________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૪
[ ૫૯ ]
શરણ ગ્રહણ કરવા યોગ્ય નથી.
(૨) વિદ્વાન સાધુ તેઓના કાર્ય જાણી તેઓ સાથે આસક્તિ જનક સંપર્ક ન રાખતા, મધ્યસ્થ ભાવથી રહે.
(૩) પરિગ્રહ તેમજ આરંભથી મોક્ષ માનનારા પ્રવ્રજ્યાધારીઓનો સંગ છોડીને નિષ્પરિગ્રહી, નિરારંભી મહાત્માઓના શરણમાં જાય.
(૪) આસક્તિરહિત તેમજ રાગ-દ્વેષથી મુક્ત થઈ, આહાર સંબંધી નિર્દોષ ગવેષણા, ગ્રહણેષણા, પરિભોગેષણા કરે. આ ગાથામાં સુસાધુના પાંચ કર્તવ્યનું દિગ્દર્શન કરાવ્યું છે.
સુસાધુના પાંચ કર્તવ્ય :૧. પ્રથમ કર્તવ્ય- ા સરખે આ અન્યદર્શની સાધુઓ શરણને યોગ્ય નથી. ગાથામાં શાસ્ત્રકારે 'બો સંબોધન દ્વારા શિષ્યોને સંબોધન કરીને કહ્યું છે કે ન સર તથાકથિત સાધુના શરણમાં ન જાઓ. તેઓ તમારું આધ્યાત્મિક રીતે રક્ષણ કરવા સમર્થ નથી. તેઓના શરણની અયોગ્યતા પાંચ કારણથી બતાવી છે
૧. પતે નિ:- આ શબ્દથી પૂર્વકથિત પંચ ભૂતવાદી, તજીવ કચ્છશરીરવાદી, ક્રિયાવાદી, જગતુકતૃત્વ વાદી, અવતારવાદી વગેરે બધા જ મિથ્યાવાદીનું ગ્રહણ થઈ જાય છે. આ બધા જ અન્યતીર્થિકો ક્રોધાદિથી જીતાયેલા છે. તેઓ ક્રોધાદિના વિજેતા નથી. તેમાંથી કોઈ ઇશ્વરના હાથમાં કર્મનું ફળ મૂકી દે છે, તો કોઈ કર્મબંધ તથા કર્મ મુક્તિના યથાર્થ સ્વરૂપને જાણતા નથી. કેટલાક માનસિક હિંસાને હિંસા કહેતા નથી, તો કેટલાક કર્મફળ ભોગવનાર આત્માને માનતા નથી. કેટલાક ક્ષણજીવી પદાર્થને માને છે. તે સર્વ એકાંતવાદીઓના મતમાં કષાયના ત્યાગની કોઈ વાત જ નથી. તેથી તેઓ કષાયો-વિષયોમાં રચ્યા-પચ્યા રહી તે કષાયો દ્વારા જીતાઈ ગયા છે. આવી વ્યક્તિના શરણે જવાથી કષાયને કેમ જીતી શકાય ?
૨. થાણા:- આ સર્વ અન્યતીર્થિકો બાલ–અજ્ઞાની છે. કર્મબંધના સ્વરૂપને સમજી તેને તોડવાની વાત આ અધ્યયનની પ્રથમ ગાથામાં જ કહેવામાં આવી છે. આ વાદીઓ કર્મબંધ તથા કર્મબંધના કારણોથી અજ્ઞાત છે. મિથ્યાત્વ, આરંભ, પરિગ્રહાદિ કર્મબંધના કારણોનો બોધ ન હોવાથી તે કારણોથી નિવૃત થઈ શકતા નથી. ગૃહત્યાગીને સંન્યાસી બનવા છતાં આરંભ-સમારંભમાં ગૃહસ્થની જેમ જ રહે છે. પરિણામે તેમનો કર્મબંધ અટકતો નથી. તેઓના શરણે જવાથી અજ્ઞાન સિવાય શું પ્રાપ્ત થાય? ૩. પંડિયાળો:- તે અન્યતીર્થિકો અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માને છે. અજ્ઞાનીને તો પોતાના અજ્ઞાનનો ખ્યાલ ઓ તો જ્ઞાનનો સત્ય માર્ગ સ્વીકારી લે. પરંતુ અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માનનારા સત્યમાર્ગને ક્યારે ય સ્વીકારી શકતા નથી. વાલીપડિયમfrળો ની જગ્યાએ નિત્યાનંવફીય પાઠાંતર જોવા મળે છે. તેનો પણ પૂર્વ આઠ જેવો જ અર્થ થાય છે. ૪-૫. ટેન્ગા ...રિયા વિક્વોવલ – જે ઘરબાર, કુટુંબ, પરિવાર, ગૃહસ્થ જીવનની સર્વ જંજાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org