________________
૬૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ને છોડીને દીક્ષિત બની મોક્ષ માટે ઉદ્યમવંત બને છે પરંતુ ત્યાર પછી સમ્યગુજ્ઞાનના અભાવે અન્ય આરંભ સમારંભ અને પરિગ્રહમાં ફસાઈ જાય છે. શિષ્ય, ભક્તો, આશ્રમ, તેની જમીન-જાયદાદ, પોતાને પ્રાપ્ત થતી બહુમૂલ્યવાન ભેટ વગેરે અનેક પ્રકારની વસ્તુઓમાં મૂચ્છિત થાય છે. પરિણામે ગૃહસ્થની જેમ સાવધ પ્રવૃત્તિઓના પ્રેરક બની જાય છે.
આ બધાં કારણોથી તેઓ શરણને યોગ્ય નથી. તેઓ પોતે આત્મરક્ષા કરી શકતા નથી તો શરણે આવેલા અનુયાયી (શિષ્ય)ની આત્મરક્ષા કેવી રીતે કરશે?
૨. બીજું કર્તવ્ય-ભોળ મુનિ ગવE:- મધ્યસ્થવૃત્તિથી જીવન નિર્વાહ કરે. અન્યતીર્થિક સાધુ તથા તેની મિથ્થામાન્યતા જાણી લીધા પછી સત્યદર્શી સાધુ વિવેકપૂર્વક તેની સાથે વર્તે, ગાથામાં શાસ્ત્રકારે જ મુચ્છ, અyવસે અને ખfીને આ ત્રણ વિવેક બતાવ્યા છે. ન મુછ અન્યતીર્થિકોના આડંબર, વૈભવ જોઈ તેઓ પર મમતા-મૂચ્છભાવ ન રાખે. કપુરે કોઈપણ પ્રકારનો મદ ન કરે. અપ્પણીને અન્યતીર્થિક–પાર્થસ્થ સાથે સંપર્ક ન રાખે. ચૂર્ણિ અનુસાર–અપલીન અર્થાત્ અન્યતીર્થિકો સાથે સંપર્ક ન રાખે. તેઓ સાથે લીન ન બને. સાધુ રાગ-દ્વેષથી રહિત બની અન્યતીર્થિકોની નિંદા-પ્રશંસાથી દૂર રહી મધ્યસ્થ ભાવે જીવન નિર્વાહ કરે.
૩. ત્રીજું કર્તવ્ય-fબહૂ તાણે પરિબ્રહ:- અજ્ઞાની અન્યતીર્થિકોના શરણ ગ્રહણનો નિષેધ કરીને સૂત્રકાર સ્વયં અપરિગ્રહી અને અનારંભી સાધુના શરણ ગ્રહણનું કથન કરે છે. તેનું કારણ એ છે કે કેટલાક વાદીઓનું મંતવ્ય છે કે સારંભી અને સપરિગ્રહી વ્યક્તિ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ધન, ધાન્ય, મકાન, જમીન, પુત્ર, પરિવાર આદિ પર મમત્વ ભાવ તે પરિગ્રહ છે અને છકાય જીવોની હિંસા થાય તેવી સાવધ પ્રવૃત્તિ કરવી અથવા ઔદેશિક આદિ દોષયુક્ત આહાર ગ્રહણ કરવો તે આરંભ છે. આ પ્રકારના આરંભપરિગ્રહમાં ફસાયેલી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકતી નથી. આરંભ પરિગ્રહવાદીની આવી મોક્ષ સંબંધી કલ્પનાનો નિષેધ કરવા જ સુત્રકારે પરિવારે અગાએ શબ્દ પ્રયોગ કરેલ છે. સંયમોચિત ઉપકરણો સિવાય અન્ય પરિગ્રહ જે રાખતા નથી તથા આરંભથી જીવન નિર્વાહ ન કરતાં નિર્દોષ આહાર દ્વારા જીવન નિર્વાહ કરે છે તેવા સાધુ જ શરણ યોગ્ય છે.
૪. ચોથું કર્તવ્ય- અદ્ધિો વિપ્રમુદ્દો:- ગૃદ્ધિ રહિત અને રાગદ્વેષથી મુક્ત બની આહાર કરે. સંયમ જીવન નિર્વાહ કરવા સાધુને આહારની જરૂર તો રહે પરંતુ હિંસાદિ દોષ ન લાગે તે રીતે, શુદ્ધ-નિર્દોષ આહારને ગ્રહણ કરે. શાસ્ત્રીય ભાષામાં આહાર સંબંધી ત્રણ એષણા બતાવી છે. (૧) ગવેષણા (૨) ગ્રહણષણા (૩) ગ્રામૈષણા કે પરિભોગેષણા.
૧. ગવેષણાના ૩ર દોષ છે. આધાકર્મ વગેરે ૧૬ ઉદ્દગમના દોષ જે મુખ્યરૂપે ગૃહસ્થ દ્વારા લાગે છે. ધાત્રી વગેરે ૧૬ દોષ ઉત્પાદનના દોષ છે તે સાધુની અસાવધાની અને રસ લોલુપતાના કારણે લાગે છે.
આ ૩ર દોષ ન લાગે તે રીતે આહાર લેવો તે ગવેષણા છે. હજુ વાળા ગૃહસ્થ પોતા માટે બનાવેલ આહારમાંથી ગ્રાસ—આહાર ગ્રહણ કરે. આ ગાથાપદ દ્વારા ગવેષણાના દોષથી બચવાનો સંકેત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org