીર્થંકર અપરિમિત અને અતીન્દ્રિય પદાર્થના જ્ઞાતા દૃષ્ટા છે પરંતુ તે સર્વજ્ઞ નથી. તેઓની આ માન્યતા પણ યુક્તિ સંગત નથી. કારણ કે કીડાઓની સંખ્યાના અજ્ઞાનની જેમ અનેક વિષયમાં તેનું અજ્ઞાન હોઈ શકે છે, તેથી હેય-ઉપાદેયનો તેમનો ઉપદેશ સર્વથા સ્વીકાર્ય બની શકતો નથી.
લોકવાદીઓનું આ કથન પણ યુક્તિ સંગત નથી કે "બ્રહ્મા સૂતી વખતે કાંઈ નથી જાણતા, જાગતી વખતે બધું જ જાણે છે." આ નિયમ તો બધાં પ્રાણીઓને લાગુ પડે પરંતુ ઈશ્વર તો સર્વ કર્મથી રહિત હોય છે, તેથી નિદ્રા જ ન હોય. ઇશ્વર સુસુપ્તિ સમયે જાણતા નથી તેવી લોકવાદીની વાત માનવા યોગ્ય નથી.
વાસ્તવમાં એકાન્ત લોકની ન ઉત્પત્તિ થાય છે, ન સર્વથા વિનાશ થાય છે. દ્રવ્યરૂપથી લોક નિત્ય છે, પર્યાય રૂપથી લોક અનિત્ય રહે છે.
પુત્રહીન પુરુષની કોઈ ગતિ(લોક) નથી. લોકવાદીઓનું આ કથન પણ હાસ્યાસ્પદ છે. જો પુત્ર હોવા માત્રથી વિશિષ્ટ લોક પ્રાપ્ત થતો હોય તો ઘણા સંતાનવાળા કૂતરા અને ભૂંડોથી તે લોક પરિપૂર્ણ થઈ જશે. દરેક કૂતરા અને ભૂંડ વિશિષ્ટ લોક(સુગતિ)માં પહોંચી જશે, ધર્માચરણ કર્યા વિના, શુભકર્મ કર્યા વિના, પુત્ર દ્વારા કરેલા અનુષ્ઠાનથી, તેના પિતાને વિશિષ્ટ લોક પ્રાપ્ત થતો હોય તો પછી કુપુત્ર દ્વારા કરાયેલાં અશુભ અનુષ્ઠાનથી કુલોક(કુગતિ)માં પણ પિતાએ જવું પડશે, પુત્રના અનુષ્ઠાન દ્વારા જ જો પિતાની ગતિ થતી હોય તો પિતાનાં પોતાનાં કરેલાં શુભાશુભ કર્મોનું શું થશે? તે વ્યર્થ જાય છે. કર્મ સિદ્ધાંતથી વિરુદ્ધ, પ્રમાણથી વિરુદ્ધ, લોકવાદીઓની આ માન્યતાઓ કોઈપણ રીતે ઉપાય(ગ્રહણ કરવા યોગ્ય) નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org