________________
|
દર
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
થતો નથી, તેવું કેટલાકનું કહેવું છે. જ્યારે આ લોક અંતવાળો, અસીમ અને નિત્ય છે. આ રીતે વ્યાસ વગેરે ધીર પુરુષ જુએ છે, કહે છે.
अपरिमाणं वियाणाइ, इहमेगेसि आहियं ।
सव्वत्थ सपरिमाण, इति धीरोऽतिपासइ । શબ્દાર્થ:- અપરિમા = પરિમાણ સહિત અર્થાતુ અપરિમિત પદાર્થને, વિયાણા = જાણે છે, સવ્વસ્થ = સર્વત્ર, સપરિમા = પરિમાણ સહિત જાણે છે, ત= આ, ધીરો ધીર પુરુષ, અતિપાસ = અત્યંત જુએ છે.
ભાવાર્થ:- આ લોકમાં કેટલાકનું એ કથન છે કે કોઈ જ્ઞાની પુરુષ સમાતીત પદાર્થને જાણે છે, તો કેટલાકનું કહેવું છે કે જ્ઞાની પુરુષ સર્વને જાણનાર નથી, સમસ્ત દેશકાળની અપેક્ષાએ તે ધીર પુરુષ સપરિમાણ– એક સીમા સુધી જાણે છે.
जे केइ तसा पाणा, चिट्ठति अदु थावरा ।
परियाए अत्थि से अजू, तेण ते तस-थावरा ॥ શબ્દાર્થ:- તે = તેની, અંકૂ = અવશ્ય, = પર્યાય, અસ્થિ = હોય છે, તેમાં = જેનાથી, તે = તેઓ, તસથાવર = ત્રસમાંથી સ્થાવર અને સ્થાવરમાંથી ત્રસ થાય છે.
ભાવાર્થઃ- જે કોઈ ત્રસ અથવા સ્થાવર પ્રાણી આ લોકમાં સ્થિત છે, તેનું પરિવર્તન થતું રહે છે. તેઓ ત્રસથી સ્થાવર અને સ્થાવરથી ત્રસ થાય છે.
વિવેચન :
આ ચાર ગાથામાં લોકવાદ સંબંધી મીમાંસા જોવા મળે છે. લોકવાદ એટલે પૌરાણિક લોકોનો વાદ કે મત અથવા પ્રાચીન લોકો દ્વારા પ્રચલિત પરંપરાગત અંધવિશ્વાસની વાતો, લોકોક્તિઓ તે લોકવાદ. તોળવાયં શિસામેT:- તે યુગમાં તાર્કિક વ્યક્તિઓ લોક-પરલોક, મરણોત્તર દશા વગેરે સંબંધી વાતો તર્ક-યુક્તિ દ્વારા લોકમાનસમાં બેસાડી દેતા અને લોકો તે વ્યક્તિને અંધવિશ્વાસથી અવતારી પુરુષ, સર્વજ્ઞ, ઋષિ કે પુરાણ પુરુષ રૂપે સ્વીકારી લેતા. મહાવીર સ્વામીના સમયમાં પૂરણ કાશ્યપ, મંખલી ગોશાલક, અજિત કેશ કંબલ, વકુદ્ધ કાત્યાયન, ગૌતમ બુદ્ધ, સંજય, વેલઠ્ઠી પુત્ર સર્વજ્ઞ રૂપે પ્રખ્યાત હતા. પૌરાણિકોમાં વ્યાસ, બાદરાયણ, ભારદ્વાજ, પારાશર, હારિત, મનુને લોકો સર્વજ્ઞ કહેતા હતા. જનતામાં પ્રચલિત લોકવાદને સાંભળવો જોઈએ.
આ લોકવાદ વિપરીત બુદ્ધિવાળા પૌરાણિકોની બુદ્ધિની ઉપજ છે. તેમાં વસ્તુના યથાર્થ સ્વરૂપનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org