________________
અધ્યયન—ઉદ્દેશક-૪
કચન નથી. લોકવાદની માન્યતાઓ પરસ્પર વિરોધી છે. તેથી આ લોકવાદ જ્ઞેય—ોય અવશ્ય થઈ શકે, પણ ઉપાદેય તો નથી જ.
લોકવાદની પરસ્પર વિરોધી માન્યતાઓ–
૧. આ લોક અનંત, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે તેમ કેટલાક લોકવાદીઓનું માનવું છે. તો કેટલાક લોકવાદીનું માનવું છે કે આ લોક અંતવાન અને નિત્ય છે.
$3
૩
.
કેટલાક લોકવાદી માને છે કે સર્વજ્ઞ ઇશ્વર, અવતારી પુરુષ અપરિમિત જ્ઞાનવાન છે. તો કેટલાક લોકવાદી માને છે કે સર્વજ્ઞ ઇશ્વર પરિમિત જ્ઞાનવાન છે.
આવી વિરોધી માન્યતાવાળા લોકવાદીઓ અપુત્રસ્વતિનઽસ્તિ, સ્વર્ગો નૈવ ચ । આવી લોકમાં પ્રચલિત લોકોક્તિને પણ માન્ય કરે છે.
પૌરાણિકોના મતે પૃથ્વી વગેરે એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જેટલા પ્રાણીઓ છે તે બધા મળી લોક કહેવાય છે. આ લોક અનંત છે. તે ત્રણે કાળમાં વિદ્યમાન છે. કાળકૃત અવધિ તેને નથી. ક્ષેત્રકૃત સીમા ન હોવાથી પણ લોક અનંત છે. દિશાઓની અપેક્ષાએ તેઓ લોકને અનંત માને છે.
અતવ તિર્ તોપ્:- આ લોક ઉત્પતિ અને વિનાશથી રહિત છે. હંમેશા સ્થિર તેમજ એક સરખા સ્વભાવવાળો રહે છે, તેથી નિત્ય છે. સદૈવ વિધમાન રહે છે, તેથી શાશ્વત છે. લોક અવિનાશી, લોકનો સંપૂર્ણતયા—પાછળ કાંઈ ન બચે તેવો નિરન્વય નાશ ક્યારે ય થતો નથી. આ જન્મમાં જીવ જેવો છે, તેવો જ પરલોકમાં ઉત્પન્ન થાય છે. પુરુષ-પુરુષ જ થાય અને સ્ત્રી–સ્ત્રી જ થાય છે. તેથી લોક અવિનાશી છે.
કેટલાક પૌરાણિકો લોક અંતવાળો છે તેમ માને છે. લોક સસીમ છે, લોકની સીમા નિશ્ચિત છે. તેથી તેઓ તેને અંતવાળો કહે છે. આ લોક સાત દ્વીપ સુધી જ છે. લોક ત્રણ છે. ચાર લોક સંનિવેશ છે. આ
રીતે તેઓ લોકને અંતવાળો–સસીમ અને નિત્ય કહે છે.
પૌરાણિકોમાં પ્રવર્તતી સસીમલોક, અસીમલોક, અનંતલોક—અંતવાન લોક આવી પરસ્પર વિરોધી માન્યતા તથા ઇશ્વરના, અવતારી પુરુષના જ્ઞાન સંબંધી વિરોધી માન્યતા શાસ્ત્રકારે આ ગાથામાં બતાવી છે.
કેટલાક પૌરાણિકોમાં માનવું છે કે ભગવાન–ઇશ્વર અતીન્દ્રિય જ્ઞાન ધરાવે છે તેથી તે અપરિમિત જ્ઞાનવાન છે પરંતુ તે સર્વજ્ઞ નથી. સર્વક્ષેત્ર, સર્વકાળના સર્વ પદાર્થોને જાણતા નથી. તેના સર્વજ્ઞપણાથી જગતને લાભ પણ શું છે ? પુરાણમાં કહ્યું છે–
Jain Education International
संवं पश्यतु वा मावा, इष्टं अर्थं तु पश्यतु । कीट संख्यापरिज्ञानं तस्य नः क्वोपयुज्यते ॥
>
તીર્થંકર બધા પદાર્થોને જુએ કે ન જુએ, જે પદાર્થ અભીષ્ટ તેમજ મોક્ષ માટે ઉપયોગી હોય તેને જુએ તે પર્યાપ્ત છે. કીડાની સંખ્યાનું જ્ઞાન શું કામનું? કીડાની સંખ્યા જાણવાનું આપણે શું પ્રયોજન ? તેથી
For Private & Personal Use Only
www.jainelibrary.org